________________
४८
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન . ૩ (કાંઈ) દેખાતા નથી. આહાહા...નવ તત્ત્વોને ઊડાડતા નથી...નવ તત્ત્વોનું લક્ષ છોડાવે છે. પર્યાયને કોણ ઊડાડે ! પર્યાયનું લક્ષ છોડાવે છે. દ્રવ્યનું લક્ષ કરાવે છે.
(કહે છે કે, “જ્યાં સુધી આ રીતે જીવતત્ત્વનું જાણપણું જીવને નથી” –સાપેક્ષ જીવને જાણ્યો પણ નિરપેક્ષ જીવને જાણ્યો નહીં..આહાહા! જીવ, બંધ-મોક્ષરૂપે પરિણમે છે... સાપેક્ષકથન છે. જીવ, પરિણમતો જ નથી.એ નિરપેક્ષ કથન છે. “જ્યાં સુધી આ રીતે જીવતત્ત્વનું જાણપણું જીવને નથી, જીવને નથી ત્યાં સુધી તે વ્યવહારદષ્ટિ-મિથ્યાદષ્ટિ છે.” વ્યવહારદષ્ટિ કહો કે મિથ્યાષ્ટિ કહો..સાપેક્ષદષ્ટિ કહો કે મિથ્યાષ્ટિ કહો-વ્યવહારદષ્ટિ કે સાપેક્ષદષ્ટિ બન્ને એક જ છે. એમાં કાંઈ ફેર નથી. શબ્દ નવો બાકી વાત તો એકની એક જ છે.
જુદાં જુદાં નવ તત્ત્વોને માને છે.” જીવ, અનેકરૂપે પરિણમે છે એમ માને છેજીવ-પુગલના બંધપર્યાયરૂપ દૃષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે, પણ જ્યારે શુદ્ધનયથી જીવ-પુદ્ગલનું નિજસ્વરૂપ જુદુ જુદુ જોવામાં આવે” એમ. બેય લીધાં છે-જીવ ને પુદ્ગલ બેયને જુદાં જો એમ. એક જીવને પરિણામથી જુદો જોયો તો પુદ્ગલ પણ જુદું છે એમ જણાય છે. “જીવ-પુદ્ગલનું નિજસ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે..એ પુણ્ય-પાપ આદિ સાત તત્ત્વો...કાંઈ પણ વસ્તુ નથી.”..કંઈપણ વસ્તુ નથી? કે-ના...જીવની દષ્ટિ કરતાં નવ તત્ત્વો દેખાતા નથી. આહાહા! એમ કરતાં જો ઠરી જાય મોક્ષ થાય તો નવ તત્ત્વ દેખાતાં નથી. આહા ! પહેલાં દષ્ટિમાંથી નવ તત્ત્વનો નિષેધ અને પછી કેવળજ્ઞાન જ્યાં થયું-મોક્ષ થઈ ગયો-અશરીરી પરમાત્મા-પછી નવ તત્ત્વના પરિણામ રહેતાં નથી..એક શુદ્ધ આત્મા રહી જાય છે...અભેદ! મોક્ષતત્ત્વ પણ જીવદ્રવ્યરૂપે જણાય છે. મોક્ષની પર્યાય પ્રગટ થઈને...તે જીવ છે–અનુભૂતિ તે આત્મા છે તો મોક્ષ તો આત્મા હોય જ ને! અભેદન-શૈયપ્રધાન-આખું જ્ઞય!
“નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયાં હતાં” લ્યો! એમ કહે છે કે જીવને અજીવના સંબંધથી નવના ભેદ ઉત્પન્ન થયાં હતાં...(હવે) જીવ અને પુદગલ બેને જુદાં પાડી નાખ્યાંએનો સંબંધ તોડી નાખ્યો, સંબંધ તોડી નાખ્યો તો પછી નવ ક્યાં રહ્યાં? સિદ્ધિ જ નથી થતી-જીવનાં પરિણામને અને અજીવનાં પરિણામને તમે જ્યાં સુધી સંબંધથી જુઓ છો...તો નવના ભેદ દેખાય છે. જીવનાં ત્રિકાળસ્વભાવને જુઓ અને અજીવના ત્રિકાળ સ્વભાવને જુઓ....બેયને ભિન્ન પાડો તો નવતત્ત્વો દેખાતો નથી.
નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયાં હતાં તે નિમિત્ત-નૈમિત્તિક ભાવ જ્યારે મટી ગયો ત્યારે જીવ-પુદ્ગલ જુદાં જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ (પદાર્થ) સિદ્ધ થઈ શકતી નથી.” -નવ પદાર્થ સિદ્ધ થઈ શકતા નથી. બેયને સંબંધથી જુઓ તો નવ તત્ત્વો દેખાય છે....બેયને જુદાં પાડીને જુઓ, જીવ-પુદ્ગલને...તો આહાહા! બહુ ઊંચા પ્રકારની વાત છે.
એકલા જીવ સામાન્યને જુઓ તો અનાદિ-અનંત જીવ..સામાન્ય...જીવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com