Book Title: Atma Tattva Darshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરાવનાર શ્રી મહાવીર પ્રભુના ઉપદેશની જેટલી સ્તુતિ કરીએ તેટલી થેડી છે. દરેક આત્મ બંધુએ શ્રી મહાવીર પ્રભુએ ઉપદેશેલ જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિગ, વગેરે વેગેનું જ્ઞાન કરવું જોઈએ. શ્રી મહાવીર પ્રભુએ અસંખ્ય ગાની આરાધના વડે મુક્ત થવાનું દર્શાવ્યું છે. તેમાં જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ ત્રણ યોગ મુખ્ય છે એ ત્રણને પણ જ્ઞાનયોગમાં અને કર્મવેગમાં ( ક્રિયાયોગ પ્રવૃત્તિગ) સમાવેશ થાય છે. શ્રી મહાવીર પ્રભુનાં ઉપદેશ રહસ્ય છે તે આગમોમાં અને નિગમમાં જળવાઈ રહ્યાં છે. અધ્યાત્મજ્ઞાનીઓ, ધર્મશાને અનુભવ કરીને તેમાંથી સત્યની ખૂબીઓ બહાર પાડે છે. શ્રી ઋષભાદિક ત્રેવીશ તીર્થકરેના ઉપદેશને શ્રી મહાવીર પ્રભુના ઉપદેશમાં અભેદ જ્ઞાનભાવે સમાવેશ થાય છે તેથી મહાવીર પ્રભુએ સ્થાપન કરેલા જૈનધર્મમાં સર્વ ધર્મોને સમાવેશ થવાથી અન્યધર્મની અપેક્ષા રહેતી નથી. વેદાદિ સર્વ ધર્મશાસ્ત્રના શ્રી મહાવીર પ્રભુ સર્વ જ્ઞાતા હતા તેથી તેમાં વેદાદિ ધર્મશાસ્ત્રની સત્યતા આવી જાય છે તેથી મહાવીર પ્રભુનાં વચનને વેદરૂપ માનવામાં આવે છે. શ્રી મહાવીર પ્રભુએ પોતાના સમયમાં ચાલનાર સર્વ ધર્મોનાં સત્યને પિતાના ઉપદેશમાં સમાવેશ કર્યો છે તેથી વાચકોને અન્યશાસ્ત્રના સત્ય માટે અન્યશા જોવાની જરૂર રહેતી નથી, તેમ છતાં જોવામાં આવતાં છતાં પણ શ્રી મહાવીર પ્રભુના ઉપદેશથી કંઈ વિશેષ જણાતું નથી. તેમ છતાં અન્યધર્મશાસ્ત્રો વાંચવાની જરૂર છે કે જેથી વીતરાગ સર્વજ્ઞનો બાધ પરિપૂર્ણ ખ્યાલમાં આવી શકે. શ્રી મહાવીર પ્રભુનાં સત્યેની અપેક્ષા સમજીને વિશ્વવર્તિ સર્વધર્મશા વાંચવામાં આવે છે તેથી સર્વ ઠેકાણે રહેલા અનેક સત્યાંશનું ગ્રહણ થાય છે અને તેથી હઠ કદાગ્રહથી કોઈ ધર્મનું ખંડન થતું નથી અને અન્ય ધર્મીઓને પણ સતાવવામાં આવતા નથી. આ ગ્રન્થમાં સાપેક્ષપણે અન્ય ઘર્મશાની સાપેક્ષ દષ્ટિએ જૈન તત્ત્વની માન્યતાઓની સત્યતા માટે ઉહાપોહ કર્યો છે તે વાચકોએ મધ્યસ્થ ભાવે વાંચવો જોઈએ અને તેમાંથી સત્ય ગ્રહણ કરવું જોઈએ. રજોગુણ અને તમોગુણની બુદ્ધિ પરિહરીને સાત્વિક બુદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. પક્ષપાત, ધર્મ રાગાંધતા વગેરેને ત્યાગ કરીને આત્માદિ તને ધ્યાન સમાધિથી પૂર્ણ અનુભવ કરવો જોઈએ. સર્વ ધર્મશાસ્ત્રમાં આત્મા, પરમાત્મા, કર્મ વગેરે તનું થોડા ઘણા અંશે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જૈનશાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલ આત્મા, પરમાત્મા, મેક્ષ, કર્મ વગેરે તને અનેક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 113