Book Title: Atma Tattva Darshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ). પણ સ્વીકારે છે. (યાસ્કના નિરૂકામાં જૈન મુનિ શાકટાયનના અપભ્રંશ શબ્દની સાખ આપવામાં આવી છે તેથી જેમ શાકટાયન મુનિ પછી યાસ્ક થયા લાગે છે.) પાણિનિની પૂર્વે શાકટાયન થએલ છે એમ વિદ્વાને સિદ્ધિ કરે છે. યાસ્કના સમયમાં વેદાર્થ જાણનારા કરતાં વેદ પાઠકની સંખ્યા મેટી હતી. ગવેદના એકંદર દશ ભાગ છે. પ્રત્યેક ભાગને મંડલ સંજ્ઞા આપી છે. એક એક સૂકતમાં દશ દશ ઋચાઓ માનીએ અને એક એક મંડલમાં સો સો સૂક્ત છે એમ માનીએ તે આખા ઋગવેદની અંદર સ્કુલ પ્રમાણમાં હજારની સૂક્ત સંખ્યા થાય. જે જે સૂકતના રચનારા ઋષિ થયા તેના નામથી ભંડલની સંજ્ઞા આપી છે. (ઋષિ પ્રણીત વેદો છે. તેને આ પુરાવે છે) પ્રથમ મંડલને ઘણે ભાગ. શતર્યાત ઋષિના નામ નીચે સમાઈ જાય છે તે જ પ્રમાણે દશ મંડળના મંત્ર દષ્ટા જુદા જુદા ઘણું કષિ છે પહેલા અને દશમા મંડળમાં વિષય વૈચિત્ર દેખાય છે આ મંડળમાંની ભાષા પણ સહેલી અને કાંઇક અર્વાચીન દેખાય છે. આ મંડળે વિદિક કાળની છેવટે રચાયાં હોય એમ કેટલાક વિદ્વાનોનું માનવું છે. બીજા મંડળની ઉત્પત્તિ મૃત્સમદ ઋષિના વંશમાં છે. ત્રીજું મંડળ વિશ્વામિત્રનું છે. ત્રીજા-ચોથા અને પાંચમાં મંડળને જન્મ અનુક્રમે નામ દેવ, અત્રિ અને ભારદ્વાજ ઋષિના કુળમાં થયે. સાતમું મંડળ વશિષ્ટ કુલમાં જગ્યું. કણ્વ ઋષિના વંશમાં આઠમું મંડળ થયું. નવમા મંડલમાં સોમની સ્તુતિ કરેલી છે, ગ્રેદમાંને ઘણે ભાગ અગ્નિની સ્તુતિપર છે. અને બીજા નંબરે તેમાં ઈન્દ્રસૂતિ છે. દશમાં મંડલમાં ધૃતસૂકતમાં ધૂત અને ઘતકારનું મનહર વર્ણન છે કે જે વાંચતાં મૃછકટિક નાટકનું મરણ થાય છે. ને ઋગ વેદકાલમાં ભીલામાના ફળને પાસા કે કેડિયોને બદલે ઉપયોગ થતો હોય એમ લાગે છે. છેવટે વ્રતની નિન્દા કરીને કૃષિની પ્રશંસા કરી છે. ઉર્વશી અને પુરૂહવસ સૂક્તમાં પુરૂરવાને અને ઉર્વશીનું એક રાજા અને એક અપસરા તરીકે રૂપકમાં વર્ણન કર્યું છે. તે અલંકારિક વર્ણન છે. વેદમાં તત્સત રાજા સુદાસ અને વિરૂદ્ધ પક્ષના દશ રાજાઓ વચ્ચેની લડાઈનું વર્ણન કેટલાક સૂકતોમાં આવે છે. સુદાસ અને વસિષ્ટ વિશ્વામિત્ર અને તેના પક્ષી ભારત લોકો પર જય મેળવ્યું એવું વર્ણન છે. ( શ્રી પાશ્વનાથની પૂર્વ વા તે પછી શ્રી મહાવીરની પૂર્વે હિદુસ્થાનની ઉપર વસિષ્ઠના પક્ષી રાજાઓએ સ્વારીઓ કરી હોય એમ જણાય છે તે વખતે હિંદુસ્થાનમાં જેનું રાજ્ય હતું, એમ જૈનશાસ્ત્રના ઇતિહાસથી જણાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113