________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦.
૧૦૧
તે વેદમૂર્તિ જીવતી જે જાગતી જગ હિતકરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સાચા અમારા વેદ અનુભવ શિક્ષણ જે જે મળે, સાચા અમારા વેદ તે છે દુઃખડાં જેથી ટળે; સાચી અમારી વેસ્મૃત્તિ વિશ્વમાંહિ કેવળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જ્યાં રાગ નહિ જ્યાં દ્વેષ નહિ જ્યાં વેદ કર્તા તે ખરે, તે વેદને પ્રભુ છે ખરે એવા પ્રભુએ અવતરે; તે સત્યના સાગર પ્રભુ, અહમ્ વિભુ બ્રહ્મા બળી, એવી અમારી વેદની છે, માન્યતા નિશ્ચય ખરી. સામાજીકી પ્રગતિ કરે કલ્યાણ કરવા સર્વનું, તેના હૃદયમાં વેદ છે, જ્યાં નામ નહિ છે ગર્વનું; સહુ જીવના કલ્યાણમાં વૃત્તિ મઝાની હિત ભળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
૧૦૨
૧૦૩
૧૦૪
નિરવઘ પ્રભુની ભક્તિમાં સ્કુરણું ઉડે જે શિવકરી; તે ભાવ વેદ છે સહી અધ્યાત્મભાવે જ કરી, શક્તિ અનંતિ ખીલવે નિજ આત્મની વેગે વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જે આત્મભેગી મહાજને, વેદો ખરા તે નવનવા, તે વેદની છે મૂતિ નિરવ ભાવે માનવા; પ્રામાણ્યનીતિધારકોને વેદ વિદ્યા આવડી,
એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નિક્ષેપ સાતે નવડે ઉપદેશ તને થત, નિરપેક્ષ જૂઠા વાદને સંહાર વેગે થઈ જતે; તે વેદ વાણી નવનવી ઉપજે ઉપજશે જયે કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જગમાં અનન્તી દૃષ્ટિ, સાપેક્ષ નયથી જે કહે, સાપેક્ષથી નિશ્ચય કરી માધ્યષ્યવૃત્તિએ વહે;
૧૦૫
૧૦૬
For Private And Personal Use Only