Book Title: Atma Tattva Darshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 106
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ ૧૦૮ ૧૦૮ ( ૩ ) તે જ્ઞાની સઘળા વેદને માંગલ્ય મૂર્તિ જગવડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ૧૦૭ આત્મા અનાદિ કાળથી, સૃષ્ટિ અનાદિ કાળથી, ઈશ્વર અને કર્મો અનાદિ કાળથી સમજણ કથી; વસ્થાન જ્ઞાની અનુભવે તે વેદ વિદ્યા મન ઠરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સન્નતિ શુભ જાતિની તે વેદ છે જ પ્રવૃત્તિથી, સહુ કાલમાં એ માન્યતા, જેશે અનુભવ સહુમથી; વિદ્યાપુરે સાપેક્ષ દષ્ટિએ ભલી રચના કરી, શુભ બુદ્ધિસાગરસૂરિએ માંગલ્ય માલાએ વરી, સં. ૧૮૭ર ભાદ્રપદ શુકલ ૧ છે. શારિતઃ રૂ ઉપર પ્રમાણે લોકિક લોકોત્તર વેદોને અર્થ કરે જોઈએ. અમુક વેદ શબ્દો ઈશ્વર તરફથી ઉતરી આવ્યા છે એ કદાગ્રહથી અર્થ ન કરવો જોઈએ. વેદે રૂષિ કૃત છે પણ ઇશ્વરકૃત નથી. દુનિયામાં ઋષિ, મુનિ, ત્યાગી વા ગૃહસ્થીઓના જે જે વિચારે છે તેમાં જે જે સત્ય છે તે વેદ જ છે. અમુક પુસ્તકોને વેદ તરીકે માનીને દષ્ટિ રાગી બની અન્ય સત્ય વિચારવાળાં અને સદાચારવાળાં પુસ્તકને વેદ તરીકે નહીં માનવાને કદાગ્રહ ન કરવો. ઋષિ વેદ કાલ કરતાં હાલમાં અનેક સાયન્સ વિધાદ્વારા શોધે થઈ છે માટે સાયન્સ વિદ્યા પણ પદાર્થ વિજ્ઞાનરૂપ વેદ છે એમ સ્વીકારવું જોઈએ. ભૂતકાળમાં જે જે જ્ઞાનીઓ થયા, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે તેઓ સ્વયંઝવતા વેદો છે વેદમૂર્તિ છે અને તેઓના સદવિચારે અને સદાચારો વેદ છે. દુનિયાના સર્વ મનુષ્યની સુખ શાંતિ જળવાઈ રહે એવા વિચારે અને આચારે ગમે તે પુસ્તકમાં હોય પરંતુ તે પુસ્તકે તે દષ્ટિવાળા વેદ છે. પશુઓની પંખીઓની અને મનુષ્યોની હિંસા કરવી એવું પ્રતિપાદન કરનારાં શાસ્ત્ર ખરેખર હિંસક વેદે છે. દુનિયામાં પ્રવર્તતાં સર્વ ધર્મશાસ્ત્રોમાં જે જે સત્ય વિચારે હોય અને સદાચારો હેય તે સર્વ વેદો છે પણ વેદ એવા નામવાળાં શાસ્ત્ર જ માત્ર એકલાં વેદ જ છે એમ સંકુચિત દષ્ટિથી માની લેવું નહીં. કોઈ કાલમાં, કોઈ ક્ષેત્રમાં કોઈ જ્ઞાની થાય અને તે કહે તે સત્ય તરીકે સમજાય તેટલું વેદત્વ છે જે જે સત્યના અંશ અવબોધાય છે તે વેદ છે. જૂના કરેડ વર્ષના ગ્રન્થ હોય વા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113