Book Title: Atma Tattva Darshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 112
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૯) છેવટે નિવૃત્તિ પદ પ્રાપ્ત કરવું. ધર્મના વિચારો પણ જેમ જેમ અનુભવ થાય છે તેમ તેમ બદલાતા જાય છે એ પ્રમાણે અમને અનુભવાય છે અને ઉદાર ધર્મભાવનાની વિશાળ દષ્ટિ ખીલે છે તેથી પૂર્વે કરેલા સાંકડા વિચારોમાં અલ્પ સત્ય જણાય છે. આ પ્રમાણે એક અવતારમાં વા અનેક અવતારમાં વિચારેના ક્રમ બદલાતા જાય છે અને આત્માને પૂર્ણ અનુભવ પ્રાપ્ત કરીને આત્મા પૂર્ણ શુદ્ધ બુદ્ધ મુક્ત થાય છે માટે અદશ્ય અરૂપી આત્માને અનુભવ પ્રાપ્ત કરવા ઉપર લક્ષ્ય દેવું અને જે બાબતો અનુભવગમ્ય ન થાય તેના વાદવિવાદમાં ન ઉતરતાં જે કાલે જે સત્ય ભાગે વહન કરવું એ જૈનમાર્ગ છે એમ સર્વ મનુષ્યોએ સમજવું. ઉપર પ્રમાણે કથિત બેધને ભવ્ય મનુષ્ય હૃદયમાં ઉતારે. શ્રી મહાવીર પ્રભુના અને ગુરૂના ભકત બની કર્મજ્ઞાન મેગી બને ગમે તે ધર્મી હાવ પરંતુ તમે આત્માની શુદ્ધતા તરફ લક્ષ રાખે. આત્મામાં મને વૃત્તિને રમાવી આ સક્તિયોને નાશ કરો એટલે તમારો આત્મા તમને પ્રભુની પેઠે સત્ય બતાવ્યા કરશે. અgr a ggg આત્મા એજ પરમાત્મા છે. પશુમાંથી દેવ થઈ શકાય છે. સર્વ બ્રહ્માંડને અધિપતિ આત્મા છે માટે સર્વ પ્રકારની આત્માની શક્તિયોને વિકાસ કરી કમલેગી બને. મન, વાણું અને કાયા એ આત્માનાં શસ્ત્રો છે તેને જે ઉપયોગ કરે હોય તે કરી શકાય છે અને અશુભ રાગદ્વેષથી દૂર રહી નિર્લેપ પણ પરમાર્થ કાર્યો કરી શકાય છે એવો અનુભવ છેવટે જ્ઞાનીઓને આવ્યા વિના રહેતું નથી, માટે એકાંત સ્થાનમાં ધ્યાન ધરી આત્મામાં તેવા ગુણોએ પરિણમીને જ્ઞાનયોગી, કર્મ યોગી, ભક્ત યોગી બને અને અમ્મદીય કર્મળ ગ્રન્થમાં લખેલા ગુણેને પ્રાપ્ત કરી કમગીઓ બનીને માનવો ! ! ! તમે આત્માનંદને પ્રાપ્ત કરે સર્વ પ્રકારની મંગળભાલા પ્રાપ્ત કરો. સર્વત્ર આત્મશક્તિને વિસ્તારે અધ્યાત્મજ્ઞાની બની પરમ સુખના ભેકતા થાઓ અને દુનિયાને સ્વર્ગમય બનાવે એ શ્રી મહાવીર પ્રભુને સર્વ મનુષ્યને ઉપદેશ છે તેના પ્રચાર માટે અનેક મહાત્માઓ પ્રગટે અને વિશ્વને ઉદ્ધાર થાઓ. સં. ૧૮૭૩. આસો વદિ ૧૦. મુ. પેથાપુર. ચાતુર્માસ. 9 રાશિતઃ ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 110 111 112 113