Book Title: Atma Tattva Darshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 85
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૨ ) પ્રમાણે આત્માના એક પ્રદેશમાં તેમ સર્વ પ્રદેશમાં એક સરખે જ્ઞાનને ઉપયોગ એક કાલમાં સર્વને ભેગો થઈ વતે છે તેથી કોઈ જાતને દોષ પ્રાપ્ત થતું નથી. આત્માના અવયવે છે જ નહિ તે પછી તેમાંથી કેટલાકનું જવું તથા આવવું એમ શંકરાચાર્ય કહે છે તે જૈનાગમની માન્યતાથી વિરૂદ્ધ છે. આત્માના અરૂપી પ્રદેશ છે જેટલા છે તેટલા અસંખ્યાત છે તેમાંથી એક ઘટતો નથી અને વધતો નથી. આત્માના પ્રદેશ એકમેકથી ત્રણ કાલમાં જુદા પડતા નથી, અને ભિન્નભિન્ન પ્રદેશમાંથી જુદું જ્ઞાન પ્રગટતું નથી પણ સર્વ પ્રદેશનું ભેગું મળીને એક કાલે, એક સમયે એક જ પ્રકારને જ્ઞાનપગ પ્રકટે છે તેથી શ્રી શંકરાચાર્ય ઉપર પ્રમાણે દર્શાવેલા વિરોધમાંથી કોઇ વિરોધ પ્રાપ્ત થતું નથી. शंकराचार्यनो पूर्वपक्ष अन्त्यावस्थितेश्चोभयनित्यत्वादविशेषः ॥ ३६॥ મેક્ષાવસ્થામાં થનારૂં જીવનું પરિમાણ નિત્ય છે એમ જૈનમતવાળા માને છે. તેમના તે સ્વીકારથી જીવના આધ તથા મધ્યમ પરિમાણને પણ નિત્યપણને પ્રસંગ પ્રાપ્ત થાય છે. તેથી ત્રણે નિત્ય પરિમાણેનું સમાનપણું છે, કેમકે વિરૂદ્ધ પરિમાણને એકત્ર યાગ થઈ શકે નહિ. એમ થવાથી એક નિત્ય પરિમાણુવાળા જીવને નાનાં મોટાં પરિણામવાળાં શરીરાંતોની પ્રાપ્તિને અસંભવ સિદ્ધ થાય છે. તમે કહે કે અમે તો વ્યવહાહનયથી જીવના રૂપતર માનીએ છીએ પણ નિશ્ચયનયથી માનતા નથી. નિશ્ચયનયથી તો જીવ અવિકારી છે. તો જીવ અવિકારી છે. તો અમે પુછીએ છીએ કે તે વ્યવહારનય કલ્પિત છે કે સત્ય છે? જે કહિપત કહે તો તે મિયા હોવાથી તમારા સિદ્ધાંતની હાનિ થઈ વેદાન્ત સિદ્ધાંત સિદ્ધ થાય છે. જે સત્ય કહે તે તેની નિશ્ચયનયથી એકતા થઈ જવાથી બેનય માનવા એ નિરર્થક છે. મેક્ષકાલમાં અકાશમાં રહેલા જે મુક્ત જીવનું તમે નિત્ય પરિમાણ કહે છે તે લેવડું છે? અણુ જેવડું છે કે મહાન છે? અણુ જેવડું કહે તે તેમાં તમારા કર્ભેલા જ્ઞાનાદિ અનંત ગુણે રહી શકશે નહિ તથા તેના એવા પરિમાણથી પરમાણુંની પેઠે તે વિનાશી થશે. મહાન કહે છે તેની સિદ્ધ શિલામાં સ્થિતિ કહેવી અયુક્ત છે. મુકતાત્માની અલોકાકાશમાં સ્થિતિ કહેવાથી તે અલકાકાશની મુકતાત્મામાંથી વિશેષ સૂક્ષમતા તથા વ્યાપકતા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113