Book Title: Atma Tattva Darshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ ! કેટલાક લેક પયગંબરના ઉપનામથી સંબોધે છે, કેટલાક બષિ અવતારે અને જેને તીર્થકર તરીકે ઓળખે છે, કેટલાક કહે છે કે પરમેશ્વર દુનિયામાં મહાત્માઓને ધર્મ સ્થાપવા માટે મોકલે છે. કેટલાક કહે છે કે પરમેશ્વર મોકલતા નથી પરંતુ મહાત્માઓ કેવળજ્ઞાન પામી પરમાત્મા બની સત્યધર્મને ઉપદેશ આપે છે. એશિયા, યુરોપ વગેરે ખંડમાં ધર્મના અનેક પથે વિદ્યમાન છે. આખી દુનિયામાં જૈનધર્મ, બુદ્ધધર્મ, ખ્રીતિધર્મ, મુસલમાનધર્મ, ચાહુદી ધર્મ, જરથોસ્ત વગેરે મોટા ધર્મો વિદ્યમાન છે અને તેના શાખા ભેદ ધર્મો પણ વિદ્યમાન છે. સર્વ ધર્મના સ્થાપક મહાત્માઓ મેટા ભાગે એશિયાખંડમાં ઉત્પન્ન થયા છે. એશિયાખંડમાં પણ હિન્દુસ્થાન દેશ જે તે ખરેખર સર્વ ધર્મોની ખાણું ભૂત ગણાય છે. જૈન, વેદ અને હેંધર્મના સ્થાપકે હિન્દુસ્થાનમાં થએલા છે. સર્વ ધર્મના સ્થાપકોએ જે સિહોતા પ્રતિપાદન કર્યા છે તેને પૂર્ણ અભ્યાસ કરવા જોઈએ. વેદાન્તીએ પિતાના ધર્મને પ્રાચીન માને છે. બે પિતાના ધર્મનું પ્રાચીન માને છે અને જેની પિતાના ધર્મને પ્રાચીન માને છે. દરેક ધમને ઇતિહાસ અવલદ્યાથી તેની પ્રાચીનતાને સત્ય ખ્યાલ આવી શકે છે. મેં માન્ય તિલક જૈનધર્મની પ્રાચીનતા સંબંધી પિતાના ભાષણમાં જણાવે છે કે વેદધર્મના જેટ જેનધર્મ પ્રાચીન છે કે તેના કરતાં વિશેષ છે.” જૈનધર્મનાં શસ્તે જણાવે છે કે જેનધર્મમાંથી વેદવેદાંત ધર્મ પ્રગટયો છે. પ્રાચીન ધર્મ હાય વા અર્વાચીન ધર્મ હોય પરંતુ તેથી કંઈ રાજી થવાનું નથી. જે ધર્મમાં સત્ય આચારે વિચારે હાય અને જેથી સમાજનું કલ્યાણ થતું હોય અને પરમાત્મપદની પ્રાપ્તિ થતી હોય તે પછી પ્રાચીન અર્વાચીનના વાદમાં ઉતરવાથી કંઈ લાભ નથી. જૈન શા, અને હિંદુશાસ્ત્રનું બારીકીથી મધ્યસ્થ ભાવે અવલોકન કરવાથી ભવ્યાભાને તેને વિશેષ ખ્યાલ આવી શકે છે. જૈનધર્મનાં ત આચારે અને વિચારો કેટલા ઉદાર અને વિશ્વ સમાજની ઉન્નતિ કરનાર છે ? તે જે જૈન શાને અનુભવ કરે છે તે જાણી શકે છે. દાણુ ભેગી કાંકરી હોય છે, સુવર્ણ ભેગી જ હોય છે, વસ્ત્રમાં પણ મલીનતા થાય છે, તેમ દરેક ધમાં પરંપરાએ જે કંઈ અસત્યની મિશ્રણતા થએલી હોય તેને પારખવી જોઈએ. દરેક ધર્મને ઉપર્યુક્તદષ્ટિએ અભ્યાસ કરવામાં આવે તો આર્યાવર્ત માં તથા યુરોપ વગેરે દેશોમાં જે ધર્મના નામે અધમ અસત્યને પ્રવેશ થએલ છે તે સમજાય અને તેથી અંધશ્રદ્ધાને નાશ થાય તથા તેટલા અંશે સત્યધર્મની શોધ પણ કરી શકાય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 113