Book Title: Atma Tattva Darshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના આ પુસ્તકમાં જૈનેતર વેદ વેદાન્તાદિ દર્શનીય શાસ્ત્રાથી આત્માના તત્તની માન્યતા સિદ્ધ કરવામાં આવી છે અને જૈન ત સંબંધી શ્રી શંકરાચાર્ય વગેરેના વિચારેની સમાલોચના કરવામાં આવી છે અને તેથી જૈનતાની માન્યતા યોગ્ય છે એવી દિશા દર્શાવી છે. દુનિયામાં જેટલાં દશને થયાં તેઓનાં ત વગેરેની માન્યતાઓનું પરસ્પર ખંડનમંડન થયા વિના રહ્યું નથી. એટલું તે ખરું કે જે નિષ્પક્ષપાત અને સત્યબુદ્ધિથી સર્વ ધર્મનાં તત્વોને તપાસવામાં આવે અને તેથી અસત્ય તત્ત્વોનું ખંડન થાય તે તેથી વિશ્વ સમાજને હાનિને બદલે લાભ છે પણ તેથી ઉલટું થાય તે વિશ્વ સમાજને લાભને બદલે હાનિ છે. સત્યવાદથી પરસ્પર ધર્મોના સત્ય અને અસત્ય ભાગો દેખવાની મધ્યસ્થ લોકોને સગવડ મળે છે અને તેથી સત્ય તારવી કાઢવામાં આત્મબુદ્ધિ પ્રેરણયુક્ત બને છે. રાગદષ્ટિથી ધર્મવાદ ખંડનમંડનમાં પ્રવૃત્તિ કરતાં સત્યથી કરે ગાઉ દૂર રહેવાય છે. પરસ્પર ધર્મના સ્થાપક અને આચાર્યોએ પરસ્પર ધર્મનાં કરેલા ખંડનમંડનમાં તેઓ મધ્યસ્થ હતા, વા રામપી હતા કે કેમ? તે, પુસ્તકે જેવાથી ભયસ્થ મહાત્માઓને માલુમ પડ્યા વિના રહેતું નથી. ધર્મના સ્થાપકો અમુક આવશ્યક સેગમાં અમુક ધર્મની સ્થાપના કરે છે પરંતુ તેમાં પાછળથી સત્યની સાથે અસત્ય આચારે વિચારે પણ ઘુસી જાય છે એમ થોડાઘણું અશે કોઈ ધર્મમાં થયા વિના રહ્યું નથી એવો કુદતને પણ નિયમ છે. હવાડા વગેરેમાં બંધાયેલું પાણી ગંદુ થયા વિના રહેતું નથી. તેમ દરેક બંધાયેલા ધર્મોમાં પણ ગંદકી સંકુચિતતા થયા વિના રહેતી નથી. મનુષ્યોને ભિન્ન ભિન્ન ખોપરીના લીધે એક સરખા એક ધમને વિચારે આચારે પસંદ આવતા નથી તેથી ભિન્ન ભિન્ન ધર્મો પ્રગટયા અને પ્રગટે છે અને પ્રગટશે. દેવ, ગુરૂ, અને ધર્મ એ ત્રણ તત્ત્વોમાં સર્વ ધર્મની માન્યતાઓને સમાવેશ થાય છે. સર્વ ધર્મોના શાસ્ત્રોમાં દેવગુરૂ ધર્મ સંબંધી પરસ્પર વિરૂદ્ધ ભિન્ન માન્યતાઓ દર્શાવી છે. તેને એકમતે ભૂતકાળમાં થયો નથી, વર્તમાનમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 113