Book Title: Atma Tattva Darshan Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થતો નથી અને ભવિષ્યમાં થનાર નથી. મનુષ્ય પોતે જે ધર્મ અંગીકાર કરે છે તેને સત્ય માને છે અને અન્યને અસત્ય, અર્ધ સત્ય વગેરે તરીકે માને છે. મનુષ્યને સ્વભાવ એવો છે કે તે ધર્મ માન્યા વિના રહી શકતો નથી. ચાર્વાક નાસ્તિક વગેરેએ ધર્મગુરૂ ઈશ્વરની ઉત્થાપના કરી તે પણ દુનિયાને માટે ભાગ પિતપતાની મતિ અનુસાર દેવગુરૂ ધર્મને માને છે અને ભવિષ્યમાં માનશે. જે જે ધર્મના સ્થાપકો થયા તેઓની ભાવનાઈચ્છા એવી હતી કે અમારો ધર્મ, આખી દુનિયાના મનુષ્યો માને પરંતુ ભિન્ન પ્રકૃતિવાળા મનુષ્યની આગળ તેઓની ભાવના નકામી ગઈ, જાય છે અને જશે. કુદ્રતને એવો નિયમ છે કે જે ઉપજે છે તેને વિનાશ કરે છે. તે નિયમને અનુસાર વિશ્વમાં પૂર્વે અનેક ધર્મો પ્રગટયા અને વિનાશ પામ્યા, અને પામશે. જે ત અનાદિ કાળનાં છે તે અનંતકાલ પર્યંત રહેવાનાં, બાકીનાં તે નષ્ટ થયા વિના રહેવાનાં નથી. દરેક દર્શનમાં અમુક તનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય છે, પરંતુ તે તો પણ પરસ્પર ધર્મના તત્વને વિરૂદ્ધ અસત્ય લાગે છે વા તેમની દષ્ટિ પ્રમાણે જણાય છે તેથી બે દુચારની પેઠે ધર્મતની એકસરખી માન્યતા સર્વત્ર અનુભવાતી નથી. બે ૬ ચારના ગણિતની પેઠે સર્વ ધર્મો જો હોત તે ધર્મતત્વ સંબંધમાં પરસ્પર હજારો વિરૂદ્ધ મતે પ્રકટી શકત નહીં પણ એમ નથી તેથી અદશ્ય તાની માન્યતાભેદ, શાસ્ત્રભેદે, શસ્ત્રયુદ્ધાથી મનુષ્ય પરસ્પર એક બીજાના શત્રુ બની જનસંહાર કરવામાં પણ તત્પર થાય છે. કેટલાક મનુષ્યોને પ્રકૃતિને અનુકુળ ધર્મ પસંદ આવે છે. વેદાન્ત ભાગવત ધર્મમાં પ્રકૃતિને અનુકુળ ધર્મની માન્યતા સંબંધી વિશેષ વ્યવસ્થા દેખાય છે, કેટલાક મનુષ્યને બુદ્ધિની પ્રધાનતાએ ધર્મ પસંદ આવે છે. બેંદ્ધિ વગેરે દર્શને બુદ્ધિવાદની અપેક્ષાએ ધર્મને માને છે. કેટલાક મનુષ્યોને નિવૃત્તિ ધર્મ સારે લાગે છે. કેટલાક મનુષ્યોને ઇશ્વર કર્તવવાદવાળો ધર્મ પસંદ પડે છે ત્યારે કેટલાક મનુષ્યને તેનાથી વિરૂદ્ધ ધર્મ પસંદ પડે છે. કેટલાક મનુષ્યને સાકાર ઈશ્વર માને પસંદ પડે છે ત્યારે કેટલાકને નિરાકાર ઈશ્વર માનવે પસંદ પડે છે. દષ્ટિ સૃષ્ટિવાદ, વિવર્તવાદ, પરિણામવાદ, સ્યાદાદવાદ, એકાંતવાદ, નિત્યવાદ, અનિત્યવાદ વગેરે સર્વે મતે ભિન્ન ભિન્ન બુદ્ધિથી પ્રગટેલા છે તેમાં જેને જે પસંદ પડે છે તે તેને માને છે. એશિયા, યુરોપ, આફ્રિકા અને અમેરિકા વગેરે ખાડામાં ભૂતકાળમાં અને નક દર્શને, ધર્મો થયા, લય પામ્યા, થાય છે અને થશે. ધર્મના સ્થાપકને For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 113