________________
શું સૂક્ષ્મ જીવો સુખ-દુઃખનું સંવેદન કરે છે ખરા ?
પજીવનિકાચનો સિદ્ધાંત
આચારનું મુખ્ય તત્ત્વ અહિંસા છે- કોઈને ન પજવો, કોઈને પીડા ન આપો, કોઈને ન મારો. અહિંસાની પૂર્વે જ્ઞાનની વાત આવે છે. જ્યાં સુધી જીવ અને અજીવનું જ્ઞાન નથી થતું ત્યાં સુધી અહિંસાની ચર્ચા જ થઈ શકતી નથી. માણસ અને પશુને ન મારો, એ એક સ્થૂળ વાત છે. આપણું જગત માણસ અને પશુનું જ જગત નથી, તે પ્રાણીઓનું જગત છે. કેટલાં બધાં પ્રાણીઓ છે ! આ જ્ઞાન સૌ પ્રથમ આવશ્યક છે. આ સંદર્ભમાં કહી શકાય કે સમગ્ર તાત્વિક જગતમાં ભગવાન મહાવીરે સૌથી વધુ સૂક્ષ્મતાપૂર્વક જીવોનું પ્રતિપાદન કર્યું છે.
પજીવનિકાય એક દુર્લભ વિષય છે. તેને અલૌકિક પણ કહી શકાય. તે અન્ય કોઈપણ દર્શનમાં જોવા મળતો નથી. માણસ, પશુ તથા કીડા જેવા નાનકડા જીવો સુધી ઘણા તત્ત્વજ્ઞો પહોંચ્યા છે, અને કેટલાક તત્ત્વજ્ઞો વનસ્પતિ સુધી પણ પહોંચ્યા છે. તેમણે વનસ્પતિને પણ જીવ માન્યો છે. શક્ય છે મહાવીરની અવધારણા પછી જ આ તધ્ય સ્વીકારવામાં આવ્યું હોય, પરંતુ આ ષડજીવનિકાયનો સિદ્ધાંત
ક્યાંય માન્ય નથી, કોઈપણ દર્શનમાં તે માન્ય નથી. સર્વજ્ઞતાનું પ્રમાણ
આચાર્ય સિદ્ધસેને લખ્યું છે – ભંતે! આપની સર્વજ્ઞતાને પ્રમાણિત કરવા માટે એક ષજીવનિકાયનો સિદ્ધાંત જ માત્ર પર્યાપ્ત છે. અન્ય કોઈ પુરાવા આપવાની મને જરૂર લાગતી નથી.
ય એવ પજીવનિકા વિસ્તર પરેરનાલીઢપથસ્વયોદિતઃ | અને સર્વગ્નપરીક્ષણક્ષમાસ્વયિ પ્રસાદોદય સોત્સવાઃ સ્થિતા /
સર્વજ્ઞતા વગર ષડજીવનિકાયના સિદ્ધાંતનું પ્રતિપાદન કરી શકાય નહિ. બીજા દાર્શનિકોએ પાંચ ભૂતોનો સ્વીકાર કર્યો- પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. ભગવાન મહાવીરે તેમને ભૂત ન માન્યાં,
– અસ્તિત્વ અને અહિંસા . ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org