________________
પણ પોતાનો આચાર હોય છે. ચારિત્રનો પણ પોતાનો આચાર હોય છે. સમિતિ ગુતિઓ ચારિત્રના આચાર છે. તપ અને વીર્યનો પણ પોતાનો આચાર હોય છે. મહાવીરે આચારનું આવું વ્યાપક દર્શન આપ્યું જેમાં કોઈપણ તત્ત્વ બાકી નથી રહેતું. જેટલું શુભ છે, તે બધું જ આ આચારમાં સમાવિષ્ટ છે. સર્વાગીણ દૃષ્ટિએ વિચાર કરીએ તો કહેવાય કે જેટલા પણ શુભ પક્ષ છે તે તમામ આચારમાં સમાવિષ્ટ હોય છે. પાપનું કારણ
આચારના સંદર્ભમાં અનેક પ્રશ્નો ઉભવે છે – આચાર કેવો હોય? શા માટે હોય ? તેનાં કારણો શાં છે ? અમેરિકન દાર્શનિક જોનેથન એડવર્સે પ્રશ્ન પૂછ્યો કે પાપનું કારણ શું છે ? તેમણે લખ્યું – માનવી પ્રકૃતિથી સારો નથી. તે સારું કામ કરવામાં તથા બૂરાઈનો ત્યાગ કરવામાં અસમર્થ છે. આ જ તેની પ્રકૃતિ છે. આપણે આચારાંગના સંદર્ભમાં વિચાર કરીએ કે પાપનું કારણ શું છે ? દુરાચાર અને અનાચારનું કારણ શું છે ? આચારાંગના આધારે આ પ્રશ્નનો ઉત્તર હશે – વ્યક્તિનું એવું ચિંતન – મેં કર્યું છે, હું કરું છું અને હું કરીશ – એ પાપનું કારણ છે. મહાવીરની ભાષામાં તે ક્રિયાવાદ છે.
આત્મા અને પુગલનો યોગ થવો અનાચારનું મૂળ કારણ છે. જો તે યોગ ન થાય તો માણસ કોઈ પાપ ન કરે. જો આત્મા આત્મા હોત અને પુગલ પુદ્ગલ હોત તો કોઈ આશ્રવ ન હોત, કર્મનો બંધ ન હોત અને પાપ પણ ન હોત. પાપ શા માટે થાય છે ? કારણ કે આત્મા પુદ્ગલ સાથે મળેલો છે તેથી આત્મા ઔપપાતિક છે, તે જન્મ અને મરણના ચક્કરમાં ચાલી રહ્યો છે. તે પુદ્ગલ સાથે બંધાયેલો છે.પુદ્ગલનો યોગ થવો એ જ બંધનું કારણ છે અને પુગલનો વિયોગ થવો એ જ મોક્ષનું કારણ છે.
આચાર્ય હેમચંદ્રે સંક્ષેપમાં બંધ અને મોક્ષનો માર્ગ બતાવ્યો છે. આશ્રવો ભવહેતુઃ સ્થા, સંવરો મોક્ષકારણમ્ ઇતીય માહતી દૃષ્ટિરચદસ્યાઃ પ્રપચ્ચન
કર્મનું આવવું એ બંધનું કારણ છે, કર્મનું આવવાનું રોકાઈ જવું એ મોક્ષનું કારણ છે. એ જ જૈન દૃષ્ટિનો સાર છે. બાકીનું બધું આ બે તત્ત્વોનો વિસ્તાર છે.
આ શ્લોકમાં સમગ્ર આચારાંગનો સાર સમાયેલો છે, આચારશાસ્ત્રનો સાર સમાયેલો છે.
અસ્તિત્વ અને અહિંસા ૨૩ —
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org