________________
પ્રકૃતિ એ પરિણામ સ્વરૂપે !
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) હવે એની મહીં ભૂલથી હવાઈનો દારૂ ભર્યો હોય અને તમે ફોડો તે હવઈની પેઠ ફૂટે. તમને મહીં ધોતિયામાં પેસી જાય, એમાં મૂકનારનો શો દોષ બિચારાનો ?! એમણે કપડાં ટેટાના પહેર્યા છે અને તમે જાણો કે ટેટો ફૂટશે. મૂઆ, જોય. તે મહીં દારૂ ભર્યો છે હવઈનો. એટલે હવઈના જેવું ગુણ આપશે. ટેટામાં ફૂલઝરીનો દારૂ ભર્યો હોય તો એ ફૂટે ? ના, એવું આ તો બધું દારૂ ફેરફાર થઈ જાય એટલે તેવું, એમાં મન શું કરે બિચારું? ત્યારે એવું બુધ્ધિને પહોંચે. કંઈ વચલો દારૂ ફેરફાર થાય ? ત્યારે શું થાય તે ? આ દારૂખાનાવાળા ભરે, તે આ મજૂરોથી વાતો કરતાં કરતાં આને બદલે આમાંથી ભરાઈ ગયું, પછી એવું થઈ જાય. પછી ટેટો ફોડતા હવઈની પેઠ પેસી જાય ધોતિયામાં, બાળી મેલે અને પછી લોક બૂમો પાડે. અરે મૂઆ, આ કેવું ? આ કેવું? આ કેવું ? અલ્યા મૂઆ, તે એવું, આનું નામ જ કળિયુગ.
કરે છે, ડિસ્ચાર્જ થયા કરે છે. નવું ચાર્જ થતું નથી. જ્યાં સુધી ‘હું કર્તા છું' એવું ભાન હતું, ત્યાં સુધી નવું ચાર્જ થતું હતું અને ‘વ્યવસ્થિત’ કર્તા છે, ત્યાં એનું ચાર્જ થવાનું બંધ થઈ ગયું. પછી ડિસ્ચાર્જ એકલું રહ્યા(થયા) કરે છે.
પ્રકૃતિ ભોગવીએ તે વ્યવસ્થિત. પ્રકૃતિ કરી એ વ્યવસ્થિત નહીં. નવી ઊભી કરવી એ વ્યવસ્થિત નથી. જ્ઞાન ના હોય તો નવી પ્રકૃતિ ઊભી કર્યા કરે પછી. જ્ઞાન હોય તો પ્રકૃતિ ઊભી થાય જ નહીં, કૉઝીઝ ઊડી જાય !
પ્રશ્નકર્તા : દાદાજી, તો પ્રકૃતિ એ ઇફેક્ટ છેને ?
દાદાશ્રી : હા. પ્રકૃતિ ઇફેક્ટ છે, પણ પ્રકૃતિ એકલી ઇફેક્ટ ના કહેવાય. પ્રકૃતિમાં ઇફેક્ટ અને કોઝિઝ બન્ને ગુણ રહેલા છે. એમાં કોઝિઝ સિવાયનો બધો ભાગ ઇફેક્ટ છે. એટલે આપણે કોઝિઝ બંધ કરીએ છીએ. એટલે તમને કહી દઈએ છીએ કે વ્યવસ્થિત છે. જો કોઝિઝ ચાલુ હોય તો વ્યવસ્થિત કહેવાય નહીં.
પ્રકૃતિ એટલે શું કે એ પૂર્વભવમાં માલ ભરેલો છે. પૂર્વભવમાં જે માલ ભર્યો છે તે અત્યારે પ્રગટ થાય છે ને અત્યારે ભરશો તે આવતે ભવ પ્રગટ થશે, એનું નામ પ્રકૃતિ.
પ્રકૃતિ, ચેતવેલા દારૂ જ્યમ ! કાયદેસરનું જે તમે ભર્યું તે જ નીકળે. આપણે એક ટેટો હોય, હવઈ કે બંધુકીયો ટેટો, એને સળગાવ્યા પછી એનો સ્વભાવ છોડે ખરો ? પ્રકૃતિ એટલે ચેતવેલી વસ્તુ. હવે આપણે ચેતવવું નથી પડતું. એનો કાળનો ઉદય આવે તે ઘડીએ એનો ફણગો ફૂટે. પછી એ અટકે ખરું? જો હવઈનો સ્વભાવ હોય તો ધોતિયામાં પેસી જશે અને ટેટાનો સ્વભાવ હોય તો ફૂટશે અને તારામંડળનો સ્વભાવ હોય તો તારામંડળ. એમ સ્વભાવ પ્રમાણે ફૂટશે.
જો કદી આવડો બંદૂકયો ટેટો હોય, ભડાક લઈને ફૂટે છે એવા,