________________
પ્રકૃતિ પર પ્રભુત્વ પમાય ?
પ્રકૃતિને ઓળખીને આપણે આ ગુલાબ છે, ગુલાબ આપણને વશ થાય ખરું ? કાંટા ના વાગે એવું કરે ? આપણે સાચવીને કામ કાઢી લેવાનું એની પાસે, તો પ્રકૃતિ વશ થાય. એ ગુલાબ વશ ક્યારે થાય ? આપણે સાચવીને કાંટા વાગે નહીં, એવી રીતે ફૂલ લઇ લઇએ તો ગુલાબ વશ થાય. એવી રીતે અમે કહેવા માંગીએ છીએ. બાકી ગુલાબ કોઇ દહાડો ફરે ? એ
તો તમે હાથ ઘાલ્યો કે કાંટો વાગે જ. કાંટો વાગેને ? મને લાગે છે માળીને છોડી દેતો હશે, નહીં ? માળીને ના છોડે, તેને જે પાણી પાતો હોય ? કોઇને છોડે નહીં ?
૫૯
અટાઈમલી બોમ્બ પર કંટ્રોલ ?
પ્રશ્નકર્તા : અમને આટલા બધા વર્ષો થયા જ્ઞાન લીધાને, તો ય હજુ પ્રકૃતિ એનો ભાગ ભજવ્યા વગર કેમ નથી રહેતી ?
દાદાશ્રી : આ પ્રકૃતિ તો ભાગ ભજવે ને ! પ્રકૃતિ એટલે શું, એ ના સમજવું જોઈએ ? પ્રકૃતિ એટલે અટાઈમલી બોંબ. ક્યારે ફૂટે એ કહેવાય નહીં ! ફૂટવાની અવશ્ય. એ પોતાના કાબૂમાં નથી.
પ્રશ્નકર્તા : પણ દાદા, હજી કેમ સંયમ ના આવે ?
દાદાશ્રી : પણ તમારા કાબૂમાં નથી છતાં એમ બોલવાની જરૂર નથી. એની ઉપર કંટ્રોલ કરવા જશો તો મૂરખ બનશો. એ કંટ્રોલ નહીં કરો તો વધારે મૂરખ બનશો. એટલે વાત સમજવાની જરૂર છે આપણે. સમજીએ ત્યારે મેળ પડે. સમજવાનું એટલે શું કે પ્રકૃતિને થયા કરે એ જોયા કરવાનું.
પ્રશ્નકર્તા : આપણને કોઈ કંઈ પણ અપમાનભર્યું કહે, ત્યારે આટલે વર્ષે આપણને સંયમ ન રહે, તો એનો અર્થ જ શું ?
દાદાશ્રી : એ તો મહીં પ્રકૃતિનો મોટો અવાજે ય થાય. દસ વર્ષથી એ અવાજ નાનો થતો હોયને, તે દા'ડે મોટો થઈ જાય. કારણ કે મહીં દારૂ વધારે ભરાઈ ગયો હોય, માટે આપણે કશી ભાંજગડ કરવાની નહીં. એ આપણે જુદું ‘જોઈ’ શકીએ છીએ કે નહીં, એટલું જ સમજી લેવાની
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
જરૂર હોય. પ્રકૃતિને જુદી જોવાય તો વાંધો નથી. જોવાય એટલે તમે છૂટા. અમને વઢે તે ઘડીએ અમે છૂટા નહીં રહેતા હોઈએ ? માન આપે તે ઘડીએ ય છૂટા રહીએ અને વઢે તે ઘડીએ છૂટા રહીએ.
૬૦
પ્રશ્નકર્તા : અમે છૂટાં નથી રહી શકતા તે ઘડીએ. કોઈ અમને વઢે તો સામો જવાબ આપી દઈએ.
દાદાશ્રી : પણ ત્યાં એ ય તમારે ‘જોવાનું’ અને તે પછી તમારું ધ્યાન આવું થશે, ધીમે ધીમે. આ માર્ગે અમારે આ આવું થતું હતું, તે આવું થવા માંડ્યું. હવે તમારે છે તે આવું થાય છે, તેનું વળી આવું થશે ધીમે
ધીમે. એટલે માર્ગ ઉપર આવી રહ્યા છો.
પ્રશ્નકર્તા : એટલે આ જન્મમાં ય આવું રહેવાનું છે ?
દાદાશ્રી : એ પાછલા ભાગમાં ઓછું ય થઈ જાય. એ તો જુદું જુદું હોય, કોનો કેવો માલ પડ્યો છે ! પુદ્ગલ એટલે પૂરણ કરેલું ગલન થાય છે તે. નવું પૂરણ થતું નથી પણ ગલન થાય છે તે જોયા કરો.
પ્રશ્નકર્તા : જ્ઞાનને આટલા બધા વર્ષ થયા તો આપણામાં પ્રકૃતિ સામે એટલો સંયમ આવી જ જવો જોઈએને ?
દાદાશ્રી : એ બરોબર છે પણ દાદા ભેગા ના થયા હોત તો આ શી દશા હોત ?
પ્રશ્નકર્તા : ઓહોહો ! તો તો પછી વાત જ કરવા જેવી નથી !
દાદાશ્રી : ત્યાર પછી વાત કરો છો ! કેટલા મહેલ તોડી નાખે એવી શક્તિ ! હા ! પછી એમને જ્યાં વિરોધાભાસ હોય ત્યાં આગળ તમે સાચવીને કામ લો. પ્રકૃતિ એટલે મશીનરી કહેવાય અને મશીનરી જોડે આમ આડાઈ કેમ કરાય ? મશીનને એમ કહીએ, પેલા ગિયરને, કે જો હું આંગળી અડાડું, મેં તને બનાવ્યું છે. તારે આ મારી આંગળીને નહીં નડવાનું. પણ એ તો કાપી જ નાખે, એ આપણે બનાવ્યું હોય કે ગમે તેણે. કારણ કે મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે. આ પ્રકૃતિ મિકેનિકલ છે. એટલે