________________
૨૧૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
નામકર્મ
૨૧૭ નથી ને ? પોતાના મા-બાપ પોતાને તરત જડી જાયને ? વાઈફ જડી જાય, હસબંડ તરત જડે ને ?
આ મોઢુ-બોટું બધું, આ શરીર જ દ્રવ્યકર્મ છે. ત્યારે બીજું શું છે ? આ નામકર્મ એ બધું દ્રવ્યકર્મ કહેવાય. નામ-રૂપ એ બધા દ્રવ્યકર્મ કહેવાય. પછી આ યશનામકર્મ, અપયશ નામકર્મ, આદેય નામકર્મ, બધાંય દ્રવ્યકર્મ અને કોઈ જશ મલે, અપજશ મલે એ નોકર્મ નહીં. કોઈ માન મલે, અપમાન મલે એ નોકર્મ નહીં. એ બધાં દ્રવ્યકર્મ છે.
આપઘાત કરે છે ને, એ ય નામકર્મ. પોતે આપઘાત કરે છે ને, તે ય નામકર્મના આધારે કરે છે.
કેટલી પદ્ધતસર વાત છે, નહીં ? આઘાત નામકર્મ, પરાઘાત નામકર્મ. બીજા કોને કોને મારશે તે હિસાબ લઈને આવેલો છે, પોતાની જાતનું આપઘાત કરશે તે ય. આ બધાં આવાં નામકર્મો બધી બહુ વસ્તુઓ લઈને આવ્યો છે.
દાદાશ્રી : એટલે મૂઓ બધાને છેતરીને ઓટીમાં ઘાલી દે એવો હોય. અઢી હથ્થો તેથી લોકોએ વગોવેલો ને ! આ અઢી હથ્થો મૂઓ છે, ત્યાં જઈશ નહીં.
પ્રશ્નકર્તા : એટલે પેલાને મૂરખ કીધો અને આને લુચ્ચો કીધો. દાદાશ્રી : એ પેલો મૂરખ થયો, માટે આ લુચ્ચો થયો. પ્રશ્નકર્તા: હા, એમ પાછું રિલેટિવિટી.
દાદાશ્રી : હા, રિલેટિવિટી ખરીને ! એબોવ નોર્મલ થાય તો નીચો થતો જાય ને બિલો નોર્મલ ઊંચો થતો જાય. અઢી હથ્થો બહુ પેક હોય. અઢી હથ્થાથી ગભરાતા'તા લોકો પહેલાં. અત્યારે તો આ કાળ સારો છે. બિચારાં અઢી હથ્થા હોતાં જ નથી ને ! હૈય, બધા ઊંચા ઊંચા ઊંચા ઊલટાં સાડા પાંચ ફૂટની ઉપર પોણા છ ને એવાં, તે બધાં હાઈટવાળા. ત્યારે જરા બેવકૂફ છે, પણ કહેવાની જરૂર નહીં. કારણ કે આ સારું. બેવકૂફ સારું. ચોક્કસ માણસ હોય તો મકાન ને બધું ચોક્કસ કર્યું હોય. ત્યાં મોક્ષ ફરી જાય નહીં એવું ચોક્કસ કર્યું હોય. આ બેવકૂફો છોડી દે, જો રસ્તો મલી જાય તો વાર ના લાગે !
પછી આ પગના આંગળા છે ને, તે કેટલાંકને તો આમ ઘેટાં-બકરાં જેવા હોય, જાનવરો જેવાં હોય. એવું બધું હોય. આમ અંગ-ઉપાંગ બધા સરખા ના હોય. કેટલાકને તો આ ચોંટી ગયેલાં હોય. અલ્યા મૂઆ, કેમ ચોંટી ગયા ? આપણા ઇન્ડીયનોની કાનની બુટીઓ છૂટી હોય અને તે મોક્ષે જવાનાં છે. એને માટે બુટીઓ છૂટી હોય. મોક્ષે જવાના ના હોય ને હૃદયમાર્ગી હોય, તો ય બુટીઓ છૂટી હોય. તમારી હાલે છે એવી જોઇએ. ફોરેનવાળા મોટો મિનિસ્ટર હોય તો ય એ આમ ચોંટેલી.
પ્રશ્નકર્તા : પણ દાદાજી, કો'કનાં કાન મોટાં હોય છે, હાથ મોટાં હોય, એવું ય હોય છે ને ?
દાદાશ્રી : એ કાન મોટાં એટલે શું કે જેને એ મોટાં કાન છે તે
અને તે નામકર્મમાં તો બધાં બહુ પ્રકાર. આ દેહનું નામ પાડ્યું એ ય નામકર્મ. આ દેહ ઊંચો હોય તોય નામકર્મ, નીચો હોય તોય નામકર્મ. નીચો હોય ત્યારે શું કહે ? અઢી હથ્થો મૂઓ છે. ઊંચો હોય ત્યારે કહે, બહોત ઊંચા, બહોત બેવકૂફ. એટલે આમ ઊંચો હોય તો બેવકૂફ કહે, નીચો હોય તો અઢી હથ્થો કહે. ત્યારે મૂઆ, રહેવું ક્યાં મારે છે ? ત્યારે કહે, કમ ટુ ધી નોર્મલ. નોર્મલ હોય તો અમે બોલીશું નહીં. સાડા પાંચ ફૂટની હાઈટ હોય તો અમારે વાંધો નથી.
પ્રશ્નકર્તા : પણ અઢી હથ્થાનું લક્ષણ ?
દાદાશ્રી : અઢી હથ્થાનું લક્ષણ એ લોકો શું કહે કે અઢી હથ્થા, અઢી દો પોણા ચાર ફૂટ ઊંચો છે. વખતે ચાર ફૂટ પણ અઢી હથ્થો અમે એને કહીએ છીએ પણ બીજું શું ? ત્યારે કહે, દોઢ ફૂટ જમીનમાં, ભોંયમાં
પ્રશ્નકર્તા : એટલે એની હાઈટ એણે એ રીતે પૂરી કરી.