________________
કંઈક છે એ દર્શન, શું છે એ જ્ઞાન !
છે ખરું,’ કહેશે. બધા એક મતે જવાબ આપે, બધાય કહે કે ‘કંઈક છે.’ એટલે આપણે અહીંથી ઊઠીને ગયા ત્યાં આગળ, ‘ઓહો ! આ તો બિલ્લી છે.’ ત્યારે આ કહે કે ‘બિલ્લી છે’. આ બધાય કહે, ‘બિલ્લી છે’. એટલે ‘કંઈક છે’ એ પણ જ્ઞાન હતું અને ‘આ બિલ્લી છે’ તે પણ જ્ઞાન છે, નહીં ? આ બેમાં વોટ ઈઝ ડિફરન્સ ? આ બે જ્ઞાનમાં. ત્યારે ‘કંઈક’ છે એટલે અન્ડિસાઈડેડ જ્ઞાન એ દર્શન કહેવાય, એને જોયું કહેવાય અને ડિસાઈડેડ એ જ્ઞાન કહેવાય, એને જાણ્યું કહેવાય.
૩૩૫
અનડિસાઈડેડ જ્ઞાન એને દ્રશ્ય કહ્યું. ડિસાઈડેડ જ્ઞાનને જ્ઞેય કહ્યું. આ કંઈક છે એ દ્રષ્ટાપણું અને પછી બધા સહમત થયા કે આ બિલ્લી છે તો એ જ્ઞાતાપણું. એટલે બેઉ એકનું એક જ છે.
પ્રશ્નકર્તા : તમે બિલાડીનો દાખલો આપ્યોને, એનો અવાજ પણ આપણે નથી સાંભળતા, આપણે જોતાંય નથી. છતાં ઘણી વખત આપણને એવું મહીં ફીલીંગ થાય કે કંઈક છે, તો એ શું કહેવાય ?
દાદાશ્રી : પણ એ ‘કંઈક છે’ એટલે એ દ્રશ્ય જ કહેવાય. જ્યાં સુધી એને ડિસિઝન ન આવે ત્યાં સુધી એ દ્રશ્ય. ડિસિઝન આવે, ડિસાઈન્ડેડ તરત પેલું શેય થયું. ત્યાં સુધી જાણ્યું ના કહેવાય.
દ્રશ્ય અને જ્ઞેય બે રીતે આ જગત છે અને આત્મા જ્ઞાતા અને દ્રષ્ટા બે રૂપે છે. એવું આ આપણું જ્ઞાન શું કહે છે કે, આ જ્ઞેય અને દ્રશ્ય છે, એને તમે જ્ઞાતા-દ્રષ્ટા થઈને જુઓ.
આત્મા તો જ્ઞાતા-દ્રષ્ટા છે. હવે પેટમાં કંઈક દુ:ખે છે, એમ કહ્યુંને એ દ્રશ્ય હોય, પછી અમે કહીએ, ‘ક્યાં દુ:ખે છે એ તો કહે, મૂઆ ?” ત્યારે કહે, અહીં દુ:ખે છે, એ જ્ઞેય કહેવાય.
ડૉક્ટરો બધાં કહે કે ‘છે કંઈક સાલું ખરું પણ નિદાન થતું નથી.’ ‘નિદાન એટલે શું છે ?’ એવું કહેને, ત્યારે કહે, ‘નિદાન થતું નથી. કંઈક છે ખરું પણ નિદાન થતું નથી.’ હવે આ શબ્દો વ્યવહારમાં પ્રચલિત છે, પણ વ્યવહારવાળાને ભાન નથીને આ વાતનું.
૩૩૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
તથી ફેર એમાં કંઈ !
પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા અને જાણનાર-જોનાર એ બેમાં શું ફેર ?
દાદાશ્રી : જોનાર-જાણનારને જ જ્ઞાતા-દ્રષ્ટા કહેવાય. મેં જોયું ને મેં જાણ્યું. જે વસ્તુને જુએ, દ્રશ્યને જુએ અને જ્ઞેયને જાણે એટલે જોયું-જાણ્યું બોલે.
આ લાઈટ શું કરે ? એ જો ચેતન મહીં હોય તો એ કહેશે, ‘હું જોઉં છું. હું જ જાણું છું.’ એનો સ્વભાવ શું છે ?
પ્રશ્નકર્તા : પ્રકાશ આપવાનો.
દાદાશ્રી : તે એ ય પ્રકાશ જ આપે. પ્રકાશ બે જાતના. જોવું ને જાણવું. જાણવું-જોવું કેમ કહ્યું ? ‘બધા આ તારા છે' એમ કહીએ એટલે જોયું કહેવાય. ‘ધ્રુવનો તારો છે, ફલાણું છે' વિગતવાર કહીએ એને જાણ્યું કહેવાય. એનો એ જ પ્રકાશ.
વિચારીતે જોયું તે જ્ઞેય !
હવે બહુ વિચારેલું ઘમશોર થયું હોય તો જાણવામાં ના આવતા હોય તો દર્શનમાં રાખવા કે ભાઈ આ બધા વિચારો આવ્યા છે ભેગા. છૂટા છૂટા જાણવામાં ના આવ્યા હોય ત્યારે સમૂહમાં મૂકવાનું કે બધાં વિચારો આવ્યા એ જોયાં, એ દર્શન કહેવાય. અને વિગતવાર જોયા તે જ્ઞાન કહેવાય કે આ ફલાણાં વિચાર આવ્યા, આ ઔરંગાબાદ જવાનો વિચાર આવ્યો, આપણે એના જ્ઞાતા કહેવાય, પેલું શેય કહેવાય. અને બધાં વિચારો આમ ભેગાં આવતા હોય તો દ્રશ્ય કહેવાય.
વિચારીને જુઓ એ શેય કહેવાય અને અવિચારીને જુઓ એ દ્રશ્ય
કહેવાય.
પ્રશ્નકર્તા : વિચારીને એટલે શું ?
દાદાશ્રી : આ સિનેમા જોતાં હોયને તે બધું જોઈએ ખરાં. પણ પાછું