Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 275
________________ ૪૬૫ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) એક પુદ્ગલને જોવું ! ૪૬૪ તો એકલું જાણ્યા કરે છે ખરો પણ જોતો નથીને ! પુદ્ગલને નિરંતર જોયા જ કરવું જોઈએ. પહેલી ફરજ એ જ છે, જાણવાની ફરજ પછી છે. પ્રશ્નકર્તા : આ જોવાનું એટલે કઈ રીતે આમ ? દાદાશ્રી : આ શું કરે છે એમ ના દેખાય, બળ્યું ? આ ચંદુભાઈ આખો દહાડો શું કરે છે, એ મને દેખાય છે. એવું ‘તમને’ દેખાવું જોઈએ. બસ, એટલું જ. એવું જ, નવી ડિઝાઈનનું નહીં પાછું. કોઈ નવી ડિઝાઈન કે કંઈ નહીં કે મહીં એમાં આર્કિટેકચરને લાવવાની જરૂર નથી. એવું મને દેખાય છે એવું તમને દેખાવું જોઈએ. પ્રેક્ટિસ પડે કે આ અનાદિકાળથી આવું જોયેલું જ નહીં ને ! કારણ કે ‘આ હું પોતે જ છું', તો પછી જોવાનું જ ક્યાં રહ્યું ! આ તો પોતે જુદો પડ્યો એટલે જુએ છે. જોનાર જુદો થયો ! એટલું છેલ્લું જ્ઞાતા-દ્રષ્ટા તો ચંદુભાઈ જ આવતા-જતાં હોય તો તમને એમ દેખાય કે “ઓહોહો, આવો ચંદુભાઈ, આવો ચંદુભાઈ’. ચંદુભાઈ વાત કરતાં હોય તો ય તમને જુદા દેખાય. જોવાથી થાય શુદ્ધિ ! પ્રશ્નકર્તા : તમે શુદ્ધાત્મારૂપે રહીને તમારા અહંકાર-મન-બુદ્ધિને જોયા કરો અને પછી આપે કીધું કે એમને શુદ્ધ કર્યા વગર તમારો છૂટકારો નહીં થાય. તો પછી જે ઘડીએ એને શુદ્ધાત્માપદ પ્રાપ્ત થયું, તો એમ ને એમ એ શુદ્ધ ના થઈ જાય ? દાદાશ્રી : એ અમારી આજ્ઞા પાળોને એટલે જોવાય. એ જોવાથી શુદ્ધ થઈ જાય. એને અશુદ્ધ જોયો, અશુદ્ધ કપ્યો એટલે બંધાયો. એને શુદ્ધ જોયો. એટલે છૂટો થઈ ગયો. પ્રશ્નકર્તા : ખાલી એને જોયા કરવાથી જ એ પ્રક્રિયા ચાલુ થઈ પ્રશ્નકર્તા : આપે એકવાર વાત કરેલી કે ચંદુભાઈ જમતાં હોય તો અરીસામાં જેવું દેખાય, એવી રીતે દેખાવું જોઈએ. દાદાશ્રી : હા. એટલે એવું જ દેખાવું જોઈએ. એ અરીસાને દેખાય કે મને દેખાય, બધું એકનું એક જ છેને ! એવું જ દેખાવું જોઈએ. અઘરું ખરું એ ? પ્રશ્નકર્તા: દાદા, એ તમને સહેલું, બાકી અમને તો અઘરું ખરું ને? જાય ? દાદાશ્રી : ના. પણ એ ધીમે ધીમે ફીટ કરવાનું, પછી એની મેળે ફીટ થઈ જાય. એ બાજુ દ્રષ્ટિ ના દોડે એ પછી ફીટ શી રીતે થાય ? મહાવીર ભગવાન તો એક જ કર્યા કરતા હતા કે મહાવીર શું કરે છે એ જોયા કરતા હતા, બસ. બીજી ભાંજગડમાં જ નહીં. મહાવીર જાગતાં હોય ત્યારે એ જાગતાં જુએ, હું જોવું એ રીતે. હું જોતો હોઉં ને એ રીતે ‘તમારે જોવાનું છે. કોઈ જાગૃત અને સમજદાર માણસ જોયા જ કરતો હોય, આપણું બધું નિરીક્ષણ કર્યા કરતો હોય, એવું નિરીક્ષણ ‘તમારે’ કરવાનું, એટલું જ છે ને ! બીજાનું કરી શકવાની શક્તિ તો બધાં લોકો ધરાવે છે, પણ આ તો પોતાનું નિરીક્ષણ કરવાની શક્તિ ! કારણ કે અનાદિનો અભ્યાસ નહીં ને, એટલે ત્યાં કાચો પડી જાય. દાદાશ્રી: હા, ચંદુભાઈ શું કરે છે એ તમારે જોયા કરવાનું. ચંદુભાઈની બુદ્ધિ શું કરે છે, ચંદુભાઈનું મન શું કરે છે, એ જોયા કરવાનું. પાછું આપણે ગભરાવું નહીં, ગભરાય લોક. ચંદુભાઈને આપણે જાણીએ કે આ ભાઈનો સ્વભાવ આવો છે મૂળથી, એને પાંસરો કરવા જઈએ તો કેટલાય અવતાર બગડે ! માલ સારો હોય તોય નાખી દેવાનો છે ને એ ખરાબ માલે ય નાખી દેવાનો છે. જ્યાં નાખી જ દેવાનો છે ને ! એટલે સ્વભાવમાં આવી ગયા, પછી શું ? એટલે જોયા કરવું. જે માલ છે, એની કિંમત નથી, નો વેલ્યુ. આત્મા પ્રાપ્ત કર્યા પછી પુદ્ગલની વેલ્યુ નથી કોઈ જાતની. બહુ ડાહ્યો હતો, તે ડાહ્યો વધારે ખરડાયો ઉલ્ટો. દોઢ ડાહ્યો તો મારા અરીસામાં જોઈને સહેલું કરી આપીએ છીએ. એમ કરતાં કરતાં

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296