Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 287
________________ જોનાર-જાણનાર ને તેની જાણનાર ! ૪૮૭ ૪૮૮ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) દાદાશ્રી : પ્રજ્ઞા એટલે આત્મા જ દેખાડે છે. કહેવાય. પણ છેવટે પછી પ્રજ્ઞા બંધ થઈ જાય છે. પ્રજ્ઞા છે ત્યાં સુધી શુદ્ધાત્મા અને આત્મા એ પરમાત્મા. છે એક જ, પણ આ આવ્યા પછી પેલું થઈ જાય ! દાદાશ્રી : હા. એ જ આત્મા. પ્રશ્નકર્તા અને જે ચંદુભાઈને જુએ છે એ બુદ્ધિ ? પ્રશ્નકર્તા: કાલે એ રડતા હતા તો એને દેખાય કે આ ચંદુભાઈ રડે છે, પણ પાછા અંદરથી, ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' ચાલુ હતું તો એ ચંદુભાઈને જતું હતું તે કોણ અને અસીમ જય જયકાર” બોલતું હતું કોણ ? દાદાશ્રી : એ તો અંદર રેકર્ડ ચાલુ જ રહે છે. પ્રશ્નકર્તા : એટલે અંદર પેલી “ઓરીજીનલ ટેપ’ ચાલુ જ હોય ?! દાદાશ્રી : એ તો અમુક ટાઈમ ચાલુ જ હોય છે. એટલે એ બોલે એ બોલનારો જુદો અને તે આ ચંદુભાઈને જોનાર ! દાદાશ્રી : એ બુદ્ધિ જુએ અને બુદ્ધિને જુએ છે તે આત્મા. બુદ્ધિ શું કરી રહી છે, મન શું કરી રહ્યું છે, અહંકાર શું કરી રહ્યો છે, બધાને જાણનાર તે આત્મા. આત્માની આગળ પરમાત્માપદ રહ્યું. શુદ્ધાત્મા થઈ ગયો તે પરમાત્મા ભણી ગયો અને પરમાત્મા થયો તેને કેવળજ્ઞાન થઈ જાય. કેવળજ્ઞાન થયું તે થઈ ગયો પરમાત્મા. ફૂલ થયો, નિર્વાણપદને લાયક થઈ ગયો. એટલે જોવા જાણવાનો ઉપયોગ રાખવો જોઈએ, આખો દિવસ. પ્રશ્નકર્તા : દાદા, એટલે શુદ્ધાત્મા પછી આગળ પરમાત્માપદ છે ? દાદાશ્રી : શુદ્ધાત્મા એ જ પરમાત્મા છે, પણ આ અહીં આગળ હજી સુધી આ આમાં કેવળજ્ઞાન થયું નથી. તો એ શુદ્ધાત્માને કેવળજ્ઞાન થયું એટલે થઈ ગયો પરમાત્મા ! પ્રશ્નકર્તા ઃ ચંદુભાઈને જોનાર એ શુદ્ધાત્મા ? દાદાશ્રી : ચંદુભાઈ જે આ કરી રહ્યા છે ને, એને જોનાર બુદ્ધિ છે. પ્રશ્નકર્તા: તો પછી જ્ઞાતા-દ્રષ્ટા કેવી રીતે થયા, જો બુદ્ધિ જોતી હોય તો ? જોનારતો ય જોતારો !! પ્રશ્નકર્તા : આપ કહો છોને કે અમે જ્ઞાન આપીએ એટલે આત્મા અને દેહને છૂટા પાડી આપીએ છીએ, તો આ બંનેને જુદો પાડનારો જુએ છે કોણ ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રા તો આ બધાને જોનારા છે એ, જ્ઞાતા-દ્રષ્ટા આ બધાને એટ એ ટાઈમ જાણે છે તે. આ મહીં લાગે છે તેને, આ બોલાય છે તેને, એવું બધું એ બધાને એટ એ ટાઈમ જાણે છે. પ્રશ્નકર્તા : બુદ્ધિ શું કરે છે, એ શુદ્ધાત્મા જુએ છે ? દાદાશ્રી : એ બુદ્ધિને જુએ છે, મન શું કરે છે તે જુએ, વાણી છે તે, પછી અહંકાર શું કરે છે, એ બધાને જુએ. પ્રશ્નકર્તા : એ જ્ઞાતા-દ્રષ્ટાથી જુએ છે ને? એ જે જુએ છે એ જ્ઞાતાદ્રષ્ટા કે કેમ ? દાદાશ્રી : બે વસ્તુ છે જોનારી. એક તો પ્રજ્ઞા છે અને પ્રજ્ઞાનું કામ પૂરું થઈ ગયા પછી આત્મા છે. આત્મા જ્ઞાયક તરીકે રહે છે. પ્રજ્ઞાથી માંડીને આત્મા સુધીનો જોનાર છે. પ્રજ્ઞાનું કામ પૂરું થાય એટલે આત્મા પોતે, જ્ઞાયક તરીકે થઈ જાય છે. પ્રશ્નકર્તા: આત્માનું જ સ્વરૂપ છે, દર્પણની માફક. દર્પણ કંઈ બહાર આવતું નથી જોવા માટે. દર્પણની અંદર દ્રશ્યો બધાં ઝળકે છે આમ. એવું આત્માના સ્વરૂપની અંદર તો બધી વસ્તુઓ ઝળકે છે ને, આમ ? દાદાશ્રી : એ ઝળકે છે ને જુદું છે, પણ આ તો જ્ઞાયક ! એટલે આ

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296