Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 292
________________ જોનાર-જાણનાર ને તેનો જાણનાર ! જોવાની ને જાણવાની આ પાવરચેતનની ક્રિયા થઈ. હવે એ જોવા-જાણવાની ક્રિયા અને આત્માના પ્રકાશમાં આ બધાં શેયો ઝળકે એ એક જ છે કે જુદું જુદું ! ૪૯૭ દાદાશ્રી : આત્માના પ્રકાશમાં છે તે મહીં ઝળકે એટલે શબ્દ હોતા નથી ત્યાં આગળ. આ જ્યાં જોવાનું ને જાણવાનું, પ્રકાશમાં ઉતારતા સુધી શબ્દો છે. પછી જતાં રહે છે શબ્દો એનાં ઘેર ! પ્રશ્નકર્તા : આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ કહ્યું તો કેવળજ્ઞાન થાય છે જે કહે છે ને એ કોને થાય છે ? દાદાશ્રી : આત્માને જ થાય છે. પ્રશ્નકર્તા : પણ પોતે કેવળજ્ઞાન સ્વરૂપ જ છે ને ? દાદાશ્રી : છે જ કેવળજ્ઞાન પણ વાદળ ખસવાં જોઈએ ને ! તેમ તેમ થતું જાય. આ સૂર્યનારાયણ આખો દેખાવા માંડ્યો તો કોને દેખાવા માંડ્યો ? પ્રશ્નકર્તા : જોનારાને. સૂર્યનારાયણ અને વાદળા એટલે વાદળનું આવરણ જેને છે. દાદાશ્રી : હા, પણ જોનારને ! પણ જોનાર અને જાણનાર બે ય એક જ છે વસ્તુ આ. પ્રશ્નકર્તા : એટલે જોવાની વસ્તુ અને જોનાર, બે ય એક જ છે ? દાદાશ્રી : હા. આત્મા સ્વને ય જાણે છે ને પરને ય જાણે છે. પોતાના સ્વને જાણે છે કે જાણનાર કોણ ? સ્વ કોણ ? જાણેલી વસ્તુ એ પોતે જ છે. પોતે પોતાને જ જાણે છે. આત્મા સ્વને જાણે છે ને પરને જાણે છે. તે વાદળો ખસી ગયા એટલે પોતે પોતાને આખો દેખાય. એને કેવળજ્ઞાન કહેવાય. ܀܀܀܀܀

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296