Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 285
________________ જોનાર-જાણનાર ને તેનો જાણનાર ! ૪૮૩ ૪૮૪ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : પણ ‘એ લાગે છે' એવું જે કહે છે એ બુદ્ધિ જ કહે છે, એમ લાગે છે. દાદાશ્રી : એ બુદ્ધિ નથી. એ બુદ્ધિ જોવામાં હોય, એટલે કે બુદ્ધિ પણેથી જુએ છે અને એ શું જુએ છે, એને “આપણે જાણીએ છીએ કે “આ બુદ્ધિ જ જોઈ રહી છે, હું નથી જોતો.’ એટલે બુદ્ધિને જે જુએ છે તે આપણે છીએ. એટલે ત્યાં આપણે પોતે દ્રા તરીકે કામ કરીએ છીએ. એટલે જોનાર કોણ છે તે આપણે ખોળી કાઢ્યું. એટલે આ દ્રષ્ટા કામ કરે છે ખરો ! પ્રશ્નકર્તા: પણ બુદ્ધિથી પર જવાતું નથી. તો આ બુદ્ધિમાં રહીને જ જોવાય છે ? દાદાશ્રી : ના, બુદ્ધિથી પર તો જવાયું જ છે. પણ બુદ્ધિને હજુ પોષણ મળે છે. બુદ્ધિને પોષણ મળે તે અમુક કારણોને લઈને, તે ધીમે ધીમે ઓછું થઈ જાય છે. બાકી બુદ્ધિથી પર તો જવાયું છે, નહીં તો બુદ્ધિ અહીં એમને રોજ આવવા ના દે. કે “મને આ દેખાય છે ને તે ‘હું જોઉં છું’ એ જ ભ્રાંતિ છે. જો “જાણવામાં આવે તો રિયલ (ખરો) જ્ઞાતા કહેવાય. તે આ જ્ઞાતા-દ્રષ્ટા ! અને તમને વારેઘડીએ અનુભવમાં આવે જ છે, પણ આવો તાળો બેસાડવો પડે. પ્રશ્નકર્તા : એ ડિમાર્કેશન કેવી રીતે ખ્યાલ આવે કે આ બુદ્ધિનું જોવાજાણવાનું છે અને આ ‘પોતાનું જોવા-જાણવાનું છે ? દાદાશ્રી : બુદ્ધિનું તો આમ આંખે દેખાય તે જ જોવા-જાણવાનું અથવા કાનથી સંભળાય તે, જીભથી ચખાય તે, એ બુદ્ધિ બધી. પ્રશ્નકર્તા : એટલે આ ઈન્દ્રિયનું થયું પણ બીજું બધું પણ અંદર ચાલતું હોય ને બુદ્ધિનું દેખાવાનું કે આ પક્ષપાતી છે, આવાં છે, તેવાં છે એ બધું પણ બુદ્ધિ જ જુએ ને ? દાદાશ્રી : આ બધું જોઈએ, એ બુદ્ધિનું જ. અને આત્માનું જ્ઞાન-દર્શન તો જોવું ને જાણવું એ જુદી વસ્તુ છે. દ્રવ્યોને જુએ-જાણે, દ્રવ્યના પર્યાયને જાણે, એના ગુણને જાણે એ બધું જાણવું-જોવું, એનું નામ આત્મા. અગર તો મનના બધા પર્યાયને જાણે. બુદ્ધિ તો મનનાં પર્યાય અમુક હદ સુધી જ જાણી શકે. જ્યારે આત્મા મનનાં બધા જ પર્યાયને જાણે. બુદ્ધિને, પરિસ્થિતિને જાણે. અહંકારના પર્યાયો જાણે, બધું જ જાણે. જ્યાં બુદ્ધિ ના પહોંચે, ત્યાં પછી એનું ચાલુ થાય. પ્રશ્નકર્તા : એ બુદ્ધિ ક્યાં સુધી જોઇ શકે ? દાદાશ્રી : અમુક હદ સુધીનું. સંસારિક જ્ઞાન ચાલે, સંસારી કામકાજ. પ્રશ્નકર્તા : એટલે આ જોવું-જાણવું જે કીધું આત્માનું, એ દ્રવ્યોને જાણે ? દાદાશ્રી : હં ! પ્રશ્નકર્તા: એ દ્રવ્યને, દ્રવ્યના ગુણધર્મ અને દ્રવ્યના પર્યાય ને એટલે પ્રશ્નકર્તા : બુદ્ધિ જરાક ડખો કરે ત્યારે કહીએ કે એક બાજુ બેસ. હું તો દાદા પાસે જઈશ. મેલ પૂળો ! દાદાશ્રી : હા, એટલે મેલ પૂળો કહીએ ! પ્રશ્નકર્તા : બુદ્ધિ ડખો કરતી નથી દાદા પાસે આવવામાં, એ તો આવે છે બરાબર પ્રેમથી. દાદાશ્રી : પ્રેમથી એટલે જ બુદ્ધિથી ઉપર ગયેલું છે તે આ જ્ઞાન. આ પ્રજ્ઞાનું કામ છે. બુદ્ધિ આ જુએ છે પણ આપણને મનમાં લાગ્યું કે હું જોઉં છું', તે ભ્રાંતિ છે. આ બધી શેય વસ્તુનો જ્ઞાતા-દ્રષ્ટા ‘હું નથી લાગતો, પણ આ બુદ્ધિ લાગે છે. પણ આ બુદ્ધિનો જ્ઞાતા-દ્રષ્ટા કોણ ? આત્મા. લોકો તો આને શું બોલે ? ‘હું જ જોઉં છું, હું જ જોઉં છું’ એવું લાગે છે. પણ તમે શું કહો છો ? ‘આ બુદ્ધિ જુએ છે” એવું લાગે છે. નહીં તો લોકો તો એવું જ કહે,

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296