Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 272
________________ ૪૫૮ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ !! ૪૫૯ પ્રશ્નકર્તા: આ પરણવાનું નહીં, તો એ દિશાની આખી જંજાળ ઓછી થઈ જાય... દાદાશ્રી : જેટલી જંજાળ ઓછી એટલો સહજ થતો જાય અને એટલો જ તે હેલ્પફુલ થાય. જંજાળ આગળ વધારીએ તો સહજતા ઓછી થતી જાય. આપણે કંઈક જ્ઞાન આપ્યું. ત્યારથી થોડોક સહજ થયો છે, કંઈક અંશમાં. અને કોઈ કહેશે, આ ચાલોને, હવે દાદાએ ફાઈલો કહી છે એ જેટલી કરીએ, એનો વાંધો શું છે હવે ! તે આપણે કંઈ ના પાડીએ, એને અવળું કરવું હોય તો ? પ્રશ્નકર્તા: આ બહારની વસ્તુઓ ઓછી થવા માટે અંદરની જાગૃતિ કેવી હોવી જોઈએ ? દાદાશ્રી : અંદરની જાગૃતિ એવી હોવી જોઈએ કે વસ્તુઓ એને દુ:ખદાયી લાગ્યા કરે. પ્રશ્નકર્તા ઃ હવે તો આપે દેખાડ્યું કે આવશ્યક સિવાયની બધી વસ્તુઓ જેટલી પાડી દેવાય એટલી પાડી નાખવી જોઈએ એવું જ થયું ને ? દાદાશ્રી : હં. બધી ન હોવી જોઈએ. વળગી પડી હોય તો ધીમે ધીમે કેમ કરીને છોડી દેવી, એની પેરવીમાં રહેવું. પ્રશ્નકર્તા એટલે એ છોડી દેવાનું શેમાં રહે ? આ વસ્તુઓ ના હોવી જોઈએ કહ્યું ને ? દાદાશ્રી : છોડી દેવું, શબ્દો નહીં જોખવાના આમાં. આ તો અંદર આપણે સમજી જવાનું કે આ આનાથી ક્યારે છૂટાય ! પોતાને અહિતકારી લાગે તો તરત છોડી દે. જુઓને, પૈણવાની વખતે ના પાડી દે છે ચોખ્ખું ચટ્ટ. પ્રશ્નકર્તા: આ પોતાને અહિતકારી વસ્તુ લાગે એવું બધી બાબતમાં પકડાવું જોઈએ. દાદાશ્રી : બધું લાગે ત્યારે દહાડો વળે ને ! બીજામાં ઈન્ટરેસ્ટ છે હજુ તો. તમને પૈણવામાં ઈન્ટરેસ્ટ નથી તો ચોખ્ખું કહી દે છે, હોય મારું. બહારના સંજોગો આવે તો ય ફેંકી દે છે. એવું બધું હોવું જોઈએ ને ! પ્રશ્નકર્તા અથવા તો છૂટેલો જ હોયને, એ જ્યારે અંદર ચોક્કસપણે નક્કી છે કે આ વસ્તુ મારી નથી, તો કોઈ ખેંચી જાય તો ય છૂટો જ છુંને હું આનાથી. દાદાશ્રી : હા, એવું બધું એ હોવું જોઈએ તો વાંધો નથી. એ ભરત રાજાને એવું હતું કે આખું રાજ બધું લઈ લે, રાણીઓ ઉઠાવી જાય તો ય હસે એવા હતા. કાં તો પછી એ બધું હોવું જ ના જોઈએ. પરિગ્રહ હોવા છતાં સંપૂર્ણ અપરિગ્રહી હોવો જોઈએ. અમને એવું છે, બધા પરિગ્રહ હોવા છતાંય સંપૂર્ણ અપરિગ્રહી ! પ્રશ્નકર્તા : એ પરિગ્રહ હોવા છતાં સંપૂર્ણ અપરિગ્રહી એટલે વસ્તુ અને પોતે, એનું એવું શું કનેકશન કર્યું ? એ કેવી રીતે છૂટું પાડ્યું ? દાદાશ્રી : છૂટું પાડેલું નહીં, અપરિગ્રહવાળો જ ‘હું'. પ્રશ્નકર્તા: એ કઈ રીતે પણ ? કારણ કે અત્યારના સંજોગો બધા એવા છે કે એકેય વસ્તુ ખસેડી ખસે એવી નથી. ભાવનામાં હોય પણ પહેલો રસ્તો આ છે કે એ વસ્તુથી છૂટા થઈ જવું. દાદાશ્રી : “આઈ વીધાઉટ ‘મા’ ઇઝ ગોડ ! બધી ‘માય'ની ફાચર પ્રશ્નકર્તા : એટલે “માય’ કાઢી નાખે, તો વસ્તુ તો ત્યાંની ત્યાં ભલે પડી ! દાદાશ્રી : હા, બસ ! છેવટે આ દેહને સહજ કરવાનો છે. જે તે ચિતરામણ વધારે કર્યું હોય, તેને અસહજ વધારે કરેલું હોય. એટલે એને સહજ થતાં વાર લાગે. અમારે ચિતરામણ ના કર્યું હોય, તે ઝટ ઉકેલ ! સહજતે જોવાથી થવાય સહજ ! એક જ વસ્તુ કહેવામાં આવે છે કે ભઈ, આત્મા તો સહજ છે. તું

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296