________________
૪૩૮
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
આત્મા ને પ્રકૃતિની સહજતાથી પૂર્ણત્વ !
૪૩૯
જુઓ તો ખરાં ? વર તો હજુ આવ્યો નથી ને જાન જમવા બેઠી છે !
જાય, તો સહજ જ છે.
કરે ત્યાં આત્મજ્ઞાન નહીં ! આ હમણાં એક ભઈએ વાત કરી હતી, “કરો, કરો’ કહેતા હતા ને! એ આત્મા માટે કે આત્મજ્ઞાન માટે કહે છે, કરો !
એટલે એ જે “કરો’ કહે છે ને, પણ એ આત્મજ્ઞાન કરોડો અવતાર ય પામે નહીં. આત્મજ્ઞાન સહજ છે, એ સહજ સ્થિતિ ઉત્પન્ન થાય છે. એટલે ‘સહજ’ને અને ‘કરો’ને બેને આદિ વેર ! વેર ખરું કે નહીં ?!
જ્ઞાન એનું નામ કહેવાય કે માણસોને સાહજિક બનાવે. શાસ્ત્રમાં તો આમ કરો ને તેમ કરો ને ફલાણું કરો ને તપ કરો ને જપ કરો ને ફલાણું કરો ને એ બધું હોય. કરવાની જ કથા કહી છે. સહજ થવાનો રસ્તો જ કોઈએ દેખાડ્યો નથી. અહીં બેસે તો સહજ થઈ જાય કે ના થઈ જાય ? ત્યારે સહજ થવાનું છે. સહજ થયો કે પરમાત્મા થઈ ગયો. સહજાત્મ સ્વરૂપ પરમાત્મા કહેવાય. એટલે સહજ જ થવાનું છે.
પ્રયાથી જાય આપી સહજતા !
પ્રશ્નકર્તા : હવે એ જે ચિત્ત પ્રસન્નતા કેળવવા માટે આ બધા જ પ્રયત્નો કરે છે, એ ચિત્ત પ્રસન્નતા સાહજિક કહેવાય નહીંને ?
સહજ અવસ્થા કરવાથી પ્રાપ્ત ન થાય. એ તો જ્ઞાની પુરુષની આમ કૃપા વરસે કે સહજ થયો તો દહાડો વળ્યો. જે લોકો એમ કહે કે, આમ કરો ને તેમ કરો એ સહજ અવસ્થાથી વિરુધ્ધ કરાવડાવે છે. સંસારમાં કર્મો બંધાવાની સ્થિતિ જ એ છે. ઉલ્ટાં કર્મો વધારે બંધાય. સંસારમાં કંઈ પણ કરવું એ આત્મસ્વભાવની વિરુદ્ધ છે. માટે એ આત્માનો વિરોધી છે. હવે કરનારાં મનમાં ખુશ થાય છે કે મેં આમ કર્યું ને તેમ કર્યું. રખડી મરવાનું
દાદાશ્રી : ના. એ પ્રયત્નો કરેને તે રિલેટિવ કહેવાય. અને રિલેટિવ એટલે પ્રયત્ન જ હોય અને રિયલ તો સહજ હોય. સહજ જોવું હોય તો મારી પાસે હોય ને પેલું રિલેટિવ હોય. કલ્પનાથી મારી મારીને ગોઠવવું પડે, કલ્ચર્ડ. લોકોને કલ્ચર્ડ ગમે છે, એટલા માટે કહું છું.
પ્રશ્નકર્તા : આ દર્શનશક્તિ જે છે તે દર્શન મેળવવાના પ્રયાસ કરે, તો આવરાઈ જાય છે.
દાદાશ્રી : પ્રયાસ માત્રથી બધું ઊંધું થાય. અપ્રયાસ હોવું જોઈએ, સહજ હોવું જોઈએ. પ્રયાસ થયો એટલે સહજ રહ્યું નહીં. સહજતા ચાલી ગઈ.
એટલે માણસે વિવેકથી સમજવું જોઈએ. ‘વહેલું ઉઠવું જોઈએ.’ પોસીબલ થાય તો ચાર-સાડા ચારે. પછી છે તે સમજી કરીને જે બન્યું એ સાચું. નિશ્ચય રાખવો છતાં જે બન્યું તે સાચું. પછી એમ પકડ નહીં પકડવાની, કરાંજવાનું નહીં. વીતરાગોનો માર્ગ કરાંજવાનો ન્હોય.
કાં તો સહજ કાં તો કરાંજવું, બે જ હોય. તે આ કરાંજતા જોયેલા મેં લોકોને. તમે નહીં જોયા હોય કરાંજતાં ?
કાં તો કરાંજવું, કાં તો સહજ હોય. આ તો તમને ભેગા થયા ને, તે બધાય કરજે. રહેવા દે ને, બા ! મોક્ષના સારુ આવું હોતું હશે ?
પ્રશ્નકર્તા: વાતને પકડે એટલે આપણે જાણીએ આ કરાંજે છે. દાદાશ્રી : હા. આત્મા તો કયે ગામ રહ્યો અને વર વગરની જાન
પ્રશ્નકર્તા : હવે બધે કંઈક ને કંઈક પ્રયાસ બતાવ્યા છે. હવે એમાં કંઈ દર્શનશક્તિ ડેવલપ નથી થતી, સહજતા પ્રાપ્ત નથી થતી.
દાદાશ્રી : પ્રાપ્ત ના થાય. સહજ શક્તિ જુદી વસ્તુ છે. એ પ્રયત્નથી પ્રાપ્ત થાય એવી વસ્તુ નથી. પ્રયત્નથી આવી ને આવી જાય છે અને સહજ શક્તિ નિર્વિકલ્પ છે.