________________
આયુષ્ય કર્મ
૨૪૩
૨૪૪
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
સારા માણસોનું આયુષ્ય ઓછું ! સારો ઉપયોગ હોય ને વધારે વરસ જીવે તો કામ જ કાઢી નાખેને. એ ઊંચું આયુષ્ય કહેવાય.
પ્રશ્નકર્તા: મેં એવું સાંભળેલું કે સારા માણસો હોય, તે વહેલા મરી જાય અને જે ખરાબ માણસો હોય, એ પાપ કરવા બહુ જ વર્ષો જીવે તે ખરું છે ?
દાદાશ્રી : ખોટી વાત છે. આયુષ્ય ટૂંકું હોય એ મરી જાય. આયુષ્ય ટૂંકું કોને હોય ? જેણે પાપ કર્યા હોય તેને પુણ્ય કર્યા હોય તેને આયુષ્ય લાંબું હોય. બધાય જીવવા માટે ફાંફાં મારે પછી એ શું થાય તે !
પ્રશ્નકર્તા : પણ સંતોની આમ દશા તો બહુ ઊંચીને છતાં આયુષ્ય ટૂંકું એ કઈ રીતે ?
દાદાશ્રી : ગયા અવતારના બધા કર્મ કરેલા તે. પ્રશ્નકર્તા તો આટલાં બધા ઊંચા જીવન કેવી રીતે હતા એમના?
દાદાશ્રી : એ તો એક બાજુ પુણ્ય ય હોય એટલે આ બાજુ પાપે ય હોય. આયુષ્યકર્મ તો બધું ગયા અવતારથી બંધાયેલું હોય. તે અત્યારે ભોગવે. ડિસ્ચાર્જ થયા કરે.
જગતનું પુણ્ય કાચું, તેથી જ્ઞાતી અલ્પાયુ ! પ્રશ્નકર્તા ઃ કૃપાળુદેવનું આયુષ્ય તેંત્રીસ વર્ષનું જ કેમ ? આવાં પુરુષોનું તો આયુષ્ય લાંબું હોવું જોઈએ ?
- દાદાશ્રી : એ તો આ કાળના આધારે આ આયુષ્યકર્મ ઘણાં ઓછા જ હોય. આ કાળનું દબાણ બહુ છે જબરજસ્ત. એટલે એ જરૂરી આયુષ્ય નથી હોતું, બીજી બધી પુણ્ય પ્રકૃતિ હોય. પણ બીજામાં વહેંચાઈ જાય છે અને આયુષ્ય એકલામાં ખૂટી પડે છે. કૃપાળુદેવ તો જ્ઞાની પુરુષ કહેવાય.
અને બીજું, લોકોનું પુણ્ય પાક્યું ના હોય. બેનો અવસર ભેગો થાય ત્યારે આ જોગ બેસે આવી, પુણ્ય જાગે ત્યારે. જ્ઞાની પુરુષને તો જીવવું કે મરવું, એમાં કશું લેવા-દેવા નથી. આ બધા મહાન પુરુષોમાં જે છે, એમાં જ્ઞાની પુરુષ કૃપાળુદેવ કહેવાય. બીજા બધા જ્ઞાની ના કહેવાય. બીજા બધા ય શાસ્ત્રજ્ઞાનીઓ કહેવાય અને આ આત્મજ્ઞાની કહેવાય. તે એમને જીવવુંમરવું એવું ના હોય.
દાદાનું આયુષ્ય ! અમારે ચારેય કર્મ ઊંચા હોય બહુ. બહુ ઊંચા કહેવાય. જુઓને, જીવ્યાને ઇઠ્યોતેર વરસ સુધી, આ તો પુરાવો. બીજા હજુ થશે ત્યારે જોઈ લેવાશે. આ તો એક્કેક્ટ થઈ ગયું ને ઈઠ્યોતેરમું. તેમાં ઓછાં ના કરેને કે હજુ કરે ઓછો ? આ કાળમાં પચાસ વરસની ઉપર આવેલું બધું બોનસ કહેવાય. હજુ ડૉક્ટરો કહે છે, દસ-પંદર સાલ કાઢશે અને આ તો વળી વધારે કહે છે, એથી વધારે, નહીં ?
અત્યારે વધ્યાં આયુષ્ય લોકોનાં પ્રશ્નકર્તા : એક બેન છે તો બે મહિનાથી બેભાન છે, કોમામાં છે. હવે આમ છે તો એનું આયુષ્યકર્મ આટલું બાકી રહ્યું, એટલે હજુ જીવે છે, શ્વાસ ચાલે છે પણ એનું દ્રવ્યકર્મ તો કશું રહ્યું નથી. ખાલી કોમામાં જ, બેભાન અવસ્થામાં જ છે.
દાદાશ્રી : ના, એટલે વેદના ભોગવે છે. આ વેદનીયકર્મ છે. દ્રવ્યકર્મ ઉદયમાં હોય તો જ વેદનીયકર્મ હોયને ?! તે દ્રવ્યકર્મના વેદનીયકર્મમાં છે અત્યારે. વેદનીયકર્મ વેદ્યા જ કરે.
કઈ બુદ્ધિ પર લોકો રમી રહ્યા છે. જવાનું છે ત્યાં આગળ નક્કી. તે ય પૂરી મુદ્દતસર નહીં પાછું. પીસતાલીસ વર્ષનો, પચાસ વર્ષનો થાય કે શું થયું ? ત્યારે કહે, ભઈને હાર્ટફેઈલ થઈ ગયું. નહીં તો અહીં આગળ તૂટી જાય છે ને નસો, હેમરેજ થઈ ગયું. હું તો હેમરેજને પહેલાં એમ સમજતો'તો કે ઉપરથી ઘણ મારીને તોડી નાખીએ છીએ. આ તો હેમર