________________
દ્રવ્યકર્મ + ભાવકર્મ
૨૮૧
થતો હશે ? વિશેષ ભાવ છે. બે વસ્તુનો સંજોગ બાઝવાથી, વસ્તુ અવિનાશી હોવી જોઈએ, તો સંજોગ બાઝવાથી વિશેષભાવ ઉત્પન્ન થાય છે.
પ્રશ્નકર્તા : બેઉમાં વિશેષભાવ ઉત્પન્ન થાય છે ?
દાદાશ્રી : બન્નેમાં. પુદ્ગલમાં ય વિશેષભાવ થાય છે ને આત્મામાં ય વિશેષભાવ થાય છે.
પ્રશ્નકર્તા : વિશેષભાવ બેઉનો અલગ અલગ ઉત્પન્ન થાય છે કે બેઉને મળીને એક થાય છે ?
દાદાશ્રી : આ એવું છે ને, પુદ્ગલમાં પુદ્ગલ એ જીવંત વસ્તુ નથી. ત્યાં ભાવ હોતો નથી, પણ એ વિશેષભાવને ગ્રહણ કરે એવું તૈયાર થઈ જાય છે. એટલે એનામાંય ફેરફાર થાય છે અને આત્મામાં ફેરફાર થાય છે. હવે આત્મા કશું કરતો નથી આમાં, પુદ્ગલ કશું કરતું નથી, વિશેષભાવ ઉત્પન્ન થાય છે.
પ્રશ્નકર્તા : બન્નેનો સંયોગ આજુબાજુ હોવાથી ? દાદાશ્રી : સંયોગ થયો કે તરત વિશેષભાવ ઉત્પન્ન થાય છે. પ્રશ્નકર્તા : માત્ર સંયોગને કારણે છે કે શેને કારણે છે ?
દાદાશ્રી : સંયોગના કારણથી છે. પણ સંયોગનું ને બીજું કારણ છે તો અજ્ઞાનતાનું, એ વાત તો આપણે મહીં માની જ લેવાની. કારણ કે આપણે જે વાત કરીએ છીએને, તે અજ્ઞાનતાની અંદરની વાત કરીએ છીએ એ બાઉન્ડ્રી, જ્ઞાનની બાઉન્ડ્રીની વાત નથી કરતાં આપણે. એટલે ત્યાં અજ્ઞાન દશામાં આત્માને, આ વિશેષ ભાવ ઉત્પન્ન થાય છે.
પ્રેરણા પાવર ચેતતતી ! પ્રશ્નકર્તા : શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે ‘હોય ન ચેતન પ્રેરણા, તો કોણ ગ્રહે કર્મ ?” એ સમજાવો.
દાદાશ્રી : આ તો એવું છે ને, એ ક્રમિક માર્ગ છે. હવે એ ક્રમિક
૨૮૨
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) માર્ગ શેને ચેતન ગણે છે ? વ્યવહાર આત્માને ચેતન ગણે છે. એટલે એ ચેતનની પ્રેરણા છે આ, તો આપણે શું કહીએ છીએ કે બધું ઈગોઈઝમનું છે ! અને એ એને આત્મા કહે છે કે એ ચેતન પ્રેરણા કરે છે. હવે એ ચેતન તો ચેતન છે જ, પણ આપણે તો હિસાબ કાઢી નાખ્યો કે આ પાવર ચેતન છે, ઑલરાઈટ ચેતન (મૂળ, શુદ્ધ ચેતન) નથી. અને જો ઑલરાઈટ ચેતન હોત તો એ પ્રેરણા થયેલી તો એ પ્રેરક તો કાયમનો રહે, જ્યાં જાવ ત્યાં.
પ્રશ્નકર્તા : એટલે આ જે પુદ્ગલનું જે પરિવર્તન બને છે, એમાં એને કોણ ગ્રહે ? ગ્રહવાનું શું આની અંદર ?
દાદાશ્રી : હા, ખરું કહે છે, ‘હોય ન ચેતન પ્રેરણા, તો કોણ ગ્રહ કર્મ ?” આ ‘હું કરું છું’ એ કર્મ ગ્રહે છે.
પ્રશ્નકર્તા : એટલે કંઈ ગ્રહનું નથી, પણ આ તો માન્યતા છે.
દાદાશ્રી : એ માન્યતા જ છેને બધી ! આ રોંગ બિલિફો જ છે. બધી. એય માન્યતા જ છે અને એવું સ્વરૂપ પુદ્ગલનું થઈ જાય. જેવું
આપણે” બોલીએ ને એવું સ્વરૂપ પુદ્ગલનું થઈ જાય. ભાવ એનું ફળ દ્રવ્ય સ્વરૂપ થઈ જાય. પુદ્ગલનો ગુણ છે એવો અને ‘હું કર્તા નહીં' તો પછી એ પુદ્ગલને કશું ના થાય. હોય તો ય છૂટાં થઈ જાય. જ્ઞાતા-દ્રષ્ટા થયા કે છૂટા થઈ જાય. કર્તા છે, ત્યાં સુધી નવા પુદ્ગલ ગ્રહણે ય કરે અને જૂના છોડેય ખરાં. છોડનારો ય “એ” ને ગ્રહણ કરનારો ય “એ”. અને આ તો ગ્રહણ કરનારો બંધ થયો ને છોડનાર વ્યવસ્થિત, ‘પોતે’ વચ્ચે નવરો થઈ ગયો.
હવે એ ભારે વસ્તુ લોકોને શી રીતે સમજાય ? આમાં મેળ પડે નહીં, એટલે એમ જ જાણે કે મૂળ ચેતન જ આ બધું કરે છે !
ભાવકર્મ તિજ ૫તા ! પ્રશ્નકર્તા: તો કૃપાળુદેવે બીજું કહ્યું છે કે, “ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતન રૂપ, જીવવીર્યની સ્કૂરણા, ગ્રહણ કરે જડધૂપ.” એ