________________
પ્રકૃતિને નિહાળી રહ્યો તે પરમાત્મા !
૧૨૫
૧૨૬
આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ)
બનેલું લોકોની બધી પ્રકૃતિ દેખાય. પોતાની પ્રકૃતિ દેખાય, હવે એડજસ્ટમેન્ટ કઈ રીતે લેવું, એ બધું દેખાય.
દાદાશ્રી : હા, બધું દેખાય. પ્રકૃતિને ઓળખી જાયને. પોતે પુરુષ થયો એટલે પ્રકૃતિને ઓળખે, નહીં તો પ્રકૃતિને ઓળખે જ નહીંને ! તેનું નિરીક્ષણ કરે પ્રકૃતિનું, પૃથ્થકરણ કરે. મહીં ગુણ હોય, તેને ય ખોળી કાઢે.
પછી આમ દરેકની પ્રકૃતિ હોયને અને એ પ્રકૃતિ ખપાવે તો ભગવાન થાય. એ પ્રકૃતિને ખપાવી દે અગર એ પ્રકૃતિને જાણે તો ભગવાન થવાની શરૂઆત કરેબાકી પોતાની પ્રકૃતિને પોતે જાણે તો ભગવાન થવાની શરૂઆત થઈ ગઈ. અને ખપાવી દે, જાણ્યા પછી સમભાવે નિકાલ કરીને. પ્રકૃતિને જુએ, શું શું કોની જોડે, ચંદુભાઈ બીજાં જોડે શું કરે છે ? એ પોતે જુએ. લઢતો હોય તો લઢતાં ય જુએ.
પ્રશ્નકર્તા : પછી દાદા, એ ખપાવવાની કેવી રીતે ?
દાદાશ્રી : પ્રકૃતિને જોયા કરે એનું નામ જ ખપાવવાનું. એટલે વહેવારમાં ખપાવવું એટલે સમભાવથી ખપાવવું. મનને ઊંચું-નીચું થવા દે નહીં. કષાયોને મંદ કરીને બેસી રહેવું ને ખપાવ્યા કરવું એ ખપાવ્યા કહેવાય. આ છેલ્લું ખપાવે છે. આ તો નિવેડો જ આવી ગયો, જોયા કર્યું છે. ભગવાન મહાવીર એક પુદ્ગલને જ જોયા કરતાં હતાં. પુદ્ગલ કઈ બાજુ ફરે છે, ભમ્યા કરે છે ક્યાં ? એને જ જોયા કરતાં હતાં. એટલે અમે કહીએ છીએ કે, તમારી પ્રકૃતિને જુઓ, નિહાળો !!!
ગમે તેવાં મનુષ્યને, તીર્થકરોને ય પ્રકૃતિ હોય. તે નિવેડો કર્યા વગર છૂટકો જ નથી.
એ લોકોનાં મોઢેથી નીકળેલો શબ્દ છે અને એ લોકો જ સમજ્યા છે અને બીજાં લોકો બોલે ખરાં, પણ સમજ્યા તો એ જ લોકો કે નિર્વાણ એટલે શું ?!
પ્રશ્નકર્તા: ત્યાં સુધી ભરત ક્ષેત્રમાં એક અવતાર વધારે કરવો પડે એવું થાય ને ?
દાદાશ્રી : એવું બધું વિચારવાનું નહીં. આ બધા વિચારોમાં પડવાનું નહીં. એથી આગળ જઈને પ્રકૃતિને નિહાળો, પ્રકૃતિ શું કરે છે તે જુઓ, એને નિહાળો.
ખરો પુરુષાર્થ તો, પોતે પુરુષ થયા પછી પ્રકૃતિને જોયા કરે એ ખરો પુરુષાર્થ. પ્રકૃતિને નિહાળ્યા જ કરે, બસ. એક અવતારમાં મોક્ષે જાય, આવું નિહાળવાનું જો આવડી ગયું તો.
એ છે છેલ્લામાં છેલ્લી સ્વરૂપભક્તિ ! પ્રશ્નકર્તા : પોતાની પ્રકૃતિ હવે ગમે નહીં, પ્રકૃતિ દેખાય અને હવે એ પ્રકૃતિ એવી થઈ છે કે જે ગણનારો હતો, તે જ હવે ભૂલી જાય છે.
દાદાશ્રી : પહેલાં પ્રકૃતિ દેખાતી હતી ? પ્રશ્નકર્તા : બિલકુલ નહીં, દાદા.
દાદાશ્રી : કેવો આત્મા પ્રાપ્ત થયો છે ! ઓહોહો, જે પ્રકૃતિને નિહાળે. પ્રકૃતિને નિહાળે, પોતે પ્રકૃતિરૂપે રહીને ફરેલો તે જ પોતાની પ્રકૃતિને નિહાળે છે. હવે શું ? જે જ્ઞાતા હતી તે જ જોય થઈ ગઈ. દ્રષ્ટા હતી તે દ્રશ્ય થઈ ગઈ.
ચંદુભાઈ જે કરે એ પ્રકૃતિને નિહાળવી એ સ્વરૂપ ભક્તિ. પ્રકૃતિને નિહાળવી. એમાં કરવાનું શું હોય તે ? જે નિહાળે છે, એને પ્રકૃતિ રિસ્પોન્સિબલ નથી, નિહાળતા નથી તેને રિસ્પોન્સિબલ છે.
પ્રશ્નકર્તા : આપણે વિધિઓ બોલીએ છીએ, નમસ્કાર વિધિ બોલીએ, ચરણ વિધિ બોલીએ, એ સ્વની ભક્તિ કહેવાય કે આપણે પ્રકૃતિને જોવી એ ?
પ્રશ્નકર્તા : સિદ્ધદશા થયા પછી, ત્યાં પ્રકૃતિ ના હોય ?
દાદાશ્રી ત્યાં ના મળે. નિર્વાણ થયે પ્રકૃતિ ગઈ. નિર્વાણ એટલે શું? પ્રકૃતિને જોઈ ને જાણી પછી પ્રકૃતિ રહી નહીં. પછી સિદ્ધદશા ઉત્પન્ન થઈ, ત્યાં આગળ નિર્વાણ કહેવાય. બીજા લોકો આ નિર્વાણ શબ્દ ગમે ત્યાં વાપરે છે. એ નિર્વાણ શબ્દનો અર્થ છે એનો ઘાત કરે છે. નિર્વાણ જે પામ્યા છે ને,