Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 6
________________ તા. ૧૫-૮-૪૭થી ભારત સ્વતંત્ર થયું અને ભારતનાં દેશી રાજ્ય સને ૧૯૪૮માં સ્વતંત્ર ભારતમાં ભળ્યાં. આ સમયે દરબારની ભાવના, એકસામટી રકમ લઈ, આ રોપાની રકમ જતી કરવાની હતી. પરંતુ તેમ કરવું અમને વ્યાજબી ન લાગતાં તે પ્રશ્ન મેક્ફ રાખવામાં આવ્યું. સૌરાષ્ટ્ર સરકારની રચના થઈ એટલે શ્રી ઢેબરભાઈએ મને રાજકેટ બેલા અને જણાવ્યું કે સૌરાષ્ટ્ર સરકાર આ વેરે હવેથી લેશે નહિ, જેથી ૧૯૪૮થી આ રૂ. ૬૦૦૦૦-૦૦ (સાઠ હજાર)ની રકમ આપવાનું બંધ થયું. હરિજન-મંદિર-પ્રવેશને પ્રશ્ન શ્રી શત્રુંજય તીર્થ ઉપરનાં દેરાસરમાં હરિજનના પ્રવેશ અંગેનો પ્રશ્ન સને ૧૯૫૫માં ઊભે થયો.શેઠ આણંદજી કલ્યાણજીની હિંદુસ્તાનના પ્રતિનિધિઓની મીટિંગમાં આ અંગે ચર્ચા-વિચારણા થઈ. અને એક નિવેદન દ્વારા જણાવવામાં આવ્યું કે જેન આચારને અનુસરીને દર્શનાર્થ જનાર કેઈને રેકવા નહિ. પરિણામે હરિજન-મંદિર-પ્રવેશની ચળવળ શાંત પડી ગઈ. ગિરિરાજ ઉપરને રસ્તે શત્રુંજય તીર્થ ઉપર જવાનો રસ્તો સુગમ ન હતું, તેથી પગથિયાં બાંધવાનું કામ સને ૧લ્પરની સાલમાં શરૂ કર્યું. તે કામ સને ૧૯૫૬ સુધી ચાલ્યું. તેને ખર્ચ રૂ. ૪૬૦૦૦૦-૦૦ (ચાર લાખ સાઈઠ હજાર રૂપિયા) થયે. પગથિયાં એવાં બંધાવ્યાં છે કે જેથી ચઢતાં શ્વાસ ન ચઢે. પગથિયાંની સંખ્યા ૩૨૧૬ છે. ત્યારબાદ સને ૧૯૬૫ની સાલમાં ઘેટીની પાગથી ઉપર ચઢવાનાં પગથિયાં પણ રૂ. ૧૧૮૦૦૦-૦૦ (એક લાખ અઢાર હજાર) રૂપિયાના ખર્ચે બંધાવ્યાં. જીર્ણોદ્ધારનું કામ ઈ. સ. ૧૯૬રમાં શત્રુંજય તીર્થના જીર્ણોદ્ધારનું કામ હાથ પર લીધું. શત્રુંજય તીર્થનાં મંદિરમાં દેલવાડા કે રાણકપુર જેવું શિલ્પકામ નથી, તેમ સામાન્ય અભિપ્રાય હતો. કારણ કે ત્યાંનાં

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42