Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 12
________________ પ્રતિમાજીઓ બિરાજમાન કરવાના નકરાની રકમ રૂપિયા ૬,૪૭૭૯૧-૦૦ આવી છે અને સાત પ્રતિમાજીઓની ઉછામણીમાં રૂ. ૪,૭૬,૮૮૫–૦૦ આવ્યા છે. ઉપરાંત ધજાદંડ, કળશ, દ્વારે દૃઘાટનની તથા વિધિ, વરઘોડો વગેરેની ઊપજ આવી તે જુદી. ભાતાઘર પાલીતાણામાં જૂનું ભાતાઘર હતું, તે નાનું હતું અને પૂરતી સગવડવાળું નહોતું. દિન-પ્રતિદિન વધતી જતી યાત્રિકોની સંખ્યા અને સુવિધાઓ ધ્યાનમાં લઈ એક નવીન ભાતાઘર બંધાવ્યું છે, જેની પાછળ રૂ. ૨,૬૦,૦૦૦-૦૦ (બે લાખ સાઈઠ હજાર) જેટલો ખર્ચ થયે છે. મ્યુઝિયમ - જે જે પુરાતન વસ્તુઓ – મૂર્તિઓ કે અવશેષે – આપણને મળે તે એક ઠેકાણે સુવ્યવસ્થિત જોવા મળે અને એની સાચવણી પણ થાય તે માટે, પાલીતાણા જયતળેટી પાસે, એક મ્યુઝિયમ એંસી હજાર રૂપિયાના ખર્ચે તૈયાર કરાવ્યું છે. ભગવાન આદીશ્વરનાં ચિત્રો - જૈન સંસ્કૃતિ તથા શ્રી શત્રુંજય તીર્થની દષ્ટિએ આદીશ્વર ભગવાનને મહિમા જૈન સંઘમાં ઘણો છે. તેથી એમના જીવનનાં તથા પૂર્વભનાં ચિત્ર દેરાવવામાં આવે તો તે ઘણું આવકારદાયક થાય એમ વિચારીને એક એક ચિત્રમાં ભગવાનના અનેક જીવનપ્રસંગોને રજૂ કરતાં છ મોટાં ચિત્રો વિ. સં. ૨૦૧૨ની સાલમાં દોરાવરાવ્યાં છે. આપણી પ્રાચીન હસ્તપ્રતોનાં ચિત્રોનો ઝીણવટભર્યો અભ્યાસ કરીને કળાકારે દરેલાં આ ચિત્રોની, ચિત્રકળાના વિશારદોએ પણ મુક્ત મને પ્રશંસા કરી છે. આ ચિત્રે શરૂઆતમાં ગિરિરાજ ઉપર શ્રી પુંડરીક સ્વામીના દેરાસરમાં મૂકવામાં આવ્યાં હતાં. પણ ભેજવાળી હવાની એ ચિત્ર ઉપર માઠી અસર થવાને કારણે હવે એ ચિત્રો ગિરિરાજની તળેટીમાં બંધાવવામાં આવેલ મ્યુઝિયમમાં ગોઠવવામાં આવ્યાં છે,

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42