Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 16
________________ મેં નક્કી કર્યું. ધર્મશાળા ૨૦ ઓરડાની તૈયાર કરાવી. તેને ખર્ચ તે વખતે રૂ. ૪૦૦૦૦-૦૦ થયો હતો. ધર્મશાળા તૈયાર થઈ એટલે જમનાભાઈ ભગુભાઈ શેઠનાં ધર્મપત્નીએ ઇચ્છા દર્શાવી કે તે ધર્મશાળા તેમના નામથી થાય. મેં તુરત જ હા પાડી. અને આજે તે તેમની ધર્મશાળા તરીકે અસ્તિત્વમાં છે. આટલી સુંદર સગવડવાળી ધર્મશાળા હજુ સુધી બીજે કઈ ઠેકાણે બંધાઈ નથી. ભોજનશાળા, રસ્તા અને ચાને સ્ટેલ - અમે જોયું કે ત્યાં ભેજનશાળા કરવામાં આવે તે વધુ યાત્રીઓ આ તીર્થને લાભ લઈ શકે. શેઠ પન્નાલાલજી છગનલાલજીએ એ ખર્ચ આપવા સૂચન કર્યું, જે અમે સ્વીકાર્યું અને ત્યાં ભોજનશાળા શરૂ કરી. ત્યારબાદ રસ્તાની સગવડ પણ કરાવી, જેને લીધે દર વર્ષ યાત્રીઓની સંખ્યા વધતી ગઈ. અમે બીજી ધર્મશાળા ૧૦ ઓરડાઓની બંધાવી છતાં સગવડ ઓછી પડવા માંડી એટલે ત્રીજી ધર્મશાળા ૭ એરડાઓની બંધાવી. સાથે સાથે જૂની ધર્મશાળાને પણ સુધરાવી સગવડવાળી બનાવડાવી, જેમાં ઘણું યાત્રીઓ ઊતરે છે. ' જેમ જેમ યાત્રિકોની અવરજવર વધતી ગઈ તેમ તેમ તેમના માટે સ્નાનગૃહ, વીજળી વગેરેની સુવિધાઓ તથા સાધને વધારવામાં આવ્યાં, અને હવે એક વ્યાખ્યાન-હોલ બનાવવાનું હાથ ઉપર લીધું છે. આ તીર્થ જગલમાં આવેલું છે. યાત્રીઓ માટે ચાની પણ સગવડ નહોતી, એટલે એક સ્ટોલ શરૂ કરાવ્યો. પરંતુ મને લાગ્યું કે ભવિષ્યમાં આપણું માલિકીનાં આવાં તીર્થસ્થાનમાં બીજાના સ્ટોલ થાય અને પાછળથી તકરાર ઊભી થાય, તે સારું નહીં, જેથી પેઢી તરફથી આની વ્યવસ્થા શરૂ કરવામાં આવી. સૂર્યમંદિર આ તીર્થની પાસે એક સૂર્યમંદિર પણ આવેલું છે. મને લાગ્યું કે ભવિષ્યમાં આપણી માલિકીની જગા સારુ તકરાર ઊભી ન થાય

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42