Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 39
________________ છે? આ મુદ્દા ઉપર ઉદયપુરના દરબાર પાસે બે વર્ષ સુધી કેસ થા, જેમાં તાંબરેશને દેઢેક લાખ રૂપિયા જેટલું અને દિગંબરેને સવા લાખ રૂપિયા જેટલું ખર્ચ થયું હતું અને એ માટે શ્રી ચીમનલાલ સેતલવાડ અને મહમદઅલી ઝીણા જેવા મોટા મોટા ધારાશાસ્ત્રીઓએ સામસામી દલીલ કરી હતી. પણ ઉદયપુર દરબારે એ કેસનું જજમેન્ટ બહાર ન પાડયું અને મંદિરનો વહીવટ દરબાર તરફથી અમલદાર નીમીને ચલાવવા માંડ્યો, જે આજ સુધી એમ જ ચાલે છે, એટલું જ નહીં, પણ બન્ને પક્ષેની તકરારને લઈને તીર્થમાં હિંદુ વિધિવિધાન પણ થવા માંડયાં છે. આ પરિસ્થિતિ દુસહ્ય હોવાથી મેં આ માટે દિગબર સાથે વાટાઘાટ શરૂ કરી. તેમાં પહેલે મુદ્દા એ ચર્ચો કે કાં તે હાલ જે વિધિવિધાને ચાલે છે, તે તે પ્રમાણે ચાલુ રાખવા અને તેમાં બન્ને પક્ષમાંથી કેઈએ ફેરફાર કરે નહીં અથવા તે વિ. સં. ૧૯૮૨માં જે વિધિવિધાનેની નોંધ થયેલી છે, તે પ્રમાણે ચાલુ રાખવું. દિગંબર સમાજ તરફથી એમની તીર્થક્ષેત્ર કમિટીના સેક્રેટરી શ્રી રતનચંદ ઝવેરી સાથે આ માટે વાટાઘાટ શરૂ થઈ. છેવટે તેમણે કહ્યું કે વિ. સં. ૧૯૮૨માં જે નેધ થઈ છે તે તેમને કબૂલ છે, પણ તેમાં ચાર મૂતિઓને જે ચાંદીની આંગી ચઢે છે તે ન ચઢવી જોઈએ. મેં કહ્યું કે એક વખત તમે વિ. સં. ૧૯૮૨ની નોંધ કબૂલ રાખે તે પછી તેમાં હું યત્કિંચિત્ પણ ફેરફાર કરવા કબૂલ થઈશ નહીં. એ વાત તે કબૂલ કરે એવું વાતાવરણ હતું. પણ એ વખતે પૂ. ધર્મસાગરજી મહારાજે દિગંબરે સામે કેટમાં કેસ માંડ કે કેસરિયાજી તીર્થ શ્વેતાંબરનું જ છે, અને દિગંબરેએ એમાં કોઈ દખલ કરવી નહીં. તે ઉપરથી અમારે અમારી વાટાઘાટો અધૂરી રાખવી પડી. તે કેસમાં નીચલી કોર્ટમાં પૂ. ધર્મસાગરજી મહારાજ જીત્યા, એટલે દિગંબરો તે કેસ ઉપલી કોર્ટમાં લઈ ગયા, અને ત્યાં નીચલી કોર્ટનું જજમેન્ટ કાયમ ના રહ્યું. હું માનું છું કે આ તીર્થના વહીવટ સંબંધી દિગંબર સમાજ સાથે

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42