Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 37
________________ ૨૬ પેઢીને ઇતિહાસ * શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની કાર્યવાહી ઘણું વિશાળ છે. એમાં તીર્થોના હક્કોની સાચવણ, તીર્થો તથા જિનમંદિરના જીર્ણોદ્ધાર, નવાં જિનમંદિર બનાવવાં, આ માટે જુદાં જુદાં સ્થાનના સંઘોને જરૂરી સલાહ-સૂચના તથા સહાય આપવી વગેરે અનેક કાર્યોનો સમાવેશ થાય છે. વળી, પેઢીની કામગીરીની વિગતો અઢીસો વર્ષ જેટલી જૂની મળતી હોવા છતાં, ખરી રીતે, જૈન સંઘની આ પેઢીની કામગીરીનો સમય તો તે પહેલાંના સમય સુધી પહોંચે એટલો લાંબે છે. ઉપરાંત, પેઢીનું દફતર પણ સારી રીતે સચવાયેલું છે, અને એ અઢી-ત્રણસો વર્ષ જેટલું જૂનું પણ છે. એટલે જે આ બધી સામગ્રીને ઉપયોગ કરીને પેઢીનો સવિસ્તર ઇતિહાસ તયાર કરાવવામાં આવે છે તેથી ઘણું ઉપયેગી માહિતી આપણે જાણું શકીએ તેમ જ આપણા પ્રતાપી પૂર્વ કેવાં કેવાં સારાં કાર્યો કરી ગયા તેની ગૌરવભરી વિગતે પણ જાણી શકીએ. તેથી બેએક વર્ષ પહેલાં આ કામ રતિલાલ દીપચંદ દેસાઈને સેંપવામાં આવ્યું છે અને એકાદ વર્ષમાં એ પૂરું થઈ જશે એવી ઉમેદ છે. ' આ તીર્થોની ગાઈડ આપણું તીર્થોની યાત્રાએ જતાં જિજ્ઞાસુ યાત્રિકોને જે તે તીર્થ સંબંધી ટૂંકી માહિતી આપતી ગાઈડે છપાવવામાં આવે એ જરૂરી છે. આ જરૂરિયાતને પૂરી કરવા માટે ગુજરાતના શિલ્પસ્થાપત્યકળા તથા પુરાતત્ત્વના વિખ્યાત વિદ્વાન શ્રી મધુસૂદન ઢાંકી પાસે શ્રી શત્રુંજય, કુંભારિયા, રાણકપુર તથા ગિરનારની ગાઈડ લખાવી છે, અને તે સચિત્ર છપાવવાની પેઢીની ચેજના છે. આમાંની ગિરિરાજ શ્રી શત્રુંજયની ગાઈડ છપાઈ ગઈ છે, અને બાકીની ગાઈડે પણ છપાવવામાં આવશે. આ ગાઈડને હિંદી તથા અંગ્રેજી ભાષામાં અનુવાદ છપાવવાની પણ ઈચ્છા છે.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42