Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha Author(s): Anandji Kalyanji Pedhi Publisher: Anandji Kalyanji PedhiPage 36
________________ તીર્થસ્થાનના જીર્ણોદ્ધાર માટે બને તેટલી વધુ સહાય આપવાનું રહ્યું છે. છેલ્લાં પચાસેક વર્ષ દરમ્યાન નવાં જિનમંદિરે માટે, પેઢી હસ્તકનાં તીર્થો અને જિનમંદિરના જીર્ણોદ્ધાર માટે, તેમ જ આબુ વગેરે બીજા તીર્થો તથા જિનમંદિરોના જીર્ણોદ્ધાર માટે, આશરે સાડા પાંચસે જિનમંદિરમાં થઈને, લગભગ એક કરોડ રૂપિયા ખરચવામાં આવેલ છે. - વિ. સં. ૧૯૯૨ની સાલમાં શ્રી અમદાવાદ દેરાસર જીર્ણોદ્ધાર કમિટીની સ્થાપના થઈ હતી. આ સંસ્થાનું કાર્યાલય શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં છે. અને એણે છેલ્લા ચાર દાયકા દરમ્યાન ચારસો જેટલાં દેરાસરના જીર્ણોદ્ધારમાં આશરે તેત્રીસ લાખ રૂપિયા ખરચ્યા છે. આ રકમને સમાવેશ પેઢીએ ખરચેલ એક કરેડ રૂપિયામાં થતો નથી. ' જેન તીર્થોને ઇતિહાસ - આપણું તીર્થો અને જિનમંદિરે દેશભરમાં ઠેર ઠેર પ્રસરેલાં છે. એની માહિતી એકત્ર કરીને પુસ્તકરૂપે છપાવવામાં આવે તે તે આ સંબંધી માહિતી મેળવવા ઇચ્છનારને તથા ઈતિહાસ અને પુરાતત્ત્વના સંશોધકોને પણ ઉપયોગી થઈ પડે. આ ઉપરથી આપણે ખાસ માણસે રેકીને આવી સામગ્રી એકત્ર કરીને એ “જૈન તીર્થ સર્વસંગ્રહ” નામે ત્રણ મોટી સાઈઝનાં દળદાર વેલ્યુમાં પ્રગટ કરવામાં આવી છે. આમાં કોઠાઓમાં ૪૩૯૫ સ્થાનનાં જિનમંદિર, ઉપાશ્રયે, જૈનોની વસતી, ધર્મશાળાઓ વગેરેની માહિતી આપવા ઉપરાંત ૨૭૦ તીર્થરૂપ સ્થાનેનું તેમ જ ઓરિસામાં આવેલ ઉદયગિરિ-ખંડગિરિની પ્રાચીન જૈન ગુફાઓનું વર્ણન આપવામાં આવ્યું છે. સાથે સાથે એમાં જૈન તીર્થોને નકશે પણ મૂકવામાં આવેલ છે. આ ગ્રંથ પેઢીનું એક મહત્ત્વનું પ્રકાશન છે.Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42