Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 35
________________ મંદિરના વહીવટની પ્રશંસા કરી છે અને એવી ભલામણ કરી છે કે હિન્દુ મંદિરેએ પણ જૈનેના વહીવટ જે વહીવટ અપનાવ. દ્રસ્ટ એકટને આવકાર સને ૧૯૪માં જ્યારે મુંબઈ રાજ્ય પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ એકટ ઘડવાનો વિચાર પ્રજા સમક્ષ મૂક્યો અને તે દિશામાં જરૂરી પગલાં ભર્યા તે વખતે, આપણા સંઘમાંની કેટલીક વ્યક્તિઓની નારાજ વહારીને પણ, મેં તેને આવકાર આપ્યો હતો, તે એ દષ્ટિએ કે આપણાં ટ્રસ્ટના વહીવટ હમેશાં કાર્યક્ષમ અને સ્વચ્છ રહે અને જે હેતુ માટે ટ્રસ્ટ ઊભું થયું હોય તે હેતુની મર્યાદામાં રહીને જ કામ થતું રહે. અને આપણું અનુભવે બતાવ્યું છે કે, આ વાત કેટલી મહત્ત્વની અને ઉપયોગી સાબિત થઈ છે. તે ટ્રસ્ટની સ્ટેન્ડિંગ કમિટી ગુજરાત રાજ્યનાં ટ્રસ્ટના વહીવટના કેટલાક સવાલો હલ કરવા સને ૧૯૬૩માં એક સ્ટેન્ડિંગ કમિટીની રચના કરી હતી. કમિટીએ તમામ ટ્રસ્ટને સ્પર્શતા સવાલે ઉપાડ્યા અને ચેરિટી કમિશ્નર તરફથી દ્રની ઊપજ પર બે ટકા લેખે વહીવટી ચાર્જ લેવાતો હતો, તેમાં ઘટાડો કરાવી એક ટક કરાવે, તેમ જ ટ્રસ્ટને મળતી બક્ષિસના દસ્તાવેજો ઉપર સ્ટેમ્પડ્યુટી લેવાતી હતી તેને તા. ૨૦-૧-૭૬ સુધી માફી અપાવી. આ મુદત લંબાવવા માગણી કરી છે. - ગુજરાત રાજ્ય અને ભારત સરકાર તરફથી ટ્રસ્ટને લગતા કાયદામાં સુધારાવધારા સૂચવવામાં આવે છે, તેને પણ અભ્યાસ કરી કમિટી યોગ્ય ફેરફાર સૂચવે છે અને તે અંગે રજૂઆત પણ કરે છે. જીર્ણોદ્ધાર ." પેઢીનું સામાન્ય વલણ જ્યાં ખાસ જરૂર હોય ત્યાં નવા જિનમદિર માટે સહાય આપવાનું અને પ્રાચીન જિનમંદિરે અને

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42