Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 33
________________ આપણે લેપ કરાવવાનું કામ શરૂ કર્યું. દિગંબરેએ લેપનું કામ અટકાવવા સારુ શાજાપુર ડિસ્ટ્રિકટ કોર્ટમાં દાવો કર્યો. સદભાગ્યે એનો ફેંસલો આપણું તરફેણમાં આવ્યા. નામદાર કોર્ટે ઠરાવ્યું કે મુખ્ય મૂતિ ઉપર કર-લંગટ, સન્મુખ દષ્ટિનાં જે પ્રિન્ટ છે તે, જ્યારથી મૂતિ બની ત્યારથી છે. મંદિર શ્વેતાંબરેનું છે અને વહીવટ શ્વેતાંબરે કરતા આવ્યા છે. આ ફેંસલા વિરુદ્ધ દિગંબરેએ હાઈકેટમાં અપીલ તથા સુપ્રીમ કોર્ટમાં અરજી આપી, જે કોર્ટ નામંજૂર કરી. મુખ્ય મૂર્તિને ઘણો જ સુંદર લેપ થયે છે. - સને ૧૯૬૦ થી આજ સુધીમાં શ્રી મકસીજી તીર્થમાં જે કામે થયાં છે, તેમાં મુખ્ય મુખ્ય આ છે – (૧) સભામંડપની દીવાલ ઉપરથી જૂને રંગ કાઢી નાખીને અસલ પથ્થરની કતરણી બહાર લાવવામાં આવી છે, જેથી દેરાસર તદ્દન નવું બન્યું હોય તેવું દેખાય છે. (૨) ભોજનશાળાનું મકાન આધુનિક સગવડવાળું એક લાખ પંદર હજાર રૂપિયાના ખર્ચે બની ગયું છે. ભોજનશાળા આ મહિનામાં ચાલુ થઈ જશે. (૩) નવી ધર્મશાળા બાર ઓરડાઓની બંધાઈ રહી છે, જેમાં નીચે - ત્રણ તથા ઉપર ત્રણ એમ છ ઓરડાઓ લગભગ તૈયાર થઈ ગયા છે. - એક જાણવા જે પ્રસંગ હસ્તિનાપુર તીર્થના નવીન જિનમંદિરનો નકશો મિસ્ત્રી અમૃતલાલે તૈયાર કર્યો હતો. જયપુરના પંડિત ભગવાનદાસ જેને ૧૯૬૩માં મારા આગળ એ પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે મિસ્ત્રી ધજાદંડ આમલસારમાં રાખે છે, જ્યારે ખરેખર એ શિખરમાં જ રાખવા જોઈએ તેમ જ મંદિરમાં દરેક થાંભલાઓની કુંભીઓ મંદિરના કુંભાના બરાબર માપમાં રાખવાનું શાસ્ત્રમાં વિધાન છે, છતાં તમારા મિસ્ત્રીઓ

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42