Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 32
________________ છોટા મંદિર, એટલે દિગંબર મંદિર, દિગંબરને સોંપાયું. બીજી અગત્યની શરત એ હતી કે યાત્રાળુઓ એકબીજાના દેરાસરમાં પૂજન કરવા સારુ જાય તો તે દેરાસરની રીત મુજબ પૂજન કરે. પરંતુ દિગંબરને આ શરતોથી સંતોષ ના થયે, અને ફ્રજદારી કેસ થયા. છેવટે દિગંબરેએ સન ૧૮૯૮માં ટેક તાલુકા કેટમાં declatory દા દાખલ કર્યો. પરંતુ વાલિયર દરબારે આ દાવો પોતાના હાથમાં લઈ લીધો, અને તા. ૮-૨-૧૯૦૨ના રોજ ફેંસલે આપ્યો કે સને ૧૮૮૩માં જે સુલેહનામું થયું છે, તે બન્ને પક્ષોને બંધનકર્તા છે. પરંતુ આપણે મુખ્ય મૂર્તિને પ્રક્ષાલ કરીએ તે સમય બાદ, યાને છ વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં, દિગંબરે પૂજન કરવા સારુ આવે તે ફક્ત મુખ્ય મૂર્તિનું પૂજન કરી શકે, તેમ, ગ્વાલીયર દરબારે ઉપરના ઓર્ડરમાં જાહેર કર્યું. એક તરફ સને ૧૮૮૩નું પંચનામું બન્ને પક્ષેને બંધનકર્તા ઠરાવ્યું, બીજી તરફ દિગંબરોને ત્રણ કલાકે પૂજન કરવાનો હક્ક આપ્યો! આ બન્ને નિર્ણયે એકબીજાથી વિરુદ્ધના હતા. આપણા તરફથી આ ઓર્ડર સામે ઘણે વિરોધ કરવામાં આવ્યો, પરંતુ તે ઓર્ડર કાયમ રહ્યો અને તેને લીધે નવા નવા ઝઘડે શરૂ થયા. પરિસ્થિતિ વિપરીત થવાથી શ્રી મસીજી તીર્થના કાર્યકર્તાઓ હતાશ થઈ ગયા અને અમદાવાદ આવી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને શ્રી મકસીજી તીર્થનો વહીવટ સંભાળી લેવા સારુ વિનંતી કરી. સને ૧૯૨૧માં પેઢીએ શ્રી મકસીજી તીર્થને વહીવટ સંભાળી લીધો. દિગંબરોને પૂજન કરવા સારુ ત્રણ કલાક મલ્યા એટલે તે લેકે બડા મંદિર તેમ જ બડા મંદિરની પ્રોપટીમાં પોતે અર્ધા ભાગીર છે તેવું માનીને દરેક વાતમાં દખલગીરી કરીને આપણને પરેશાન કરવા લાક્યા . . . . . . . . . . . . . .

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42