Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 30
________________ ૧૯ અને હજુ દોઢેક લાખ રૂપિયા ખર્ચ થવા સંભવ છે. મુખ્ય દરવાજાનું કામ પણ હાથ ઉપર લેવામાં આવ્યુ છે. એક અદ્યતન ધર્મશાળા પણ ત્યાં થઈ ગઈ છે અને જૂની ધશાળાની સુવિધાઓ પણ વધારી છે અને મહારાજસાહેબે માટે એક નવીન ઉપાશ્રય પણ તૈયાર થઈ ગયા છે. પહેલાં ઉપર જવાના રસ્તા વિકટ હતા. સરળ રસ્તા થાય તા ચાત્રિકાને સુગમતા પડે એ દૃષ્ટિએ મે પ્રયાસા શરૂ કર્યા. તે વખતના ચીફ અન્જિનિયરે સારા રસ લઈ, મહેસાણા જિલ્લા પ્રમુખના પણ સાથ લઈ, એક ડામર રોડ તૈયાર કરાવરાવ્યેા. પરિણામે યાત્રિકા સહેલાઈથી દર્શનાથે આવી શકે છે. પહેલાં યાત્રિકાની સખ્યા જે વીસ હજારની હતી તે વધીને પાણી લાખની થઈ છે. અત્યારે અમદાવાદ, મહેસાણા, વિજાપુર, શ‘ખેશ્વર વગેરે સ્થળેાએથી ત્યાં નિયમિત ખસેા અવરજવર કરે છે. સમ્મેતશિખર શ્વેતામ્બર અને દિગ ંબર સમાજ વચ્ચે અને પાલગજના રાજા વચ્ચે સમ્મેતશિખર તીર્થ અંગે વર્ષોજૂના ઝઘડાઓ ચાલતા હતા. આ ઝઘડા લગભગ સને ૧૮૬૭થી શરૂ થયેલા. તેમાં છેવટે પ્રિવી કાઉન્સિલ સુધી આ કેસ ગયેલા અને પ્રિવી કાઉન્સિીલે સને ૧૯૩૩માં ફૈસલેા આપી પહાડ આપણી માલિકીનો ઠરાવ્યા અને દિગંબર સમાજના પૂજાના અમુક હક્ક નક્કી કરી આપ્યા. આ ફૈસલા પ્રમાણે લગભગ સને ૧૯૫૦ સુધી વહીવટ ચાલ્યેા. સને ૧૯૫૦ની આખરે બિહાર સરકારે બિહાર લેન્ડ રિફાર્મ્સ એકટ અમલમાં લાવી સદરહું મિલકત સરકાર હસ્તક ગઈ છે તેવું નોટિફિકેશન બહાર પાડયું, જે સામે આપણે સખત વિરાધ કર્યાં અને સને ૧૯૫૩માં આપણે વાસ્તવદેશી નિવેદન રજૂ કર્યું. અને સંબધકર્તાઓને મળી હકીકત સમજાવી. પરિણામે સરકારે એ નોટિફેકેશનનો અમલ માર્ક રાખ્યા.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42