Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 29
________________ તકરારે ચાલતી હતી, જે માટે આપણા તરફથી રીપ્રેઝન્ટેશન કરીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. પરિણામે તે વખતના પોલિટિકલ એજન્ટ મેજર મીકે પેઢીના વહીવટદારેને મુંબઈ બોલાવ્યા. મુંબઈ ત્રણ દિવસ વાટાઘાટ ચાલી. તે વખતે દિગંબર મંદિરમાં જવાઆવવાનું દ્વાર આપણું મંદિરમાંથી હતું. અને જે પ્રતિનિધિઓ મુંબઈ ગયેલા તેમણે દિગંબરે સાથે સમજૂતી કરી કે આપણા મંદિર માંથી જવાનું તેમનું બારણું પૂરી નાખવું અને તેમના મંદિરને ભાગ તેમને રહે અને આપણા મંદિરમાં તેમની કેઈ દખલ રહે નહિ. ઉપરાંત, તારંગાના પહાડ ઉપર ચાર દેરીઓ છે, જેમાં આપણું તરફની બે આપણે રાખી અને તેમની બાજુની બે ટેકરી ઉપરની દેરીએ તેમને આપી. આ પ્રમાણે કરાર કરી અમે અમદાવાદ પાછા આવ્યા. આ જાતના કરાર કર્યા છે, તેમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને ખબર પડયા, ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સે થયેલા, અને કહે કે આ કરાર હું કબૂલ નહિ રખાવું. અમે કીધું કે ખૂબ જ જહેમત ઉઠાવીને અમે આ કરાર કરી આવ્યા છીએ, માન્ય રાખવે પેઢીના હિતમાં છે. ટીંબાના ભાગીદારો સાથે પણ તા. ૧૦-૧૦-૧૯૨૭ના રોજ એગ્રીમેન્ટ કરાવ્યું. અને તેથી તેમના હક્કો બાબત પણ નિકાલ થશે. ભાગીદારોએ વાર્ષિક રૂ. ૩૧૦૦-૦૦ લેવાની શરતે તેમના કર ઉઘરાવવાના તમામ હક્કો છેડી દીધા. તારંગા તીર્થનું મંદિર પ્રાચીન સ્થાપત્યને એક અજોડ નમૂને છે. સમયાનુસાર તેમાં ઘણું ફેરફાર થયા હતા. મંદિર ઊભું તે રાખ્યું, પણ તેનું સ્વરૂપ બદલાઈ ગયું હતું. મેં અને મારા સાથીઓએ મંદિરના એક ભાગ ઉપરને ચૂને ઉખડાવીને જોયું તે નીચે ઊંચા પ્રકારનું શિલ્પ માલુમ પડયું, જેથી તેને જીર્ણોદ્ધાર સને ૧૯૬૩માં શરૂ કર્યો. અત્યાર સુધીમાં એમાં રૂ. ૧૨,૬૦,૦૦૦-૦૦ ખર્ચ થયો છે,

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42