Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 27
________________ એમાં ૧૧૦૦૦૦ (એક લાખ દસ હજાર) કારીગરના દિવસે લાગ્યા અને કુલ ૧૪ લાખ રૂપિયામાં કામ પૂરું થયું. અમે મુખ્ય બે મંદિરેઆદીશ્વર ભગવાન તેમ જ તેમનાથ ભગવાનનાં મંદિરના જીર્ણોદ્ધાર ઉપરાંત બીજા બે મંદિરમાં જે મરામત કરાવવાની હતી તે બધી કરાવી લીધી હતી. આ મંદિરને જીર્ણોદ્ધાર જેવા ઘણું નામાંકિત શિલ્પીઓ, તેમ જ શિલ્પનું કામ સમજનાર આવી ગયા અને તે બધાએ એકીઅવાજે એવી નેંધ લખી છે કે મરામત ઘણી જ સુંદર થઈ રહી છે. ભારતના રાષ્ટ્રપ્રમુખ રાધાકૃષ્ણન તથા પંતપ્રધાન શ્રી પંડિત નેહરુ : • પણ જીર્ણોદ્ધારને જોઈને તેના મુક્ત કંઠે વખાણ કરી ગયા છે. L. કુંભારી આજી. - કુંભારીઆમાં આપણાં પાંચ મંદિરે છે. તેમાંના એક મંદિરને થોડાં વર્ષ ઉપર જીર્ણોદ્ધાર કરાવવામાં આવેલ. તેમાં પશ્ચિમાત્ય શિલ્પ દાખલ કરેલું, તે મેં કઢાવી નાખી આપણા જૈન શિલ્પના જેવું કરાવ્યું. તે ઉપરાંત બીજા મંદિરમાં જે મરામતની જરૂર હતી તે પૂરી કરાવી, કમ્પાઉન્ડમાં ઝાડે વવરાવ્યાં. આપણી મિલકતમાં ભવિષ્યમાં કઈ ડખલ કરતું ના આવે તે સારુ કેટ બંધાવી લીધો. એક છેડા ઉપર શિવમંદિર હતું તે આપણું મિલકત ન હતી, જેથી એને કેટની બહાર રાખી લીધું. તેનું કામ બે વર્ષ ચાલ્યું અને તેમાં ૧૩૩૦૦૦-૦૦ રૂપિયા ખર્ચ થયે. | કુંભારીઆઇમાં ધર્મશાળાની જરૂર હોવાથી અદ્યતન સગવડવાળી આઠ ઓરડાની ધર્મશાળા બની રહી છે. ઉપરાંત, મુંબઈવાળા તરફથી પણ સેળ ઓરડાની ધર્મશાળા આપણને મળશે. ત્યાં વીજળીકરણ પણ થઈ ગયું છે. મૂછાળા મહાવીર તીર્થ છે. મૂછાળા મહાવીર તીર્થનો જીર્ણોદ્ધાર સને ૧૫૪માં ધાણે૨ાવના એક આગેવાન શ્રી માંગીલાલની માગણી ઉપરથી શરૂ

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42