Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 26
________________ નાગરદાસને, તેમના દેખતાં જ, કહ્યું કે તમે આરસ કઢાવવા માંડો. હું જોઉં છું કે તમને કોણ રેકે છે? એ રીતે અમે અંબાજી નજીકના પહાડમાંથી આરસ કઢાવી દેલવાડાનાં મંદિરે જીર્ણોદ્ધાર કરાવવા નક્કી કર્યું. અને નક્કી કરતાં પહેલાં જીર્ણોદ્ધારમાં કેટલો ખર્ચ થશે તેનો એસ્ટીમેટ બે મિસ્ત્રીઓ પાસે તૈયાર કરાવ્યું. મિસ્ત્રીઓએ ત્રણ મહિનામાં એસ્ટીમેટ તૈયાર કર્યો. તે એસ્ટીમેટ રૂ. ૨૩ લાખનો હતો. અમારી સમિતિમાં મંજૂરી માટે તે રજૂ કર્યો. તે વખતના હિસાબે એસ્ટીમેટની રકમ ઘણી મેટી હતી, પણ મંદિરો જગવિખ્યાત હોઈ તેમ જ તેમાં કારીગરી ઘણી જ સુંદર હોઈ અમારી સમિતિએ તે મંજૂર કરી કામ કરવાનું અમૃતલાલ મિસ્ત્રીને સેપ્યું. કામ શરૂ થયા બાદ બેએક મહિના પછી હું આબુ ગયે. તેમણે જે કામ ત્યાં સુધીમાં કર્યું હતું તે જોઈ મેં મિસ્ત્રીને કહ્યું કે કામ ઘણું સંતોષકારક છે. મિસ્ત્રી કહે, સાહેબ! કામ તે સારું છે, પણ અમે જે એસ્ટીમેટ તમને આપે છે તેમાં અમે ઘનફૂટે રૂ. ૫૦-૦૦ ખર્ચ આવશે એમ ગણું એસ્ટીમેટ આપે છે, જ્યારે આ કામ રૂ. ૨૦૦-૦૦ (બસો રૂપિયે) ઘનફૂટ પડવા જાય છે, એટલે ચારગણું ખર્ચ આવે છે. મેં કીધું કે ફિકર નહિ, પણ કામ તે આવા ઊંચા પ્રકારનું જ થવું જોઈએ. તે પ્રમાણે અમે આબુનાં મંદિરનો જીર્ણોદ્ધારનું કામ ચાલુ રાખ્યું. તમને જાણીને વિસ્મય થશે કે અમે તે કામ ૧૪ લાખ રૂપિયામાં પૂરું કર્યું ! બન્યું એમ કે મિસ્ત્રીઓએ જે રૂ. ૨૩ લાખને એસ્ટીમેટ આપેલો તેમાં મુખ્ય મંદિર ઋષભદેવ ભગવાનનું, જે કાળા પથ્થરનું છે, તે નવું આરસનું કરવાને એસ્ટીમેટ કરે; તે ઉપરાંત પાછળ અને આગળની પાગથીમાં ત્રણ નવાં મંદિરે બનાવવાનો પ્લાન કરેલ. અમે મુખ્ય મંદિર કાળા પથ્થરનું બદલ્યું નહિ, તેમ જ બીજાં ત્રણ મંદિરે મિસ્ત્રીઓએ જણાવેલાં તે પણ બાંધ્યાં નહિ; ફક્ત તૂટેલા ભાગે જ સમરાવ્યા. આ રીતે દેલવાડાનાં મંદિરના જીર્ણોદ્ધારનું કામ ચૌદ વર્ષ ચાલ્યું.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42