Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 31
________________ 1. સરકારની આવી દરમ્યાનગીરી અટકાવવા માટે ભારતના તે સમયના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનો બિહાર સરકાર ઉપર એક ભલામણપત્ર પણ મેં મેળવેલો, જેને પરિણામે બિહાર સરકાર આપણુ પાસેથી કબજો લેતાં અટકી ગઈ બિહાર સરકારે ફરીથી, અચાનક, તા. ૧-૪-૬૪ના રેજ, સદરહુ પહાડને કબજે લઈ લેવા હુકમ કર્યો, જેને પણ આપણે સખ્ત રીતે સામને કર્યો અને છેવટે બિહાર સરકારે આપણી સાથે તા. ૫-૨-૬૫ના રોજ એક કરાર કર્યો, જેમાં ઉપરનાં મંદિરે અને તેની આસપાસનો અડધા માઈલને વિસ્તાર આપણું ધાર્મિક ક્રિયાઓ માટે મુક્ત રાખ્યું અને બાકીના ભાગના જંગલને વહીવટ સરકારે આપણા એજન્ટ તરીકે કરવાનું નક્કી થયું. અને એના ઉત્પન્નમાંથી ૬૦ ટકા ઉત્પન્ન આપણને મળે અને ૪૦ ટ્રા ઉત્પન્ન સરકારે લેવું એવું નક્કી થયું. અને તે આધારે સુઈ સાલે. સરકાર તરફથી તમામ ખર્ચાઓ કાઢતાં, આપણને રૂ. ૩૦૦૦૦-૦૦ ચોખા નફા તરીકે મલ્યા અને હવે મળતા રહેશે એવી આશા છે. આપણે મેળવેલ એગ્રીમેન્ટ એક સિદ્ધિ છે. પરંતુ દિગંબરેએ પણ પાછળથી, એટલે કે દેઢ વર્ષ બાદ, બિહાર સરકાર પાસેથી એક એગ્રીમેન્ટ કરાવી લીધું અને એ એગ્રીમેન્ટ મર્યાદિત હોવા છતાં તે ઉપરથી નવા નવા મુદ્દા ઊભા કરી આપણને કોર્ટમાં લઈ ગયા છે, જે કેસે હાલ ત્યાં ચાલી રહ્યા છે. મકસીજી . શ્રી અકસીજી તીર્થ માલવ પ્રાંતનું એક ઘણું જ પ્રાચીન તીર્થ છે. સન ૧૮૮રથી વેતાંબર અને દિગંબરે વચ્ચે ત્યાં ઝઘડાઓ શરૂ થમ હતા. તે વખતે અને સમાજના આગેવાનોએ સને ૧૮૮૩માં એક સુલેહના શું કર્યું. જેની એક મુખ્ય શરત એ હતી કે બદ્ર મંદિર, યા શ્વેતાંબર સહદિર, કતારોને સાંપવામાં આવ્યું અને

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42