Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi
Catalog link: https://jainqq.org/explore/006037/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પચાસ વર્ષની કાર્યવાહીની રૂપરેખા પેઢીના પ્રમુખપદેથી નિવૃત્ત થતાં, પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિઓની સભામાં, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈનું નિવેદન [ તા. ૭-૩-૧૯૭૬ ] कल्या 1 કપ શે ઠ આ ણ દજી કલ્યા ણ જી અમદાવાદ વિ. સં. ૨૦૩૨ Page #2 -------------------------------------------------------------------------- ________________ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની પચાસ વર્ષની કાર્યવાહીની રૂપરેખા પેઢીના પ્રમુખપદેથી નિવૃત્ત થતાં, પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિઓની સભામાં, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈનું નિવેદન [તા. ૭-૩-૧૯૭૬ ] ઝા lalba ' વલ શેઠ આણંદજી કલ્યાણજી અમદાવાદ વિ. સં. ૨૦૩૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : માપાલાલ મગનનાલ ાકર જનરલ મેનેજર શેઠ આણુંદજી કલ્યાણજી ઝવેરીવાડ, અમદાવાદ–૧ આભાર આ પુસ્તિકામાં આપવામાં આવેલ ગિરનાર, કુંભારિયાજી અને રાણકપુરતીની ક્ખીએનાં મૂળ ચિત્રા બનારસની અમેરિકન ઇન્સ્ટીટયૂટ ઍફ્ ઇન્ડિયન સ્ટડીઝ તરફથી મળેલ છે. એ માટે એના આભાર માનવામાં આવે છે. વીર નિ. સં. ૨૫૦૨ * સને ૧૯૭૬, જૂન * વિ. સં. ૨૦૩૨ મુદ્રક ઃ સ્વાતિ પ્રિન્ટિંગ પ્રેસ ગવારાના મહેાલ્લા, રિલીફ્ સિનેમા સામે, રિલીફ્ રાડ, અમદાવાદ-૩૮૦૦૦૧ શ્મીએ : દીપક પ્રિન્ટરી, અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ શેઠ આણંદજી કલ્યોગજની પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ સાહેબ, સજા સંગ્રહ કે. આજે હું શેર કરવાની પેઢીમાંથી નિવૃત્ત થાઉં છું, એટલે આપને થોડો વખત લઉં તો ક્ષમા કરશે. - હું તા. ૨૨-૧૧-૨૫ના રોજ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં જોડાયે. આજે એ વાતને પચાસ વર્ષ ઉપર થયાં. તે દરમ્યાન કેટલાક મહત્વના પ્રસંગો બન્યા, તે આપની ધ્યાન ઉપર લાવું તે તે અસ્થાને નહિ ગણાય. શ્રી શત્રુંજય તીર્થ રાપાની રકમ બાબત સને ૧૮૮૬માં પાલીતાણું રાજ્ય સાથે ૪૦ વર્ષને કરાર થયે હતો, તે મુજબ તીર્થ અને યાત્રિકોના જાનમાલની સાચવણીના રખેપાના બદલામાં પાલીતાણું રાજ્યને રૂ. ૧૫૦૦૦-૦૦ દર વર્ષે આપવાનું નકકી થયું હતું. તે મુજબ ૪૦ વર્ષ તા. ૩૧-૩-૧૯૨૬ના રેજ પૂરાં થતાં હતાં. દરબારે યાત્રિક દીઠ રૂ. ૨-૦૦ પ્રમાણે છૂટક જાત્રાવેરો વસૂલ કરવા બ્રિટીશ સરકાર પાસે માંગણી કરી. આ અંગેનું કામ પોલિટિકલ એજન્ટ મિ. સી. સી. ટસન પાસે ચાલ્યું. તેમણે બનેની હકીકત સાંભળી તા. ૧૨-૭-૧૯૨૬ના રોજ ચુકાદે આપ્યો અને તેમાં પાલીતાણા દરબારને વાર્ષિક રૂ. ૧૦૦૦૦૦-૦૦ દસ વર્ષ સુધી આપવાનું ઠરાવ્યું. અને દસ વર્ષ બાદ યાત્રિક દીઠ રૂ. ૨-૦૦ (બે રૂપિયા) પ્રમાણે મુંડકાવેરે લેવા પાલીતાણું રાજ્યને સત્તા આપી. આ ચુકાદો આપણને માન્ય ન હોવાથી તા. ૨૭–૭–૧૨ના રેજ અમદાવાદમાં સકળ સંઘના સ્થાનિક પ્રતિનિધિઓ તથા દેશના બીજા સંભાવિત ગૃહસ્થોની એક મીટિંગ બોલાવવામાં આવી, અને તેમાં ઠરાવવામાં આવ્યું કે જ્યાં સુધી આપણને આ રખેપાના સવાલ તેમ જ પવિત્ર શત્રુંજયની બીજી ચાલતી તકરારના સંબંધમાં Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂરતા અને સતાષકારક ન્યાય ન મળે ત્યાં સુધી કાઈ પણ જૈને પાલીતાણા યાત્રાએ જવું નહિ. આ આદેશ ભાવિક જૈને માટે ઘણા કઠિન હતા. છતાં પણ હિન્દુસ્તાનના એકેએક જૈને તે માથે ચઢાવ્યા, અને એક પણ યાત્રી યાત્રાર્થે ગયા નહિ. આ લડત સન ૧૯૨૮ના મે માસની આખર સુધી ચાલુ રહી. આ એક ગૌરવ લેવા જેવી વાત કહેવાય. દરમ્યાનમાં આ બાબતમાં પેાલિટિકલ એજન્ટ તેમ જ છેક વાઈસરાય સુધી આપણે લડત ચાલુ રાખી અને તે વખતના વાઈસરોય લોર્ડ રીડીંગ પાસે ડેપ્યુટેશનમાં જઈ આપણા કેસ રજૂ કર્યાં. પરંતુ લોર્ડ રીડીંગની બદલી થઈ અને તેમની જગ્યાએ લૈંડ ઇરવીન આવ્યા. એટલે તેમની પાસે પણ આપણી વસ્તુસ્થિતિ રજૂ કરી. તેમની દરમ્યાનગીરીથી પાલીતાણા દરબાર સાથે તા. ૨૬-૫-૧૯૨૮ના રાજ સમજૂતી થઈ, જેમાં પાલીતાણા દરબારને, ૩૫ વર્ષ સુધી, દર વર્ષના રૂ. ૬૦૦૦૦-૦૦ આપવાનું નક્કી થયું, અને આ કરારની રુઈ એ પહેલુ પેમેન્ટ તા. ૧-૬-૧૯૨૯ના રાજ આપવા નક્કી થયું. આ રીતે દરખરે ૧-૪-ર૬ થી ૩૧-૫-૨૮ સુધીનુ' ઉત્પન્ન પણ ગુમાવ્યુ’. આ રૂ. ૬૦૦૦૦-૦૦ની રકમ ભરવા માટે સારું એવુ ક્રૂડ ઊભું કરવુ કે જેના વ્યાજમાંથી આ રકમ આપી શકાય, એમ અમે વિચાયું. મને જણાવતાં આનંદ થાય છે કે અમે જ્યારે ફંડ ઉઘરાવવાની ટહેલ નાંખી તેા, ફક્ત ત્રણ દિવસમાં જ, અમદાવાદમાંથી છ લાખ જેવી માતબર રકમનાં વચના મેળવી શકવા અમે ખીજુ બધું કામ છેાડી સવારથી સાંજ સુધી જૈન ભાઈઓના નિવાસસ્થાને જઈ મળવાનું રાખ્યું હતુ અને જૈન ભાઈ એએ પણ એટલા જ ઉમળકાથી સારી એવી રકમ નેાંધાવી હતી. ત્યારબાદ દોઢેક લાખ મુખઈમાંથી ઉઘરાવી લીધા. આ રીતે ભેગી થયેલ રકમના વ્યાજમાંથી રૂ. ૬૦૦૦૦-૦૦ વર્ષ દિવસે પાલીતાણા દરમારને આપવાનું સુગમ થયું. Page #6 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૫-૮-૪૭થી ભારત સ્વતંત્ર થયું અને ભારતનાં દેશી રાજ્ય સને ૧૯૪૮માં સ્વતંત્ર ભારતમાં ભળ્યાં. આ સમયે દરબારની ભાવના, એકસામટી રકમ લઈ, આ રોપાની રકમ જતી કરવાની હતી. પરંતુ તેમ કરવું અમને વ્યાજબી ન લાગતાં તે પ્રશ્ન મેક્ફ રાખવામાં આવ્યું. સૌરાષ્ટ્ર સરકારની રચના થઈ એટલે શ્રી ઢેબરભાઈએ મને રાજકેટ બેલા અને જણાવ્યું કે સૌરાષ્ટ્ર સરકાર આ વેરે હવેથી લેશે નહિ, જેથી ૧૯૪૮થી આ રૂ. ૬૦૦૦૦-૦૦ (સાઠ હજાર)ની રકમ આપવાનું બંધ થયું. હરિજન-મંદિર-પ્રવેશને પ્રશ્ન શ્રી શત્રુંજય તીર્થ ઉપરનાં દેરાસરમાં હરિજનના પ્રવેશ અંગેનો પ્રશ્ન સને ૧૯૫૫માં ઊભે થયો.શેઠ આણંદજી કલ્યાણજીની હિંદુસ્તાનના પ્રતિનિધિઓની મીટિંગમાં આ અંગે ચર્ચા-વિચારણા થઈ. અને એક નિવેદન દ્વારા જણાવવામાં આવ્યું કે જેન આચારને અનુસરીને દર્શનાર્થ જનાર કેઈને રેકવા નહિ. પરિણામે હરિજન-મંદિર-પ્રવેશની ચળવળ શાંત પડી ગઈ. ગિરિરાજ ઉપરને રસ્તે શત્રુંજય તીર્થ ઉપર જવાનો રસ્તો સુગમ ન હતું, તેથી પગથિયાં બાંધવાનું કામ સને ૧લ્પરની સાલમાં શરૂ કર્યું. તે કામ સને ૧૯૫૬ સુધી ચાલ્યું. તેને ખર્ચ રૂ. ૪૬૦૦૦૦-૦૦ (ચાર લાખ સાઈઠ હજાર રૂપિયા) થયે. પગથિયાં એવાં બંધાવ્યાં છે કે જેથી ચઢતાં શ્વાસ ન ચઢે. પગથિયાંની સંખ્યા ૩૨૧૬ છે. ત્યારબાદ સને ૧૯૬૫ની સાલમાં ઘેટીની પાગથી ઉપર ચઢવાનાં પગથિયાં પણ રૂ. ૧૧૮૦૦૦-૦૦ (એક લાખ અઢાર હજાર) રૂપિયાના ખર્ચે બંધાવ્યાં. જીર્ણોદ્ધારનું કામ ઈ. સ. ૧૯૬રમાં શત્રુંજય તીર્થના જીર્ણોદ્ધારનું કામ હાથ પર લીધું. શત્રુંજય તીર્થનાં મંદિરમાં દેલવાડા કે રાણકપુર જેવું શિલ્પકામ નથી, તેમ સામાન્ય અભિપ્રાય હતો. કારણ કે ત્યાંનાં Page #7 -------------------------------------------------------------------------- ________________ બધાં જ મિશ ઉપર ચૂનાનાં પ્લાસ્ટર કરી દેવામાં આવ્યાં હતાં. અમે જેમ જેમ તે કાઢી નાંખી મરામત કરાવતા ગયા તેમ તેમ આ મદિરામાં પણ અનેાખું શિલ્પ છે તેમ પુરવાર થતું ગયું. શત્રુંજય તીર્થ ઉપર પ્રતિમાજી બેસાડવાની જૈન ભાઈ એની તીવ્ર ઈચ્છાને કારણે ઘણી મૂર્તિ એ ગમે ત્યાં બેસાડી દેવામાં આવેલી. જો આ મદિરાનેા જીર્ણોદ્ધાર કરવા હાય તા આ મૂતિઓને ` ઉત્થાપત કરવી જ જોઈ એ, એમ જણાયુ, અને અમે તેમ કરવા નક્કી કર્યું. આમાં સંખ્યાબંધ પ્રતિમાજીનુ... ઉત્થાપન કરવાનું હતું અને કેટલાક જૈન ભાઈ ઓ તથા પાલીતાણા સંઘ તરફથી એના વિરાધ પણ કરવામાં આવ્યેા હતા, જેથી આ ઉત્થાપન કરવું શાસ્ત્રીય છે કે કેમ તે માટે— (૧) પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયાદયસૂરીશ્વરજી, (૨) પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરીજી, (૩) પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી અને (૪) પૂજ્ય આચા મહારાજ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજીને પૂછી તેમની લેખિત સંમતિ મેળવી તા. ૨૬-૮-૬૪ના રાજ ઉત્થાપન કર્યું.. ચૂનાનુ` પ્લાસ્ટર કાઢી નાંખી, ભાંગ્યાતૂટ્યા ભાગે સમરાવી લીધા છે. હાલ જે દિશ નજરે પડે છે તેમાં ઊંચા પ્રકારનુ શિલ્પ છે, એટલુ જ નહિ, પણ તે ખૂબ જ સુંદર દેખાય છે. છેલ્લાં ૧૪ વર્ષથી ફક્ત દાદાની ટ્રંકનું જ મરામત-કામ ચાલી રહ્યું છે અને તેમાં રૂ. ૧૯,૦૦૦૦૦-૦૦ ( ઓગણીસ લાખ રૂપિયા ) ખર્ચ થયુ છે. હજુ આ કામ પૂરું' કરતાં ત્રણેક વર્ષ થશે તેમ લાગે છે. દાદાના દરબારમાં જવા માટે જે પાંચ મુખ્ય દ્વારા હતાં તેમાં કેટલાકમાં પાશ્ચાત્ય શિલ્પ હતું તેમ જ તે દ્વારા જર્જરિત થઈ ગયાં હતાં, તેથી તે પાંચે દ્વાર નવાં કરાવ્યાં, જેમાં રૂ. ૩૫૦૦૦૦-૦૦ (ત્રણ લાખ પચાસ હજાર) ના ખચ થયા છે. માતીશાની ટૂંકના માણસે તે મંદિરની સામે જ રહેતા હતા, તેથી મદિરની ભવ્યતા જોઈ એ તેવી દેખાતી ન હતી. તેથી તેમને Page #8 -------------------------------------------------------------------------- ________________ ડુંગરની બાજુમાં મકાન બંધાવી આપી રામપળથી અંદર પેસતાં મોટું ચોગાન ખુલ્લું કરાવ્યું. હિસાબની તપાસણી અને બજેટની પદ્ધતિ સને ૧૯૨૬ સુધી પેઢીના હિસાબે પ્રાદેશિક ટ્રસ્ટીઓમાંથી એક અથવા બે વ્યક્તિને નમી તપાસરાવવામાં આવતા હતા. તે કામ સંતોષકારક થતું ન હતું એટલે ચાર્ટર્ડ એકાઉન્ટને મહેનતાણું આપી હિસાબે તપાસરાવવાનું નક્કી કર્યું, જેથી પેઢીના હિસાબે સારી રીતે તપાસરાઈ નાની-મોટી ખામીઓ દૂર કરવામાં આવે છે. સને ૧૦૦ની સાલથી પેઢીમાં જે ખર્ચ કરવાનું હોય તેમાં બજેટ પદ્ધતિ દાખલ કરી, એટલે કે દરેક તીર્થના મુનમે આગામી વર્ષમાં કેટલી કેટલી ચીજવસ્તુઓ જોઈશે અને તેનું શું ખર્ચ થશે તે લખી જણાવે અને અમદાવાદથી મંજૂર થાય તે પ્રમાણે ખર્ચ કરે. બારેટના હો ગિરનારના બારેટના હકો આપણે વેચાણ લીધેલા હોવાથી પાલીતાણાના બારોટને તેમના હક્કો વેચાણ આપવા ઈચ્છા થઈ, જે આપણે બારેટોને વાર્ષિક રૂ. ૪૦૦૦૦-૦૦ (ચાલીસ હજાર) આપવાની શરતે તા. ૨૪-૧૦-દરના દસ્તાવેજથી વેચાણ લીધા. આ રકમ નકકી કરવામાં બારેટ કોને છેલ્લાં ત્રણ વર્ષમાં જે ઊપજ થઈ હતી તેની ગણતરી કરી નક્કી કરી હતી. એ વખતે પેઢીની ગુપ્તભંડારની વાર્ષિક આવક રૂ. ૩૭૫૦૦-૦૦ હતી. આ હક્કો વેચાણ લીધા બાદ આપણી આવક કમે કમે વધતી રહી છે અને સં. ૨૦૩૧ની આવક રૂ. ૪૭૫૦૦૦-૦૦ થઈ છે. કામદાર મંડળ સામે મક્કમતા પાલીતાણું ગિરિરાજ ડુંગર કામદાર મંડળની સ્થાપના સને ૧૯૬૭માં થઈ અને તે મંડળ તેમણે રજિસ્ટર કરાવ્યું, અને પગારવધારાની તથા બીજી માટી માંગણીઓ રજૂ કરી, જે અંગે લેબર Page #9 -------------------------------------------------------------------------- ________________ ઓફિસને ત્યાં કેસો ચલાવ્યા. દરમિયાનમાં ડુંગર કામદાર મંડળના સભ્યોએ કામ બંધ કરવાની ધમકી આપી અને કેટલાક માણસો પેઢીના દરવાજા આગળ ભૂખ હડતાલ ઉપર ઊતર્યા. તેમને નિકાલ કરવા પાલીતાણ સંઘે પેઢીને અને મને તારો પણ કર્યા. આખું વાતાવરણ ઉશ્કેરણીજનક બની ગયેલું. છતાં પેઢી તરફથી જરાક પણ મચક આપવામાં આવી નહીં. છેવટે તેઓએ સામૂહિક હડતાલ ઉપર જવાનો નિર્ણય કર્યો. તેની સામે અમે બે નિર્ણય લીધા? (૧) જે લોકો હડતાલ ઉપર ઊતરે તેમને નોકરી પર લેવા કે નહીં તે પેઢીની મરજી ઉપર રહેશે એમ જાહેર કર્યું; (૨) કદાચ હડતાલ ઉપર જાય તો સેવા-પૂજા અટકે નહીં તેનો પ્રબંધ કર્યો. પરિણામે મંડળ થાકી ગયું અને છેવટે કઈ પણ જાતની શરત વગર સને ૧૯૭૦માં એ મંડળનું વિસર્જન થયું. દરમિયાનમાં ૧૬૮માં ડુંગર ઉપર ભાર લઈ જતા મજૂરેએ તેમની માંગણી મુજબના દરે વધારી આપવા કહ્યું, અને કામ બંધ કર્યું. આના લીધે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે ડુંગર ઉપર પાણી ગરમ કરવા માટે લાકડાનો એક દિવસ ચાલે તેટલો જ જ રહ્યો. આનો પણ મક્કમ સામનો કરી, બીજા ગામના માણસને સાથ લઈ આ સવાલને ફતેહમંદીથી પાર પાડ્યો. ચાની દુકાન બંધ રહી ગિરિરાજ ઉપર, રામપળના દરવાજા બહાર, એક ચાની દુકાન બાંધવા માટે ગુજરાત સરકારે સને ૧૯૬૮માં પરવાનગી આપી હતી અને એ માટે જમીન પણ વેચાણ આપી હતી. આપણને આ વાતની ખબર પડતાં ગિરિરાજની પવિત્રતા અને મહત્તા તથા આપણા હક્કો અંગે સરકાર સમક્ષ રજૂઆત કરતાં સરકારે એમને હુકમ પાછો ખેંચી લીધું હતું. સરકારની સમક્ષ આ વાતની રજૂઆત કરવામાં કાઠિયાવાડના પિલીટિકલ એજન્ટ શ્રી પિલે, સને ૧૮૭૬માં, મુંબઈ સરકારને મેકલેલ પોતાના અહેવાલમાંના શબ્દ અને મુંબઈ સરકારે Page #10 -------------------------------------------------------------------------- ________________ સને ૧૮૭૭માં કરેલ ઠરાવમાંના શબ્દો આપણને બહુ ઉપયોગી થયા હતા. શ્રી પીલે પોતાના અહેવાલમાં કહ્યું હતું કે – “પાલીતાણાના તાલુકામાં આવેલ ડુંગરની બધી જમીન ધાર્મિક કાર્ય માટે અલગ (Reserved) રાખેલી ગણાશે. અને તે જમીનને હિન્દુ ધર્મ વિરુદ્ધ અથવા ધાર્મિક કાર્ય વિરુદ્ધ કઈ પણ ઉપયોગ કરવામાં આવશે નહીં. અને મુંબઈ સરકારે પિતાના ઠરાવમાં લખ્યું હતું કે-“હાલ જે મકાન વિદ્યમાન છે તે મકાનના હિતસંબંધ ધરાવનાર શસેના હક્કને બાધ નહિ આવતાં, ડુંગરના કેઈ પણ ભાગનો ઉપયોગ શ્રાવક કેમના સિદ્ધાંત વિરુદ્ધ કરવાની મનાઈ કરવામાં આવે છે. આ બંને ઉલ્લેખો ગિરિરાજ ઉપરના આપણા હક્કોની સાચવણી માટે હમેશને માટે ઉપયોગી થઈ શકે એવા મહત્ત્વના છે. ગ્રેડ, પેનશન તથા ગ્રેજ્યુઈટીનાં ધોરણે પેઢીના કર્મચારીઓના પગાર અને બીજી સવલતેનાં કાંઈ ધોરણે નહેતાં, જે જરૂરી હોવાથી સને ૧૯૪૭માં પેનશન અને ગ્રેજ્યુઈટીનાં ધોરણે લાગુ કરવામાં આવ્યાં છે અને તેમાં સંજોગો પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યા છે. અને અત્યારે ૧૫ થી ૨૫ વર્ષની પૂરી કરી કરવાથી ઠરાવેલી ટકાવારી પ્રમાણે પેનશન આપવામાં આવે છે અને પેનશન ન લેવું હોય તો ગ્રેજ્યુઈટી આપવામાં આવે છે. એક વર્ષની 1. The entire area of the hill lying within the limits of the Taluka of Palitana to be considered land reserved for religious uses, and to be put to no purpose reasonably objected to as repugnant to the Hindu religion or incompatible with its reservation for religious uses. – The Palitana Jain Case, p. 64. 2. Without prejudice to the rights of those interested in any existing building, the use of any part of the hill in a manner opposed to the tenets of the Shrawak community is prohibited.. - The Palitana Jain Case, p. 72 Page #11 -------------------------------------------------------------------------- ________________ કરીએ અડધા માસના પગાર લેખે વધુમાં વધુ પંદર પગાર જેટલી રકમ ગ્રેજ્યુઈટી તરીકે આપવાનું ધોરણ છે. આ ઉપરાંત દરેક કક્ષાના કર્મચારીની ગ્રેડ પણ બાંધવામાં આવી છે. કર્મચારીઓ માટે પ્રોવિડંટ ફંડ જુલાઈ, ૧૯૭૦માં શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ સવા છ ટકાના દરે પગારમાં કપાત કરી, તેટલી બીજી રકમ પેઢીમાંથી ઉમેરવામાં આવતી હતી. સં. ૨૦૩૧ની સાલમાં તેમાં સુધારો કરી આઠ ટકા લેખે કપાત થાય છે અને તેટલી રકમ પેઢી જે તે કર્મચારીને આપે છે. નૂતન જિનાલય અને એની પ્રતિષ્ઠા ૧૯૬૪માં ગિરિરાજ ઉપર ઉત્થાપન કરેલ પ્રતિમાજીઓ સુવ્યવસ્થિત રીતે દાદાની ટૂંકમાં જ બિરાજમાન કરવામાં આવશે એમ નક્કી કરવામાં આવેલું, જે અનુસાર દાદાની ટૂંકમાં એક નૂતન જિનાલય બાંધવામાં આવ્યું અને આ ઉત્થાપન કરેલાં પ્રતિમાજી પિકીની મોટાભાગની પ્રતિમાઓ આ નૂતન જિનાલયમાં તા. ૭-૨-૭૬ના રોજ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે, તે તો આપ સર્વને સુવિદિત છે. આ પ્રતિમાજીઓની સંખ્યા ૫૦૪ જેટલી હતી અને ૬ ઈંચથી માંડીને ૨૪ ઈંચ સુધીની પંલેઠીના માપની પ્રતિમાજીઓ હતી. આ બધી પ્રતિમાજીઓની ઉછામણી કરીને પ્રતિષ્ઠાનો આદેશ આપવાનું વ્યવહારુ ન જણાતાં, ૭ પ્રતિમાજીએ ઉછામણી માટે રાખી, બાકીની નકરાથી બેસાડવાનું નક્કી કર્યું. નૂતન જિનાલય બાંધવામાં અત્યાર સુધીમાં આશરે સાડા છ લાખ રૂપિયા જેટલો ખર્ચ થયે છે. થેડુ કામ અધૂરું છે અને કેતરકામ અને મૂર્તિકામ મળી એક લાખ રૂપિયા જેટલો બીજો ખર્ચ થવા સંભવ છે. . . . . . . . Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાજીઓ બિરાજમાન કરવાના નકરાની રકમ રૂપિયા ૬,૪૭૭૯૧-૦૦ આવી છે અને સાત પ્રતિમાજીઓની ઉછામણીમાં રૂ. ૪,૭૬,૮૮૫–૦૦ આવ્યા છે. ઉપરાંત ધજાદંડ, કળશ, દ્વારે દૃઘાટનની તથા વિધિ, વરઘોડો વગેરેની ઊપજ આવી તે જુદી. ભાતાઘર પાલીતાણામાં જૂનું ભાતાઘર હતું, તે નાનું હતું અને પૂરતી સગવડવાળું નહોતું. દિન-પ્રતિદિન વધતી જતી યાત્રિકોની સંખ્યા અને સુવિધાઓ ધ્યાનમાં લઈ એક નવીન ભાતાઘર બંધાવ્યું છે, જેની પાછળ રૂ. ૨,૬૦,૦૦૦-૦૦ (બે લાખ સાઈઠ હજાર) જેટલો ખર્ચ થયે છે. મ્યુઝિયમ - જે જે પુરાતન વસ્તુઓ – મૂર્તિઓ કે અવશેષે – આપણને મળે તે એક ઠેકાણે સુવ્યવસ્થિત જોવા મળે અને એની સાચવણી પણ થાય તે માટે, પાલીતાણા જયતળેટી પાસે, એક મ્યુઝિયમ એંસી હજાર રૂપિયાના ખર્ચે તૈયાર કરાવ્યું છે. ભગવાન આદીશ્વરનાં ચિત્રો - જૈન સંસ્કૃતિ તથા શ્રી શત્રુંજય તીર્થની દષ્ટિએ આદીશ્વર ભગવાનને મહિમા જૈન સંઘમાં ઘણો છે. તેથી એમના જીવનનાં તથા પૂર્વભનાં ચિત્ર દેરાવવામાં આવે તો તે ઘણું આવકારદાયક થાય એમ વિચારીને એક એક ચિત્રમાં ભગવાનના અનેક જીવનપ્રસંગોને રજૂ કરતાં છ મોટાં ચિત્રો વિ. સં. ૨૦૧૨ની સાલમાં દોરાવરાવ્યાં છે. આપણી પ્રાચીન હસ્તપ્રતોનાં ચિત્રોનો ઝીણવટભર્યો અભ્યાસ કરીને કળાકારે દરેલાં આ ચિત્રોની, ચિત્રકળાના વિશારદોએ પણ મુક્ત મને પ્રશંસા કરી છે. આ ચિત્રે શરૂઆતમાં ગિરિરાજ ઉપર શ્રી પુંડરીક સ્વામીના દેરાસરમાં મૂકવામાં આવ્યાં હતાં. પણ ભેજવાળી હવાની એ ચિત્ર ઉપર માઠી અસર થવાને કારણે હવે એ ચિત્રો ગિરિરાજની તળેટીમાં બંધાવવામાં આવેલ મ્યુઝિયમમાં ગોઠવવામાં આવ્યાં છે, Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૂનાગઢ તીથના હક્કો અંગે કરાર જૂનાગઢ ગિરનાર ઉપર આપણું તીર્થો ઉપરાંત બીજા ધર્મનાં તીર્થો પણ છે. તેમાં માલિકી અને હકકોના ઝઘડા ચાલતા હતા અને કેટલીક વખતે ઉગ્ર રૂપ પકડી તોફાને પણ થયાં હતાં. આ ઝઘડાએને નિર્ણય સરકારી રાહે મેળવી શકાય તો સારું એમ મને લાગ્યું; અને જ્યારે સૌરાષ્ટ્ર સરકારની સ્થાપના થઈ એટલે આપણું મિલકતના માલિકી, કબજા, ભેગવટા અને હક્કોના નિર્ણયે સૌરાષ્ટ્ર સરકાર પાસે કરાવી લેવાનું મને યોગ્ય જણાયું અને શ્રી ઢેબરભાઈને મળી સૌરાષ્ટ્ર સરકાર પાસેથી જુલાઈ, ૧૯૪લ્માં એક કરાર કરાવી લીધો, અને આપણું માલિકીનાં દેરાસરે, કુડે, જમીને, રસ્તા તથા ઇતર હક્કો નક્કી કરાવી લીધા. આ અસલ કરાર પેઢીમાં સુરક્ષિત છે. માટેના હક્ક | ગિરનાર ઉપર યાત્રીઓ તરફથી થતી પૂજા વગેરેમાં બારેટેને હક્કો હતા, જેના લીધે થોડી અગવડો ઊભી થતી હતી. આ હક્કો છેડી દેવા તેમની સાથે વાટાઘાટો કરી તા. ૨૯-૧૧-૧૫૭ના રોજ તેમની સાથે કરાર કરી વાર્ષિક રૂ. ૪૨૦૦-૦૦ આપવાની શરતે તેમના હક્કો ખરીદી લીધા. આ પૈકી બે ભાગીદારેએ આ વાર્ષિક રકમની સામે એકસામટી ઉશ્ચક રકમ લઈ પોતાના હકકો કાયમના માટે વેચાણ આપી દીધા, એટલે હવે બાકી રહેલા ભાગીદારને વાર્ષિક રૂ. ૨૧૦૦-૦૦ આપવાનું ચાલુ રહ્યું છે, જે હક્કો કાયમને માટે ખરીદી લેવા વિચારણા ચાલી રહી છે. ઉપરના હક્કો વેચાણ લીધા ત્યારે આપણી ઊપજ રૂ. ૩૧૦૦-૦૦ (એકત્રીસ સે) જેટલી હતી, જ્યારે સં. ૨૦૩૧ની સાલમાં તે રૂ. ૧૩૦૦૦-૦૦ જેટલી થઈ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ જીર્ણોદ્ધાર ગિરનારનાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવો જરૂરી હતું, જેથી તે કામ અમે સંવત ૨૦૨૧માં હાથમાં લીધું. જ્યાં નેમનાથ ભગવાનની મૂર્તિ છે, ત્યાં ઘણો જ અંધકાર હતો એટલે આજુબાજુ જાળિયાં મુકાવી પૂરતો પ્રકાશ કરાવ્યો. ભગવાનની મૂર્તિને લેપ કરાવવાની જરૂર હતી તે પણ કરાવ્યું. અમીઝરા પાર્શ્વનાથના દેરાસરમાં પણ ખૂબ જ અંધકાર હતો, જેથી ઉપરના ભાગે સુરક્ષિત કાચ બેસાડી મંદિર પ્રકાશિત કરાવરાવ્યું. પ્રવેશદ્વાર નાનું હતું તે પણ મોટું કરાવ્યું. બીજાં મંદિરમાં પણ રંગ લગાડી કતરણને વિકૃત કરી નાંખવામાં આવી હતી, તે તમામ ભાગે ધોવરાવી નાંખ્યા, જરૂર પ્રમાણે ઘસાવી સરખા કરાવ્યા. અને જ્યાં જ્યાં આરસ હતો તેને ઘસાવી, કેટલાંક મિશ્રણ લગાવડાવી સતેજ કર્યો. - આ જીર્ણોદ્ધાર પાછળ અત્યાર સુધીમાં રૂ. ૩૬૦૦૦૦-૦૦ (ત્રણ લાખ સાઈઠ હજાર) જેટલો ખર્ચ થયો છે. હજુ કામ ચાલુ છે ને એમાં બીજા રૂ. ૧૦૦૦૦૦-૦૦ (એક લાખ રૂપિયા) થવા સંભવ છે. ગિરનાર ઉપર ધર્મશાળાની પૂરતી સગવડ નથી અને જે સગવડ છે તેમાં પૂરતી સુવિધા નથી, જેથી પૂરતી સગવડવાળી નવીન ધમશાળા બંધાવવાનું નક્કી કર્યું છે. પરંતુ પાણીના અભાવે તે કામ હાથ ઉપર લઈ શકાયું નથી, જે હવે પૂરું કરાવી લેવામાં આવશે. રાણકપુર જીર્ણોદ્ધાર રાણકપુરને વહીવટ જ્યારે લીધો ત્યારે ત્યાંનાં મંદિરની આસપાસની જગ્યા બિસ્માર હાલતમાં હતી. ઝેરી જનાવરે તથા પંખીઓના માળા પણ મંદિરમાં નજરે પડતાં હતાં. આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવવાનું તા. ૧૬-૧-૩૬ની મીટિંગમાં નક્કી થયું. આ માટે સ્થાપત્યના વિદ્વાન અને નિષ્ણાત શિલ્પી ગ્રેગસન બેટલી તથા પેઢીના શિલ્પીઓ (૧) શ્રી ભાઈશંકર, (૨) પ્રભાશંકર, (૩) જગનાથ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ભાઈ અને (૪) દલછારામને લઈ હું તા. ૧૩–૩–૩૩ના રાજ રાણકપુર ગયા. તે વખતે ત્યાંની ધર્મશાળા કાંઈ પણ સગવડ વિનાની અને માત્ર પડાળીઓની જ હતી. અમે ખુલ્લામાં ચાર દિવસ રહ્યા. આગલા દિવસે આ જગ્યાએ વાઘ આવ્યા હતા અને કૂતરું લઈ ગયા હતા! આ દિવસેામાં ત્યાંના પૂરેપૂરા સરવે કરી, જીર્ણોદ્ધાર કેવી રીતે કરવા ને શા શા સુધારા-વધારા કરવા તે વિચાર્યું. શ્રીયુત એટલીએ તેમને રિપોર્ટ તા. ૩૦-૩-૩૩ના ાજ આપ્યા, જે હાલ પેઢીમાં મેાજૂદ છે. આ કામ કરાવવા માટે કોન્ટ્રાકટ આપ્યા. ત્રણ મહિના પછી મૈં તથા ટ્રસ્ટીઓએ ત્યાં જઈ કામ જોયુ. તેા તે ખિલકુલ સારું નથી તેમ જણાયુ, મે તેમને જણાવ્યુ કે આ કામ નિસ્તેજ છે અને મૂળ કામની સાથે સુસંગત થાય તેવું નથી. તેથી કરેલું કામ રદ કરી નવેસરથી ડિપાર્ટમેન્ટલી કામ કરાવવું એમ મેં જણાવ્યું. મારા સાથીએ તેમ કરવા કબૂલ થયા. જે કામ થયેલુ. હતુ. તેના ખર્ચ રૂ. ૬૧૦૦-૦૦ થઈ ચૂકયા હતા, છતાં અમે તે કામ રખાતલ કરી નવું કરાવવાનું શરૂ કર્યું. આ કામ જૂના કામને અનુરૂપ હતુ, જેથી ચાલુ રાખ્યું. જીર્ણોદ્ધારનું કામ સને ૧૯૩૪માં શરૂ થયું અને ૧૧ વર્ષ કામ ચાલ્યું, અને તેમાં રૂ. ૪૭૦૦૦૦-૦૦ (ચાર લાખ સિત્તેર હજાર )ને ખર્ચ થયા. મિ. બેટલીએ આવીને જ્યારે એ કામ જોયું ત્યારે તેમણે પૂરા સતાષ વ્યક્ત કર્યાં, એટલું જ નહીં, પણ આવું સારું કામ કાઈ કરાવી શકત નહી' તેમ સર્ટિફિકેટ પણ આપ્યું. મુખ્ય દેરાસરના ચામુખજી ભગવાનનું આરસનું પરિઘર તદ્દન ખવાઈ ગયેલું હતું, જે નવેસર કરાવ્યુ. અને જૂનું પરિઘર મંદિરની બહાર દક્ષિણ બાજુએ ઊભુ` કરી રાખેલ છે. એ પણ જૂના સ્થાપત્યની કળાના નમૂના છે. સમશાળા ત્યાં ધર્મશાળાની સગવડ ન હતી એટલે એક નવી ધર્મશાળા ધવાની શરૂ કરી અને તે મારાં માતુશ્રીના સ્મરણાર્થે બંધાવી આપવા Page #16 -------------------------------------------------------------------------- ________________ મેં નક્કી કર્યું. ધર્મશાળા ૨૦ ઓરડાની તૈયાર કરાવી. તેને ખર્ચ તે વખતે રૂ. ૪૦૦૦૦-૦૦ થયો હતો. ધર્મશાળા તૈયાર થઈ એટલે જમનાભાઈ ભગુભાઈ શેઠનાં ધર્મપત્નીએ ઇચ્છા દર્શાવી કે તે ધર્મશાળા તેમના નામથી થાય. મેં તુરત જ હા પાડી. અને આજે તે તેમની ધર્મશાળા તરીકે અસ્તિત્વમાં છે. આટલી સુંદર સગવડવાળી ધર્મશાળા હજુ સુધી બીજે કઈ ઠેકાણે બંધાઈ નથી. ભોજનશાળા, રસ્તા અને ચાને સ્ટેલ - અમે જોયું કે ત્યાં ભેજનશાળા કરવામાં આવે તે વધુ યાત્રીઓ આ તીર્થને લાભ લઈ શકે. શેઠ પન્નાલાલજી છગનલાલજીએ એ ખર્ચ આપવા સૂચન કર્યું, જે અમે સ્વીકાર્યું અને ત્યાં ભોજનશાળા શરૂ કરી. ત્યારબાદ રસ્તાની સગવડ પણ કરાવી, જેને લીધે દર વર્ષ યાત્રીઓની સંખ્યા વધતી ગઈ. અમે બીજી ધર્મશાળા ૧૦ ઓરડાઓની બંધાવી છતાં સગવડ ઓછી પડવા માંડી એટલે ત્રીજી ધર્મશાળા ૭ એરડાઓની બંધાવી. સાથે સાથે જૂની ધર્મશાળાને પણ સુધરાવી સગવડવાળી બનાવડાવી, જેમાં ઘણું યાત્રીઓ ઊતરે છે. ' જેમ જેમ યાત્રિકોની અવરજવર વધતી ગઈ તેમ તેમ તેમના માટે સ્નાનગૃહ, વીજળી વગેરેની સુવિધાઓ તથા સાધને વધારવામાં આવ્યાં, અને હવે એક વ્યાખ્યાન-હોલ બનાવવાનું હાથ ઉપર લીધું છે. આ તીર્થ જગલમાં આવેલું છે. યાત્રીઓ માટે ચાની પણ સગવડ નહોતી, એટલે એક સ્ટોલ શરૂ કરાવ્યો. પરંતુ મને લાગ્યું કે ભવિષ્યમાં આપણું માલિકીનાં આવાં તીર્થસ્થાનમાં બીજાના સ્ટોલ થાય અને પાછળથી તકરાર ઊભી થાય, તે સારું નહીં, જેથી પેઢી તરફથી આની વ્યવસ્થા શરૂ કરવામાં આવી. સૂર્યમંદિર આ તીર્થની પાસે એક સૂર્યમંદિર પણ આવેલું છે. મને લાગ્યું કે ભવિષ્યમાં આપણી માલિકીની જગા સારુ તકરાર ઊભી ન થાય Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ એટલે આપણી જમીન ક્રતા કાટ કરાવી લીધા અને સૂર્યમંદિર આપણી હદની બહાર રાખ્યું. દેલવાડાનાં મંદિરશ દેલવાડાનાં આપણાં મંદિશ જગવિખ્યાત છે અને તેમાં ઘણી ભાંગતાડ થયેલી હાવાથી તેના જીર્ણોદ્ધાર કરાવવા ` જરૂરી છે એમ અમે વિચાર્યું. તેનેા વહીવટ શિાહીના ટ્રસ્ટીઓ કરે છે. તેમની સાથે કરાર કર્યાં કે જે જીર્ણોદ્ધાર આપણે કરીએ તેમાં તેઓ ફેરફાર કરે નહિ. તેમણે તેમના એક ટ્રસ્ટીને આપણી સાથે રાખી કામ કરાવવું એમ સૂચવ્યું. આપણે ના પાડી. છેવટે તેઓએ આપણી શરત કબૂલી. દેલવાડાનાં દેરાસરોના જીર્ણોદ્ધારનું જે કામ કરવાનું હતું તેમાં પ્રથમ આપણે એમ નક્કી કર્યું... કે દસમા સકામાં કે બારમા સૈકામાં જે ખાણને આરસ વાપર્યો હાય તે જ ખાણમાંથી આરસ કઢાવી જીર્ણોદ્ધાર કરાવવા. તે ખાણ શેાધી કાઢવા આપણા એ મિસ્રીઓને છ મહિના સુધી શકયા. તેઓ ત્યાંના આસપાસના પહાડેમાં ફર્યા. છ મહિનાને અંતે તેઓએ શેાધી કાઢયુ કે અંબાજી પાસેની ખાણમાંથી આરસ કાઢી દેલવાડાનાં મદિરા બંધાવવામાં આવ્યાં છે. એ ખાણમાંથી પથ્થર મેળવવા અમે એક મિસ્ત્રી પાસે, દાંતા દરબારને અરજી કરાવી. દાંતા દરબારે તે ખાણમાંથી આરસ કઢાવવાની ના પાડી. તેથી હું તે વખતના ચીફ મિનિસ્ટર શ્રી મારારજીભાઈ ને મન્યા અને તેમને જણાવ્યું કે જગવિખ્યાત દેલવાડાનાં જૈન મદિરાના અમારે જીર્ણોદ્ધાર કરાવવા છે અને તેના આરસની ખાણુ અંબાજીના મંદિરની પાસે છે; પણ દાંતા દરખાર તેમાંથી આરસ લેવા દેવાની ના પાડે છે. મેારારજીભાઈએ કહ્યુ કે હું આઠ દિવસ પછી અંબાજી જવાના છું. તમારા મેનેજરને તે દિવસે ત્યાં માકલા. પેઢીના મેનેજર નાગરદાસને અમે ત્યાં મેાકલ્યા. દાંતાના દરખાર સાહેખ ત્યાં હાજર હતા. મારારજીભાઈ એ તેમને પૂછ્યુ કે આરસ લેવા દેવા કેમ ના પાડો છે ? દરબારે કહ્યુ કે તે મારી પનલ મિલકત છે. મારારજીભાઈ એ Page #18 -------------------------------------------------------------------------- ________________ SUnre तीर्थाधिराज श्री शत्रुजय : मुख्य टूक तथा मोतीशा शेठ टूक Page #19 -------------------------------------------------------------------------- ________________ राम पाळ श्री शत्रुंजयं : रामपोल : नूतन प्रवेशद्वार बावन जिनालय नूतन जिनप्रासाद, शत्रुंजय Page #20 -------------------------------------------------------------------------- ________________ श्री अरिष्टनेमिजिनप्रासाद (कर्णविहार) गिरनार . -श्री वस्तुपालविहार, महावितान, गिरनार Page #21 -------------------------------------------------------------------------- ________________ श्री आबूतीर्थ विमलवसही, अंबिका देवी श्री तारंगातीर्थ, शिल्पसमृद्ध अजितनाथप्रासाद Page #22 -------------------------------------------------------------------------- ________________ श्री आबूतीर्थ, लूणवसही, नवचोकी-गोख श्री आबूतीर्थ, विमलवसही, महावितान S BIDIO RECEE AREsti StaMIRALLL SHEETULS4 BLANAMNRELU ASTER Spotus PAN CONTERE Page #23 -------------------------------------------------------------------------- ________________ श्री कुंभारीया तीर्थ, महावीरजिनप्रासाद, महावितान । AAAAAAAAAAINA TEEN HAMARRERAPARICHAEHICIRLS RBE CA HAMARAN Vaima Nati1404 1 श्री कुंभारीया तीर्थ, नेमिनाथजिनालय, मेघनादमंडप Page #24 -------------------------------------------------------------------------- ________________ Sams BEEBAREIAS श्री राणकपुर तीर्थ, त्रैलोक्यदीपकप्रासाद-धरणविहार, मेघनादमंडप Page #25 -------------------------------------------------------------------------- ________________ श्री राकणपुर तीर्थ, त्रैलोक्यदीपकप्रासाद याने धरणविहार Page #26 -------------------------------------------------------------------------- ________________ નાગરદાસને, તેમના દેખતાં જ, કહ્યું કે તમે આરસ કઢાવવા માંડો. હું જોઉં છું કે તમને કોણ રેકે છે? એ રીતે અમે અંબાજી નજીકના પહાડમાંથી આરસ કઢાવી દેલવાડાનાં મંદિરે જીર્ણોદ્ધાર કરાવવા નક્કી કર્યું. અને નક્કી કરતાં પહેલાં જીર્ણોદ્ધારમાં કેટલો ખર્ચ થશે તેનો એસ્ટીમેટ બે મિસ્ત્રીઓ પાસે તૈયાર કરાવ્યું. મિસ્ત્રીઓએ ત્રણ મહિનામાં એસ્ટીમેટ તૈયાર કર્યો. તે એસ્ટીમેટ રૂ. ૨૩ લાખનો હતો. અમારી સમિતિમાં મંજૂરી માટે તે રજૂ કર્યો. તે વખતના હિસાબે એસ્ટીમેટની રકમ ઘણી મેટી હતી, પણ મંદિરો જગવિખ્યાત હોઈ તેમ જ તેમાં કારીગરી ઘણી જ સુંદર હોઈ અમારી સમિતિએ તે મંજૂર કરી કામ કરવાનું અમૃતલાલ મિસ્ત્રીને સેપ્યું. કામ શરૂ થયા બાદ બેએક મહિના પછી હું આબુ ગયે. તેમણે જે કામ ત્યાં સુધીમાં કર્યું હતું તે જોઈ મેં મિસ્ત્રીને કહ્યું કે કામ ઘણું સંતોષકારક છે. મિસ્ત્રી કહે, સાહેબ! કામ તે સારું છે, પણ અમે જે એસ્ટીમેટ તમને આપે છે તેમાં અમે ઘનફૂટે રૂ. ૫૦-૦૦ ખર્ચ આવશે એમ ગણું એસ્ટીમેટ આપે છે, જ્યારે આ કામ રૂ. ૨૦૦-૦૦ (બસો રૂપિયે) ઘનફૂટ પડવા જાય છે, એટલે ચારગણું ખર્ચ આવે છે. મેં કીધું કે ફિકર નહિ, પણ કામ તે આવા ઊંચા પ્રકારનું જ થવું જોઈએ. તે પ્રમાણે અમે આબુનાં મંદિરનો જીર્ણોદ્ધારનું કામ ચાલુ રાખ્યું. તમને જાણીને વિસ્મય થશે કે અમે તે કામ ૧૪ લાખ રૂપિયામાં પૂરું કર્યું ! બન્યું એમ કે મિસ્ત્રીઓએ જે રૂ. ૨૩ લાખને એસ્ટીમેટ આપેલો તેમાં મુખ્ય મંદિર ઋષભદેવ ભગવાનનું, જે કાળા પથ્થરનું છે, તે નવું આરસનું કરવાને એસ્ટીમેટ કરે; તે ઉપરાંત પાછળ અને આગળની પાગથીમાં ત્રણ નવાં મંદિરે બનાવવાનો પ્લાન કરેલ. અમે મુખ્ય મંદિર કાળા પથ્થરનું બદલ્યું નહિ, તેમ જ બીજાં ત્રણ મંદિરે મિસ્ત્રીઓએ જણાવેલાં તે પણ બાંધ્યાં નહિ; ફક્ત તૂટેલા ભાગે જ સમરાવ્યા. આ રીતે દેલવાડાનાં મંદિરના જીર્ણોદ્ધારનું કામ ચૌદ વર્ષ ચાલ્યું. Page #27 -------------------------------------------------------------------------- ________________ એમાં ૧૧૦૦૦૦ (એક લાખ દસ હજાર) કારીગરના દિવસે લાગ્યા અને કુલ ૧૪ લાખ રૂપિયામાં કામ પૂરું થયું. અમે મુખ્ય બે મંદિરેઆદીશ્વર ભગવાન તેમ જ તેમનાથ ભગવાનનાં મંદિરના જીર્ણોદ્ધાર ઉપરાંત બીજા બે મંદિરમાં જે મરામત કરાવવાની હતી તે બધી કરાવી લીધી હતી. આ મંદિરને જીર્ણોદ્ધાર જેવા ઘણું નામાંકિત શિલ્પીઓ, તેમ જ શિલ્પનું કામ સમજનાર આવી ગયા અને તે બધાએ એકીઅવાજે એવી નેંધ લખી છે કે મરામત ઘણી જ સુંદર થઈ રહી છે. ભારતના રાષ્ટ્રપ્રમુખ રાધાકૃષ્ણન તથા પંતપ્રધાન શ્રી પંડિત નેહરુ : • પણ જીર્ણોદ્ધારને જોઈને તેના મુક્ત કંઠે વખાણ કરી ગયા છે. L. કુંભારી આજી. - કુંભારીઆમાં આપણાં પાંચ મંદિરે છે. તેમાંના એક મંદિરને થોડાં વર્ષ ઉપર જીર્ણોદ્ધાર કરાવવામાં આવેલ. તેમાં પશ્ચિમાત્ય શિલ્પ દાખલ કરેલું, તે મેં કઢાવી નાખી આપણા જૈન શિલ્પના જેવું કરાવ્યું. તે ઉપરાંત બીજા મંદિરમાં જે મરામતની જરૂર હતી તે પૂરી કરાવી, કમ્પાઉન્ડમાં ઝાડે વવરાવ્યાં. આપણી મિલકતમાં ભવિષ્યમાં કઈ ડખલ કરતું ના આવે તે સારુ કેટ બંધાવી લીધો. એક છેડા ઉપર શિવમંદિર હતું તે આપણું મિલકત ન હતી, જેથી એને કેટની બહાર રાખી લીધું. તેનું કામ બે વર્ષ ચાલ્યું અને તેમાં ૧૩૩૦૦૦-૦૦ રૂપિયા ખર્ચ થયે. | કુંભારીઆઇમાં ધર્મશાળાની જરૂર હોવાથી અદ્યતન સગવડવાળી આઠ ઓરડાની ધર્મશાળા બની રહી છે. ઉપરાંત, મુંબઈવાળા તરફથી પણ સેળ ઓરડાની ધર્મશાળા આપણને મળશે. ત્યાં વીજળીકરણ પણ થઈ ગયું છે. મૂછાળા મહાવીર તીર્થ છે. મૂછાળા મહાવીર તીર્થનો જીર્ણોદ્ધાર સને ૧૫૪માં ધાણે૨ાવના એક આગેવાન શ્રી માંગીલાલની માગણી ઉપરથી શરૂ Page #28 -------------------------------------------------------------------------- ________________ કરેલો. પ્રથમને અંદાજ રૂ. ૫૦૦૦૦-૦૦ ની આસપાસને હતું, જેમાં તેમણે રૂપિયા ૨૫૦૦૦-૦૦ આપેલા. પરંતુ કામ હાથ પર લીધા પછી એ વધુ નીકળતાં ખર્ચ લગભગ સવા લાખ રૂપિયા જેટલું થયેલું. શ્રી માંગીલાલજીએ બીજા રૂપિયા ૨૫૦૦૦-૦૦ આપેલા. આ જીર્ણોદ્ધારનું કામ સને ૧૫૮માં પૂરું થયું હતું, પરંતુ ઘાણેરાવ સંઘના ઝઘડાને લીધે એની પ્રતિષ્ઠા થઈ શકી ન હતી. સંઘના આગેવાને અવારનવાર આ તીર્થને વહીવટ લઈ લેવા શેઠ આણંદજી કલ્યાણજીને વિનંતી કરતા હતા. શેઠ આણંદજી કલ્યાણની નીતિ નવા કેઈ તીર્થને વહીટ ન લેતાં ત્યાંના વહીવટદારેને મદત કરવાની હોવાથી પેઢીએ એને વહીવટ લીસ્થલે નહિ જીર્ણોદ્ધાર થઈ ગયેલ હોવા ક્યાં પણ, અંદરઅંદરના ઝઘડાને લઈને, પ્રતિષ્ઠા થઈ નહિ, એટલે છેવટે સને ૧૯પમાં પેઢીએ એ તીર્થને વહીવટ સંભાળી લીધે અને સને ૧૯૬૬માં પ્રતિષ્ઠા કરાવી. જીર્ણોદ્ધાર અંગે પેઢીને પિણે લાખ રૂપિયા ખર્ચ થયું હતું, જ્યારે પ્રતિષ્ઠામાં આપણને સવાબે લાખ રૂપિયા જેટલી ઊપજ થઈ હતી. - મૂછાળા મહાવીર તીર્થમાં યાત્રિકોને ઉતારવાની ધર્મશાળા સારી ન હતી, જેથી તે ધર્મશાળાને અદ્યતન સ્વરૂપમાં ફેરવી નાંખી છે. આ ધર્મશાળા પાછળ રૂ. સિત્તેર હજાર ખર્ચ થયે છે, જ્યારે તૈયાર થયેલા ઓરડાઓ પિતાને નામે કરી આપવા માંગણીઓ આવેલ છે અને તેમાં ખર્ચ જેટલી રકમ આવી ગઈ છે. મૂછાળા મહાવીર તીર્થને વહીવટ આપણે લીધે ત્યારે દેરાસરની આસપાસ આપણી કેટલી ખુલ્લી જમીન છે તે નિશ્ચિત નહતું. પરંતુ સરકારમાં ચગ્ય રજૂઆત કરી આજુબાજુની જમીનનું ડિમાર્કેટ કરાવી લીધું છે. પરિણામે આ તીર્થને વિકસાવવા માટે પૂસ્તી જમીન પ્રાપ્ત થઈ છે. • તારંગા તીર્થ, તારંગામાં તાંબર અને દિગંબરના માલિકી હક્કો બદલ લાંબા સમયથી તકરાર ચાલતી હતી. ઉપરાંત, ટીંબાના ભાગીદારો વચ્ચે પણ Page #29 -------------------------------------------------------------------------- ________________ તકરારે ચાલતી હતી, જે માટે આપણા તરફથી રીપ્રેઝન્ટેશન કરીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. પરિણામે તે વખતના પોલિટિકલ એજન્ટ મેજર મીકે પેઢીના વહીવટદારેને મુંબઈ બોલાવ્યા. મુંબઈ ત્રણ દિવસ વાટાઘાટ ચાલી. તે વખતે દિગંબર મંદિરમાં જવાઆવવાનું દ્વાર આપણું મંદિરમાંથી હતું. અને જે પ્રતિનિધિઓ મુંબઈ ગયેલા તેમણે દિગંબરે સાથે સમજૂતી કરી કે આપણા મંદિર માંથી જવાનું તેમનું બારણું પૂરી નાખવું અને તેમના મંદિરને ભાગ તેમને રહે અને આપણા મંદિરમાં તેમની કેઈ દખલ રહે નહિ. ઉપરાંત, તારંગાના પહાડ ઉપર ચાર દેરીઓ છે, જેમાં આપણું તરફની બે આપણે રાખી અને તેમની બાજુની બે ટેકરી ઉપરની દેરીએ તેમને આપી. આ પ્રમાણે કરાર કરી અમે અમદાવાદ પાછા આવ્યા. આ જાતના કરાર કર્યા છે, તેમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને ખબર પડયા, ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સે થયેલા, અને કહે કે આ કરાર હું કબૂલ નહિ રખાવું. અમે કીધું કે ખૂબ જ જહેમત ઉઠાવીને અમે આ કરાર કરી આવ્યા છીએ, માન્ય રાખવે પેઢીના હિતમાં છે. ટીંબાના ભાગીદારો સાથે પણ તા. ૧૦-૧૦-૧૯૨૭ના રોજ એગ્રીમેન્ટ કરાવ્યું. અને તેથી તેમના હક્કો બાબત પણ નિકાલ થશે. ભાગીદારોએ વાર્ષિક રૂ. ૩૧૦૦-૦૦ લેવાની શરતે તેમના કર ઉઘરાવવાના તમામ હક્કો છેડી દીધા. તારંગા તીર્થનું મંદિર પ્રાચીન સ્થાપત્યને એક અજોડ નમૂને છે. સમયાનુસાર તેમાં ઘણું ફેરફાર થયા હતા. મંદિર ઊભું તે રાખ્યું, પણ તેનું સ્વરૂપ બદલાઈ ગયું હતું. મેં અને મારા સાથીઓએ મંદિરના એક ભાગ ઉપરને ચૂને ઉખડાવીને જોયું તે નીચે ઊંચા પ્રકારનું શિલ્પ માલુમ પડયું, જેથી તેને જીર્ણોદ્ધાર સને ૧૯૬૩માં શરૂ કર્યો. અત્યાર સુધીમાં એમાં રૂ. ૧૨,૬૦,૦૦૦-૦૦ ખર્ચ થયો છે, Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અને હજુ દોઢેક લાખ રૂપિયા ખર્ચ થવા સંભવ છે. મુખ્ય દરવાજાનું કામ પણ હાથ ઉપર લેવામાં આવ્યુ છે. એક અદ્યતન ધર્મશાળા પણ ત્યાં થઈ ગઈ છે અને જૂની ધશાળાની સુવિધાઓ પણ વધારી છે અને મહારાજસાહેબે માટે એક નવીન ઉપાશ્રય પણ તૈયાર થઈ ગયા છે. પહેલાં ઉપર જવાના રસ્તા વિકટ હતા. સરળ રસ્તા થાય તા ચાત્રિકાને સુગમતા પડે એ દૃષ્ટિએ મે પ્રયાસા શરૂ કર્યા. તે વખતના ચીફ અન્જિનિયરે સારા રસ લઈ, મહેસાણા જિલ્લા પ્રમુખના પણ સાથ લઈ, એક ડામર રોડ તૈયાર કરાવરાવ્યેા. પરિણામે યાત્રિકા સહેલાઈથી દર્શનાથે આવી શકે છે. પહેલાં યાત્રિકાની સખ્યા જે વીસ હજારની હતી તે વધીને પાણી લાખની થઈ છે. અત્યારે અમદાવાદ, મહેસાણા, વિજાપુર, શ‘ખેશ્વર વગેરે સ્થળેાએથી ત્યાં નિયમિત ખસેા અવરજવર કરે છે. સમ્મેતશિખર શ્વેતામ્બર અને દિગ ંબર સમાજ વચ્ચે અને પાલગજના રાજા વચ્ચે સમ્મેતશિખર તીર્થ અંગે વર્ષોજૂના ઝઘડાઓ ચાલતા હતા. આ ઝઘડા લગભગ સને ૧૮૬૭થી શરૂ થયેલા. તેમાં છેવટે પ્રિવી કાઉન્સિલ સુધી આ કેસ ગયેલા અને પ્રિવી કાઉન્સિીલે સને ૧૯૩૩માં ફૈસલેા આપી પહાડ આપણી માલિકીનો ઠરાવ્યા અને દિગંબર સમાજના પૂજાના અમુક હક્ક નક્કી કરી આપ્યા. આ ફૈસલા પ્રમાણે લગભગ સને ૧૯૫૦ સુધી વહીવટ ચાલ્યેા. સને ૧૯૫૦ની આખરે બિહાર સરકારે બિહાર લેન્ડ રિફાર્મ્સ એકટ અમલમાં લાવી સદરહું મિલકત સરકાર હસ્તક ગઈ છે તેવું નોટિફિકેશન બહાર પાડયું, જે સામે આપણે સખત વિરાધ કર્યાં અને સને ૧૯૫૩માં આપણે વાસ્તવદેશી નિવેદન રજૂ કર્યું. અને સંબધકર્તાઓને મળી હકીકત સમજાવી. પરિણામે સરકારે એ નોટિફેકેશનનો અમલ માર્ક રાખ્યા. Page #31 -------------------------------------------------------------------------- ________________ 1. સરકારની આવી દરમ્યાનગીરી અટકાવવા માટે ભારતના તે સમયના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનો બિહાર સરકાર ઉપર એક ભલામણપત્ર પણ મેં મેળવેલો, જેને પરિણામે બિહાર સરકાર આપણુ પાસેથી કબજો લેતાં અટકી ગઈ બિહાર સરકારે ફરીથી, અચાનક, તા. ૧-૪-૬૪ના રેજ, સદરહુ પહાડને કબજે લઈ લેવા હુકમ કર્યો, જેને પણ આપણે સખ્ત રીતે સામને કર્યો અને છેવટે બિહાર સરકારે આપણી સાથે તા. ૫-૨-૬૫ના રોજ એક કરાર કર્યો, જેમાં ઉપરનાં મંદિરે અને તેની આસપાસનો અડધા માઈલને વિસ્તાર આપણું ધાર્મિક ક્રિયાઓ માટે મુક્ત રાખ્યું અને બાકીના ભાગના જંગલને વહીવટ સરકારે આપણા એજન્ટ તરીકે કરવાનું નક્કી થયું. અને એના ઉત્પન્નમાંથી ૬૦ ટકા ઉત્પન્ન આપણને મળે અને ૪૦ ટ્રા ઉત્પન્ન સરકારે લેવું એવું નક્કી થયું. અને તે આધારે સુઈ સાલે. સરકાર તરફથી તમામ ખર્ચાઓ કાઢતાં, આપણને રૂ. ૩૦૦૦૦-૦૦ ચોખા નફા તરીકે મલ્યા અને હવે મળતા રહેશે એવી આશા છે. આપણે મેળવેલ એગ્રીમેન્ટ એક સિદ્ધિ છે. પરંતુ દિગંબરેએ પણ પાછળથી, એટલે કે દેઢ વર્ષ બાદ, બિહાર સરકાર પાસેથી એક એગ્રીમેન્ટ કરાવી લીધું અને એ એગ્રીમેન્ટ મર્યાદિત હોવા છતાં તે ઉપરથી નવા નવા મુદ્દા ઊભા કરી આપણને કોર્ટમાં લઈ ગયા છે, જે કેસે હાલ ત્યાં ચાલી રહ્યા છે. મકસીજી . શ્રી અકસીજી તીર્થ માલવ પ્રાંતનું એક ઘણું જ પ્રાચીન તીર્થ છે. સન ૧૮૮રથી વેતાંબર અને દિગંબરે વચ્ચે ત્યાં ઝઘડાઓ શરૂ થમ હતા. તે વખતે અને સમાજના આગેવાનોએ સને ૧૮૮૩માં એક સુલેહના શું કર્યું. જેની એક મુખ્ય શરત એ હતી કે બદ્ર મંદિર, યા શ્વેતાંબર સહદિર, કતારોને સાંપવામાં આવ્યું અને Page #32 -------------------------------------------------------------------------- ________________ છોટા મંદિર, એટલે દિગંબર મંદિર, દિગંબરને સોંપાયું. બીજી અગત્યની શરત એ હતી કે યાત્રાળુઓ એકબીજાના દેરાસરમાં પૂજન કરવા સારુ જાય તો તે દેરાસરની રીત મુજબ પૂજન કરે. પરંતુ દિગંબરને આ શરતોથી સંતોષ ના થયે, અને ફ્રજદારી કેસ થયા. છેવટે દિગંબરેએ સન ૧૮૯૮માં ટેક તાલુકા કેટમાં declatory દા દાખલ કર્યો. પરંતુ વાલિયર દરબારે આ દાવો પોતાના હાથમાં લઈ લીધો, અને તા. ૮-૨-૧૯૦૨ના રોજ ફેંસલે આપ્યો કે સને ૧૮૮૩માં જે સુલેહનામું થયું છે, તે બન્ને પક્ષોને બંધનકર્તા છે. પરંતુ આપણે મુખ્ય મૂર્તિને પ્રક્ષાલ કરીએ તે સમય બાદ, યાને છ વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં, દિગંબરે પૂજન કરવા સારુ આવે તે ફક્ત મુખ્ય મૂર્તિનું પૂજન કરી શકે, તેમ, ગ્વાલીયર દરબારે ઉપરના ઓર્ડરમાં જાહેર કર્યું. એક તરફ સને ૧૮૮૩નું પંચનામું બન્ને પક્ષેને બંધનકર્તા ઠરાવ્યું, બીજી તરફ દિગંબરોને ત્રણ કલાકે પૂજન કરવાનો હક્ક આપ્યો! આ બન્ને નિર્ણયે એકબીજાથી વિરુદ્ધના હતા. આપણા તરફથી આ ઓર્ડર સામે ઘણે વિરોધ કરવામાં આવ્યો, પરંતુ તે ઓર્ડર કાયમ રહ્યો અને તેને લીધે નવા નવા ઝઘડે શરૂ થયા. પરિસ્થિતિ વિપરીત થવાથી શ્રી મસીજી તીર્થના કાર્યકર્તાઓ હતાશ થઈ ગયા અને અમદાવાદ આવી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને શ્રી મકસીજી તીર્થનો વહીવટ સંભાળી લેવા સારુ વિનંતી કરી. સને ૧૯૨૧માં પેઢીએ શ્રી મકસીજી તીર્થને વહીવટ સંભાળી લીધો. દિગંબરોને પૂજન કરવા સારુ ત્રણ કલાક મલ્યા એટલે તે લેકે બડા મંદિર તેમ જ બડા મંદિરની પ્રોપટીમાં પોતે અર્ધા ભાગીર છે તેવું માનીને દરેક વાતમાં દખલગીરી કરીને આપણને પરેશાન કરવા લાક્યા . . . . . . . . . . . . . . Page #33 -------------------------------------------------------------------------- ________________ આપણે લેપ કરાવવાનું કામ શરૂ કર્યું. દિગંબરેએ લેપનું કામ અટકાવવા સારુ શાજાપુર ડિસ્ટ્રિકટ કોર્ટમાં દાવો કર્યો. સદભાગ્યે એનો ફેંસલો આપણું તરફેણમાં આવ્યા. નામદાર કોર્ટે ઠરાવ્યું કે મુખ્ય મૂતિ ઉપર કર-લંગટ, સન્મુખ દષ્ટિનાં જે પ્રિન્ટ છે તે, જ્યારથી મૂતિ બની ત્યારથી છે. મંદિર શ્વેતાંબરેનું છે અને વહીવટ શ્વેતાંબરે કરતા આવ્યા છે. આ ફેંસલા વિરુદ્ધ દિગંબરેએ હાઈકેટમાં અપીલ તથા સુપ્રીમ કોર્ટમાં અરજી આપી, જે કોર્ટ નામંજૂર કરી. મુખ્ય મૂર્તિને ઘણો જ સુંદર લેપ થયે છે. - સને ૧૯૬૦ થી આજ સુધીમાં શ્રી મકસીજી તીર્થમાં જે કામે થયાં છે, તેમાં મુખ્ય મુખ્ય આ છે – (૧) સભામંડપની દીવાલ ઉપરથી જૂને રંગ કાઢી નાખીને અસલ પથ્થરની કતરણી બહાર લાવવામાં આવી છે, જેથી દેરાસર તદ્દન નવું બન્યું હોય તેવું દેખાય છે. (૨) ભોજનશાળાનું મકાન આધુનિક સગવડવાળું એક લાખ પંદર હજાર રૂપિયાના ખર્ચે બની ગયું છે. ભોજનશાળા આ મહિનામાં ચાલુ થઈ જશે. (૩) નવી ધર્મશાળા બાર ઓરડાઓની બંધાઈ રહી છે, જેમાં નીચે - ત્રણ તથા ઉપર ત્રણ એમ છ ઓરડાઓ લગભગ તૈયાર થઈ ગયા છે. - એક જાણવા જે પ્રસંગ હસ્તિનાપુર તીર્થના નવીન જિનમંદિરનો નકશો મિસ્ત્રી અમૃતલાલે તૈયાર કર્યો હતો. જયપુરના પંડિત ભગવાનદાસ જેને ૧૯૬૩માં મારા આગળ એ પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે મિસ્ત્રી ધજાદંડ આમલસારમાં રાખે છે, જ્યારે ખરેખર એ શિખરમાં જ રાખવા જોઈએ તેમ જ મંદિરમાં દરેક થાંભલાઓની કુંભીઓ મંદિરના કુંભાના બરાબર માપમાં રાખવાનું શાસ્ત્રમાં વિધાન છે, છતાં તમારા મિસ્ત્રીઓ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૩ કુંભીઓને કુંભીથી નીચે ઉતારે છે, તે અશાસ્ત્રીય છે. મેં મિસ્ત્રીને પૂછયું. મિસ્ત્રીએ પિતાને મત શાસ્ત્રવિધાન પ્રમાણે છે તેમ જણાવ્યું. મને લાગ્યું કે આ પ્રશ્નનો નિકાલ કરાવી લે સારે, કે જેથી આવી તકરારે ઊભી થાય નહીં. એટલે મેં ૫. ભગવાનદાસને લખ્યું કે આ પ્રશ્નનો નિકાલ શિ૯૫શાસ્ત્રના જાણકાર જ કરી શકે અને તેથી એક મધ્યસ્થી રૂબરૂ તમારે અને મિસ્ત્રીએ ચર્ચા કરવી અને મધ્યસ્થી જે નિર્ણય આપે તે બન્નેને કબૂલ હોવું જોઈએ. તેમાં એક વધારાની શરત એવી મૂકી કે બન્ને પક્ષોએ એટલે પંડિત ભગવાનદાસે અને સેમપુરા અમૃતલાલે રૂ. ૧૦૦૦-૦૦ ડિપોઝીટ તરીકે મૂકવા, અને જે પક્ષ હારે તેના પિસા જીતનાર પક્ષને મળે. બન્ને પક્ષે આ શરત કબૂલ કરી. અને આ પ્રશ્નને નિકાલ કરવા માટે શિલ્પશાસ્ત્રનો વિદ્વાન, શિલ્પવિશારદ શ્રી મધુસૂદન ઢાંકી કે જેઓ આકિલોજિકલ વિભાગના મુખ્ય અધિકારી હતા, તેમની મધ્યસ્થી તરીકે નિમણુંક કરવામાં આવી. તેમની પાસે અને પક્ષની દલીલો ત્રણ દિવસ ચાલી. તેમણે બન્ને પક્ષેને સાંભળી તા. ૨૪-૨-૬૫ના રાજ ફેંસલો આપ્યો અને તેમાં મિસ્ત્રી અમૃતલાલ જે કરી રહ્યા છે તે શાસ્ત્રીય પદ્ધતિનું છે એમ ઠરાવવામાં આવ્યું, જેથી પં. શ્રી ભગવાનદાસની ડિઝીટની રકમ રૂ. ૧૦૦૦-૦૦ મિસ્ત્રી અમૃતલાલને મળી. જૈન ના વહીવટની પ્રશંસા ભારતના તમામ ધર્મોનાં ટ્રસ્ટના વહીવટ અંગે સરકાર તરફથી સને ૧૯૬૦ના માર્ચ માસમાં હિન્દુ રિલીજિયસ એન્ડઉમેન્ટ કમિશન ડો. સી. પી. રામસ્વામી આયરના પ્રમુખપદે નીમવામાં આવ્યું હતું. તેમણે તમામ ધર્મોના વહીવટ તપાસી તેમનો રિપોર્ટ સને ૧૯૬રમાં પૂરો કર્યો હતે. તેમાં જનધર્મ અંગે પણ તપાસ કરવામાં આવી હતી, અને શેઠ આણંદજી કલ્યાણજીના પ્રમુખ તરીકે મારી જુબાની પણ લેવામાં આવી હતી અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના કામકાજ અંગે પણ તપાસ કરી હતી. તેમના રિપોર્ટમાં તેમણે જૈન Page #35 -------------------------------------------------------------------------- ________________ મંદિરના વહીવટની પ્રશંસા કરી છે અને એવી ભલામણ કરી છે કે હિન્દુ મંદિરેએ પણ જૈનેના વહીવટ જે વહીવટ અપનાવ. દ્રસ્ટ એકટને આવકાર સને ૧૯૪માં જ્યારે મુંબઈ રાજ્ય પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ એકટ ઘડવાનો વિચાર પ્રજા સમક્ષ મૂક્યો અને તે દિશામાં જરૂરી પગલાં ભર્યા તે વખતે, આપણા સંઘમાંની કેટલીક વ્યક્તિઓની નારાજ વહારીને પણ, મેં તેને આવકાર આપ્યો હતો, તે એ દષ્ટિએ કે આપણાં ટ્રસ્ટના વહીવટ હમેશાં કાર્યક્ષમ અને સ્વચ્છ રહે અને જે હેતુ માટે ટ્રસ્ટ ઊભું થયું હોય તે હેતુની મર્યાદામાં રહીને જ કામ થતું રહે. અને આપણું અનુભવે બતાવ્યું છે કે, આ વાત કેટલી મહત્ત્વની અને ઉપયોગી સાબિત થઈ છે. તે ટ્રસ્ટની સ્ટેન્ડિંગ કમિટી ગુજરાત રાજ્યનાં ટ્રસ્ટના વહીવટના કેટલાક સવાલો હલ કરવા સને ૧૯૬૩માં એક સ્ટેન્ડિંગ કમિટીની રચના કરી હતી. કમિટીએ તમામ ટ્રસ્ટને સ્પર્શતા સવાલે ઉપાડ્યા અને ચેરિટી કમિશ્નર તરફથી દ્રની ઊપજ પર બે ટકા લેખે વહીવટી ચાર્જ લેવાતો હતો, તેમાં ઘટાડો કરાવી એક ટક કરાવે, તેમ જ ટ્રસ્ટને મળતી બક્ષિસના દસ્તાવેજો ઉપર સ્ટેમ્પડ્યુટી લેવાતી હતી તેને તા. ૨૦-૧-૭૬ સુધી માફી અપાવી. આ મુદત લંબાવવા માગણી કરી છે. - ગુજરાત રાજ્ય અને ભારત સરકાર તરફથી ટ્રસ્ટને લગતા કાયદામાં સુધારાવધારા સૂચવવામાં આવે છે, તેને પણ અભ્યાસ કરી કમિટી યોગ્ય ફેરફાર સૂચવે છે અને તે અંગે રજૂઆત પણ કરે છે. જીર્ણોદ્ધાર ." પેઢીનું સામાન્ય વલણ જ્યાં ખાસ જરૂર હોય ત્યાં નવા જિનમદિર માટે સહાય આપવાનું અને પ્રાચીન જિનમંદિરે અને Page #36 -------------------------------------------------------------------------- ________________ તીર્થસ્થાનના જીર્ણોદ્ધાર માટે બને તેટલી વધુ સહાય આપવાનું રહ્યું છે. છેલ્લાં પચાસેક વર્ષ દરમ્યાન નવાં જિનમંદિરે માટે, પેઢી હસ્તકનાં તીર્થો અને જિનમંદિરના જીર્ણોદ્ધાર માટે, તેમ જ આબુ વગેરે બીજા તીર્થો તથા જિનમંદિરોના જીર્ણોદ્ધાર માટે, આશરે સાડા પાંચસે જિનમંદિરમાં થઈને, લગભગ એક કરોડ રૂપિયા ખરચવામાં આવેલ છે. - વિ. સં. ૧૯૯૨ની સાલમાં શ્રી અમદાવાદ દેરાસર જીર્ણોદ્ધાર કમિટીની સ્થાપના થઈ હતી. આ સંસ્થાનું કાર્યાલય શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં છે. અને એણે છેલ્લા ચાર દાયકા દરમ્યાન ચારસો જેટલાં દેરાસરના જીર્ણોદ્ધારમાં આશરે તેત્રીસ લાખ રૂપિયા ખરચ્યા છે. આ રકમને સમાવેશ પેઢીએ ખરચેલ એક કરેડ રૂપિયામાં થતો નથી. ' જેન તીર્થોને ઇતિહાસ - આપણું તીર્થો અને જિનમંદિરે દેશભરમાં ઠેર ઠેર પ્રસરેલાં છે. એની માહિતી એકત્ર કરીને પુસ્તકરૂપે છપાવવામાં આવે તે તે આ સંબંધી માહિતી મેળવવા ઇચ્છનારને તથા ઈતિહાસ અને પુરાતત્ત્વના સંશોધકોને પણ ઉપયોગી થઈ પડે. આ ઉપરથી આપણે ખાસ માણસે રેકીને આવી સામગ્રી એકત્ર કરીને એ “જૈન તીર્થ સર્વસંગ્રહ” નામે ત્રણ મોટી સાઈઝનાં દળદાર વેલ્યુમાં પ્રગટ કરવામાં આવી છે. આમાં કોઠાઓમાં ૪૩૯૫ સ્થાનનાં જિનમંદિર, ઉપાશ્રયે, જૈનોની વસતી, ધર્મશાળાઓ વગેરેની માહિતી આપવા ઉપરાંત ૨૭૦ તીર્થરૂપ સ્થાનેનું તેમ જ ઓરિસામાં આવેલ ઉદયગિરિ-ખંડગિરિની પ્રાચીન જૈન ગુફાઓનું વર્ણન આપવામાં આવ્યું છે. સાથે સાથે એમાં જૈન તીર્થોને નકશે પણ મૂકવામાં આવેલ છે. આ ગ્રંથ પેઢીનું એક મહત્ત્વનું પ્રકાશન છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પેઢીને ઇતિહાસ * શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની કાર્યવાહી ઘણું વિશાળ છે. એમાં તીર્થોના હક્કોની સાચવણ, તીર્થો તથા જિનમંદિરના જીર્ણોદ્ધાર, નવાં જિનમંદિર બનાવવાં, આ માટે જુદાં જુદાં સ્થાનના સંઘોને જરૂરી સલાહ-સૂચના તથા સહાય આપવી વગેરે અનેક કાર્યોનો સમાવેશ થાય છે. વળી, પેઢીની કામગીરીની વિગતો અઢીસો વર્ષ જેટલી જૂની મળતી હોવા છતાં, ખરી રીતે, જૈન સંઘની આ પેઢીની કામગીરીનો સમય તો તે પહેલાંના સમય સુધી પહોંચે એટલો લાંબે છે. ઉપરાંત, પેઢીનું દફતર પણ સારી રીતે સચવાયેલું છે, અને એ અઢી-ત્રણસો વર્ષ જેટલું જૂનું પણ છે. એટલે જે આ બધી સામગ્રીને ઉપયોગ કરીને પેઢીનો સવિસ્તર ઇતિહાસ તયાર કરાવવામાં આવે છે તેથી ઘણું ઉપયેગી માહિતી આપણે જાણું શકીએ તેમ જ આપણા પ્રતાપી પૂર્વ કેવાં કેવાં સારાં કાર્યો કરી ગયા તેની ગૌરવભરી વિગતે પણ જાણી શકીએ. તેથી બેએક વર્ષ પહેલાં આ કામ રતિલાલ દીપચંદ દેસાઈને સેંપવામાં આવ્યું છે અને એકાદ વર્ષમાં એ પૂરું થઈ જશે એવી ઉમેદ છે. ' આ તીર્થોની ગાઈડ આપણું તીર્થોની યાત્રાએ જતાં જિજ્ઞાસુ યાત્રિકોને જે તે તીર્થ સંબંધી ટૂંકી માહિતી આપતી ગાઈડે છપાવવામાં આવે એ જરૂરી છે. આ જરૂરિયાતને પૂરી કરવા માટે ગુજરાતના શિલ્પસ્થાપત્યકળા તથા પુરાતત્ત્વના વિખ્યાત વિદ્વાન શ્રી મધુસૂદન ઢાંકી પાસે શ્રી શત્રુંજય, કુંભારિયા, રાણકપુર તથા ગિરનારની ગાઈડ લખાવી છે, અને તે સચિત્ર છપાવવાની પેઢીની ચેજના છે. આમાંની ગિરિરાજ શ્રી શત્રુંજયની ગાઈડ છપાઈ ગઈ છે, અને બાકીની ગાઈડે પણ છપાવવામાં આવશે. આ ગાઈડને હિંદી તથા અંગ્રેજી ભાષામાં અનુવાદ છપાવવાની પણ ઈચ્છા છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ શૌરીપુર શરપુર તીર્થ આગરાથી ૪૦ માઈલ દૂર આવેલું છે. એ નેમનાથ ભગવાનના કલ્યાણકની ભૂમિ હોવાથી ત્યાં શ્વેતાંબર તથા દિગંબર મંદિરે છે. તે બંને વચ્ચે નાના પ્રકારના મતભેદો હોવાથી એ કોર્ટમાં ગયેલા. તે બાબત આપસમાં સમજૂતીથી પતાવી શકાય તે સારું, એમ વિચારીને મેં સને ૧૯લ્માં દિગંબર તીર્થક્ષેત્ર કમિટીના તે વખતના સેક્રેટરી શ્રી રતનચંદ ઝવેરી સાથે મુંબઈમાં વાટાઘાટ શરૂ કરેલી. કેટલાક વખત પછી એ વાટાઘાટ ફરી પાછી શરૂ કરી હતી. આ માટે હું તે વખતના પેઢીના મેનેજર શ્રી નાગરદાસને મારી સાથે મુંબઈ લઈ ગયો હતો. આ માટે અમારી વચ્ચે પાંચ-સાત બેઠકો થઈ, જે ઉપરથી અમે એક સમાધાન કર્યું, જેના હિસાબે બને સમાજનાં મંદિરને એકબીજાથી જુદા પાડવાનું નક્કી થયું અને એના નકશા ઉપર અમે સહીઓ પણ કરી. પણ જ્યારે આ વાતની ઈન્દોરના શેઠ હુકમચંદજીને ખબર પડી ત્યારે તેમણે જણાવ્યું કે રતનચંદને સમાધાન કરવાની શી સત્તા હતી? અમને આ સમાધાન કબૂલ નથી. અને એમ કહીને કોર્ટમાં કેસ આગળ ચલાવ્યા, જેમાં બન્ને પક્ષના મળીને લગભગ દેઢ લાખ રૂપિયા જેટલું ખર્ચ થયું અને અંતે કોટને ફેંસલો તે તે જ આવ્યો કે જે અમે સમાધાન કર્યું હતું. કેસરિયા * કેસરિયાજી તીર્થ ઘણું ભાવિકેની શ્રદ્ધાવાળું તીર્થ છે, તે એટલે સુધી કે સને ૧૯૪૦ ની સાલ સુધી તે જૈને ત્યાં ભગવાનને ભારોભાર કેસર ચડાવવાની માનતા માનતા હતા, અને એ રીતે ભગવાનને ઘણું કેસર ચડતું હતું. તે તીર્થનો વહીવટ વર્ષોથી વેતાંબરે કરતા આવ્યા હતા. તેથી જ્યારે સને ૧૨૮ની સાલમાં મંદિર ઉપર ધ્વજાદંડ ચઢાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે ત્યાં હજારોની સંખ્યામાં લોકોની મેદની જામી હતી અને ભીડને લઈને ચાર માણસ માર્યા ગયા હતા. તે ઉપરથી એ પ્રશ્ન ઊભું થયે કે આ તીર્થ કોનું Page #39 -------------------------------------------------------------------------- ________________ છે? આ મુદ્દા ઉપર ઉદયપુરના દરબાર પાસે બે વર્ષ સુધી કેસ થા, જેમાં તાંબરેશને દેઢેક લાખ રૂપિયા જેટલું અને દિગંબરેને સવા લાખ રૂપિયા જેટલું ખર્ચ થયું હતું અને એ માટે શ્રી ચીમનલાલ સેતલવાડ અને મહમદઅલી ઝીણા જેવા મોટા મોટા ધારાશાસ્ત્રીઓએ સામસામી દલીલ કરી હતી. પણ ઉદયપુર દરબારે એ કેસનું જજમેન્ટ બહાર ન પાડયું અને મંદિરનો વહીવટ દરબાર તરફથી અમલદાર નીમીને ચલાવવા માંડ્યો, જે આજ સુધી એમ જ ચાલે છે, એટલું જ નહીં, પણ બન્ને પક્ષેની તકરારને લઈને તીર્થમાં હિંદુ વિધિવિધાન પણ થવા માંડયાં છે. આ પરિસ્થિતિ દુસહ્ય હોવાથી મેં આ માટે દિગબર સાથે વાટાઘાટ શરૂ કરી. તેમાં પહેલે મુદ્દા એ ચર્ચો કે કાં તે હાલ જે વિધિવિધાને ચાલે છે, તે તે પ્રમાણે ચાલુ રાખવા અને તેમાં બન્ને પક્ષમાંથી કેઈએ ફેરફાર કરે નહીં અથવા તે વિ. સં. ૧૯૮૨માં જે વિધિવિધાનેની નોંધ થયેલી છે, તે પ્રમાણે ચાલુ રાખવું. દિગંબર સમાજ તરફથી એમની તીર્થક્ષેત્ર કમિટીના સેક્રેટરી શ્રી રતનચંદ ઝવેરી સાથે આ માટે વાટાઘાટ શરૂ થઈ. છેવટે તેમણે કહ્યું કે વિ. સં. ૧૯૮૨માં જે નેધ થઈ છે તે તેમને કબૂલ છે, પણ તેમાં ચાર મૂતિઓને જે ચાંદીની આંગી ચઢે છે તે ન ચઢવી જોઈએ. મેં કહ્યું કે એક વખત તમે વિ. સં. ૧૯૮૨ની નોંધ કબૂલ રાખે તે પછી તેમાં હું યત્કિંચિત્ પણ ફેરફાર કરવા કબૂલ થઈશ નહીં. એ વાત તે કબૂલ કરે એવું વાતાવરણ હતું. પણ એ વખતે પૂ. ધર્મસાગરજી મહારાજે દિગંબરે સામે કેટમાં કેસ માંડ કે કેસરિયાજી તીર્થ શ્વેતાંબરનું જ છે, અને દિગંબરેએ એમાં કોઈ દખલ કરવી નહીં. તે ઉપરથી અમારે અમારી વાટાઘાટો અધૂરી રાખવી પડી. તે કેસમાં નીચલી કોર્ટમાં પૂ. ધર્મસાગરજી મહારાજ જીત્યા, એટલે દિગંબરો તે કેસ ઉપલી કોર્ટમાં લઈ ગયા, અને ત્યાં નીચલી કોર્ટનું જજમેન્ટ કાયમ ના રહ્યું. હું માનું છું કે આ તીર્થના વહીવટ સંબંધી દિગંબર સમાજ સાથે Page #40 -------------------------------------------------------------------------- ________________ વાટાઘાટો દ્વારા નિકાલ લાવી શકાય એમ છે અને તેમ કરવું જોઈ એ. 'તરીક્ષજી સૌથ આ તીથ અંગેના કેસમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ સીધા રસ લીધા નથી; ફક્ત શ્વેતાંબર ભાઈ આ, જે ત્યાંના વહીવટ સભાળે છે, તેમને દિગંબરો સામે કોર્ટમાં જવું પડયુ ત્યારે પેઢી તરફથા નાણાકીય મદદ કરવામાં આવી છે. પણ જ્યાં સુધી સામા પક્ષ તરફથી ઝઘડા બંધ કરવાની અને સમાધાન કરવાની ઇચ્છા પ્રમળ ન થાય ત્યાં સુધી આના અંત આવવા મુશ્કેલ છે. માટી સુસીબત અટકી ગઈ ઘેાડા વખત પહેલાં એવી હકીકત મળી કે બિહાર રાજ્યના મુખ્ય પ્રધાન અને કમિટીએ બિહારમાંના, રિલીજિયસ ટ્રસ્ટ બેડ, બિહાર વક, અને શ્વેતાંબર તથા દિગમ્બરનાં દેરાસરા તથા સસ્થાઆની મિલકત તથા જવાબદારીએ સરકાર હસ્તક લઈ લેવાના નિર્ણય કર્યો છે અને તે અંગેના કાયદો ધારાસભામાં રજૂ થવાના છે, મને લાગ્યું કે જો આ પ્રમાણે થાય તે તીર્થો અને સંસ્થાઓને પારાવાર નુકસાન થશે અને કેટલાકનું તે અસ્તિત્વ પણ જોખમાશે. આ શકવા મૂકો પણ સચોટ એવા કયા ઇલાજ લેવા, એ માટે મે ખૂબ મનેામથન કર્યું. અંતે મને સૂઝયું કે આયર કમિશને તેના રિપોર્ટમાં આપણા વહીવટનાં વખાણ કર્યા છે. આ વિગતા સરકાર સમક્ષ રજૂ કરી અને ચાગ્ય પ્રયત્ના કર્યાં. સદ્ભાગ્યે એ પ્રયત્ના સફળ થયા અને એક માટી મુસીખત આવતી અટકી ગઈ. આભાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી મારફત મને આપણાં તીર્થોની તથા જૈન શાસનની સેવા કરવાની જે તક મળી છે તેને હું મારુ અપૂર્વ સદ્ભાગ્ય માનું છું. મારા કાસમય દરમ્યાન મને જે જે Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પરમપૂજ્ય આચાર્ય મહારાજ સાહેબ તથા મુનિ મહારાજનું માગ દર્શન મળ્યું છે, એમનાથી હું ખૂબ ઉપકૃત થયો છું, અને એમને હૃદયથી ઉપકાર માનું છું. મારી જવાબદારીઓને પૂરી કરવામાં મને જે કાંઈ સફળતા મળી છે તે, મારા સાથી વહીવટદાર ટ્રસ્ટીભાઈએ તેમ જ આપ સહુ પ્રાદેશિક પ્રતિનિધિ સાહેબેએ મારામાં મૂકેલ વિશ્વાસને લીધે તથા મને આપેલ સહકારને લીધે મળી છે. આ માટે હું આપ સૌને અંતઃકરણથી આભાર માનું છું. -કેિટલાક સુધારા-વધારા સાથે , Page #42 -------------------------------------------------------------------------- ________________ આવરણું : શારદા મુદ્રણાલય : પાનકોર નાકા : અમદાવાદ.