________________
શૌરીપુર શરપુર તીર્થ આગરાથી ૪૦ માઈલ દૂર આવેલું છે. એ નેમનાથ ભગવાનના કલ્યાણકની ભૂમિ હોવાથી ત્યાં શ્વેતાંબર તથા દિગંબર મંદિરે છે. તે બંને વચ્ચે નાના પ્રકારના મતભેદો હોવાથી એ કોર્ટમાં ગયેલા. તે બાબત આપસમાં સમજૂતીથી પતાવી શકાય તે સારું, એમ વિચારીને મેં સને ૧૯લ્માં દિગંબર તીર્થક્ષેત્ર કમિટીના તે વખતના સેક્રેટરી શ્રી રતનચંદ ઝવેરી સાથે મુંબઈમાં વાટાઘાટ શરૂ કરેલી. કેટલાક વખત પછી એ વાટાઘાટ ફરી પાછી શરૂ કરી હતી. આ માટે હું તે વખતના પેઢીના મેનેજર શ્રી નાગરદાસને મારી સાથે મુંબઈ લઈ ગયો હતો. આ માટે અમારી વચ્ચે પાંચ-સાત બેઠકો થઈ, જે ઉપરથી અમે એક સમાધાન કર્યું, જેના હિસાબે બને સમાજનાં મંદિરને એકબીજાથી જુદા પાડવાનું નક્કી થયું અને એના નકશા ઉપર અમે સહીઓ પણ કરી. પણ જ્યારે આ વાતની ઈન્દોરના શેઠ હુકમચંદજીને ખબર પડી ત્યારે તેમણે જણાવ્યું કે રતનચંદને સમાધાન કરવાની શી સત્તા હતી? અમને આ સમાધાન કબૂલ નથી. અને એમ કહીને કોર્ટમાં કેસ આગળ ચલાવ્યા, જેમાં બન્ને પક્ષના મળીને લગભગ દેઢ લાખ રૂપિયા જેટલું ખર્ચ થયું અને અંતે કોટને ફેંસલો તે તે જ આવ્યો કે જે અમે સમાધાન કર્યું હતું.
કેસરિયા * કેસરિયાજી તીર્થ ઘણું ભાવિકેની શ્રદ્ધાવાળું તીર્થ છે, તે એટલે સુધી કે સને ૧૯૪૦ ની સાલ સુધી તે જૈને ત્યાં ભગવાનને ભારોભાર કેસર ચડાવવાની માનતા માનતા હતા, અને એ રીતે ભગવાનને ઘણું કેસર ચડતું હતું. તે તીર્થનો વહીવટ વર્ષોથી વેતાંબરે કરતા આવ્યા હતા. તેથી જ્યારે સને ૧૨૮ની સાલમાં મંદિર ઉપર ધ્વજાદંડ ચઢાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે ત્યાં હજારોની સંખ્યામાં લોકોની મેદની જામી હતી અને ભીડને લઈને ચાર માણસ માર્યા ગયા હતા. તે ઉપરથી એ પ્રશ્ન ઊભું થયે કે આ તીર્થ કોનું