________________
૨૩
કુંભીઓને કુંભીથી નીચે ઉતારે છે, તે અશાસ્ત્રીય છે. મેં મિસ્ત્રીને પૂછયું. મિસ્ત્રીએ પિતાને મત શાસ્ત્રવિધાન પ્રમાણે છે તેમ જણાવ્યું. મને લાગ્યું કે આ પ્રશ્નનો નિકાલ કરાવી લે સારે, કે જેથી આવી તકરારે ઊભી થાય નહીં. એટલે મેં ૫. ભગવાનદાસને લખ્યું કે આ પ્રશ્નનો નિકાલ શિ૯૫શાસ્ત્રના જાણકાર જ કરી શકે અને તેથી એક મધ્યસ્થી રૂબરૂ તમારે અને મિસ્ત્રીએ ચર્ચા કરવી અને મધ્યસ્થી જે નિર્ણય આપે તે બન્નેને કબૂલ હોવું જોઈએ. તેમાં એક વધારાની શરત એવી મૂકી કે બન્ને પક્ષોએ એટલે પંડિત ભગવાનદાસે અને સેમપુરા અમૃતલાલે રૂ. ૧૦૦૦-૦૦ ડિપોઝીટ તરીકે મૂકવા, અને જે પક્ષ હારે તેના પિસા જીતનાર પક્ષને મળે. બન્ને પક્ષે આ શરત કબૂલ કરી. અને આ પ્રશ્નને નિકાલ કરવા માટે શિલ્પશાસ્ત્રનો વિદ્વાન, શિલ્પવિશારદ શ્રી મધુસૂદન ઢાંકી કે જેઓ આકિલોજિકલ વિભાગના મુખ્ય અધિકારી હતા, તેમની મધ્યસ્થી તરીકે નિમણુંક કરવામાં આવી. તેમની પાસે અને પક્ષની દલીલો ત્રણ દિવસ ચાલી. તેમણે બન્ને પક્ષેને સાંભળી તા. ૨૪-૨-૬૫ના રાજ ફેંસલો આપ્યો અને તેમાં મિસ્ત્રી અમૃતલાલ જે કરી રહ્યા છે તે શાસ્ત્રીય પદ્ધતિનું છે એમ ઠરાવવામાં આવ્યું, જેથી પં. શ્રી ભગવાનદાસની ડિઝીટની રકમ રૂ. ૧૦૦૦-૦૦ મિસ્ત્રી અમૃતલાલને મળી.
જૈન ના વહીવટની પ્રશંસા ભારતના તમામ ધર્મોનાં ટ્રસ્ટના વહીવટ અંગે સરકાર તરફથી સને ૧૯૬૦ના માર્ચ માસમાં હિન્દુ રિલીજિયસ એન્ડઉમેન્ટ કમિશન ડો. સી. પી. રામસ્વામી આયરના પ્રમુખપદે નીમવામાં આવ્યું હતું. તેમણે તમામ ધર્મોના વહીવટ તપાસી તેમનો રિપોર્ટ સને ૧૯૬રમાં પૂરો કર્યો હતે. તેમાં જનધર્મ અંગે પણ તપાસ કરવામાં આવી હતી, અને શેઠ આણંદજી કલ્યાણજીના પ્રમુખ તરીકે મારી જુબાની પણ લેવામાં આવી હતી અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના કામકાજ અંગે પણ તપાસ કરી હતી. તેમના રિપોર્ટમાં તેમણે જૈન