________________
૧૨
ભાઈ અને (૪) દલછારામને લઈ હું તા. ૧૩–૩–૩૩ના રાજ રાણકપુર ગયા. તે વખતે ત્યાંની ધર્મશાળા કાંઈ પણ સગવડ વિનાની અને માત્ર પડાળીઓની જ હતી. અમે ખુલ્લામાં ચાર દિવસ રહ્યા. આગલા દિવસે આ જગ્યાએ વાઘ આવ્યા હતા અને કૂતરું લઈ ગયા હતા! આ દિવસેામાં ત્યાંના પૂરેપૂરા સરવે કરી, જીર્ણોદ્ધાર કેવી રીતે કરવા ને શા શા સુધારા-વધારા કરવા તે વિચાર્યું. શ્રીયુત એટલીએ તેમને રિપોર્ટ તા. ૩૦-૩-૩૩ના ાજ આપ્યા, જે હાલ પેઢીમાં મેાજૂદ છે.
આ કામ કરાવવા માટે કોન્ટ્રાકટ આપ્યા. ત્રણ મહિના પછી મૈં તથા ટ્રસ્ટીઓએ ત્યાં જઈ કામ જોયુ. તેા તે ખિલકુલ સારું નથી તેમ જણાયુ, મે તેમને જણાવ્યુ કે આ કામ નિસ્તેજ છે અને મૂળ કામની સાથે સુસંગત થાય તેવું નથી. તેથી કરેલું કામ રદ કરી નવેસરથી ડિપાર્ટમેન્ટલી કામ કરાવવું એમ મેં જણાવ્યું. મારા સાથીએ તેમ કરવા કબૂલ થયા. જે કામ થયેલુ. હતુ. તેના ખર્ચ રૂ. ૬૧૦૦-૦૦ થઈ ચૂકયા હતા, છતાં અમે તે કામ રખાતલ કરી નવું કરાવવાનું શરૂ કર્યું. આ કામ જૂના કામને અનુરૂપ હતુ, જેથી ચાલુ રાખ્યું. જીર્ણોદ્ધારનું કામ સને ૧૯૩૪માં શરૂ થયું અને ૧૧ વર્ષ કામ ચાલ્યું, અને તેમાં રૂ. ૪૭૦૦૦૦-૦૦ (ચાર લાખ સિત્તેર હજાર )ને ખર્ચ થયા. મિ. બેટલીએ આવીને જ્યારે એ કામ જોયું ત્યારે તેમણે પૂરા સતાષ વ્યક્ત કર્યાં, એટલું જ નહીં, પણ આવું સારું કામ કાઈ કરાવી શકત નહી' તેમ સર્ટિફિકેટ પણ આપ્યું. મુખ્ય દેરાસરના ચામુખજી ભગવાનનું આરસનું પરિઘર તદ્દન ખવાઈ ગયેલું હતું, જે નવેસર કરાવ્યુ. અને જૂનું પરિઘર મંદિરની બહાર દક્ષિણ બાજુએ ઊભુ` કરી રાખેલ છે. એ પણ જૂના સ્થાપત્યની કળાના નમૂના છે.
સમશાળા
ત્યાં ધર્મશાળાની સગવડ ન હતી એટલે એક નવી ધર્મશાળા ધવાની શરૂ કરી અને તે મારાં માતુશ્રીના સ્મરણાર્થે બંધાવી આપવા