Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 14
________________ જીર્ણોદ્ધાર ગિરનારનાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવો જરૂરી હતું, જેથી તે કામ અમે સંવત ૨૦૨૧માં હાથમાં લીધું. જ્યાં નેમનાથ ભગવાનની મૂર્તિ છે, ત્યાં ઘણો જ અંધકાર હતો એટલે આજુબાજુ જાળિયાં મુકાવી પૂરતો પ્રકાશ કરાવ્યો. ભગવાનની મૂર્તિને લેપ કરાવવાની જરૂર હતી તે પણ કરાવ્યું. અમીઝરા પાર્શ્વનાથના દેરાસરમાં પણ ખૂબ જ અંધકાર હતો, જેથી ઉપરના ભાગે સુરક્ષિત કાચ બેસાડી મંદિર પ્રકાશિત કરાવરાવ્યું. પ્રવેશદ્વાર નાનું હતું તે પણ મોટું કરાવ્યું. બીજાં મંદિરમાં પણ રંગ લગાડી કતરણને વિકૃત કરી નાંખવામાં આવી હતી, તે તમામ ભાગે ધોવરાવી નાંખ્યા, જરૂર પ્રમાણે ઘસાવી સરખા કરાવ્યા. અને જ્યાં જ્યાં આરસ હતો તેને ઘસાવી, કેટલાંક મિશ્રણ લગાવડાવી સતેજ કર્યો. - આ જીર્ણોદ્ધાર પાછળ અત્યાર સુધીમાં રૂ. ૩૬૦૦૦૦-૦૦ (ત્રણ લાખ સાઈઠ હજાર) જેટલો ખર્ચ થયો છે. હજુ કામ ચાલુ છે ને એમાં બીજા રૂ. ૧૦૦૦૦૦-૦૦ (એક લાખ રૂપિયા) થવા સંભવ છે. ગિરનાર ઉપર ધર્મશાળાની પૂરતી સગવડ નથી અને જે સગવડ છે તેમાં પૂરતી સુવિધા નથી, જેથી પૂરતી સગવડવાળી નવીન ધમશાળા બંધાવવાનું નક્કી કર્યું છે. પરંતુ પાણીના અભાવે તે કામ હાથ ઉપર લઈ શકાયું નથી, જે હવે પૂરું કરાવી લેવામાં આવશે. રાણકપુર જીર્ણોદ્ધાર રાણકપુરને વહીવટ જ્યારે લીધો ત્યારે ત્યાંનાં મંદિરની આસપાસની જગ્યા બિસ્માર હાલતમાં હતી. ઝેરી જનાવરે તથા પંખીઓના માળા પણ મંદિરમાં નજરે પડતાં હતાં. આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવવાનું તા. ૧૬-૧-૩૬ની મીટિંગમાં નક્કી થયું. આ માટે સ્થાપત્યના વિદ્વાન અને નિષ્ણાત શિલ્પી ગ્રેગસન બેટલી તથા પેઢીના શિલ્પીઓ (૧) શ્રી ભાઈશંકર, (૨) પ્રભાશંકર, (૩) જગનાથ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42