Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 13
________________ ૧૦ જૂનાગઢ તીથના હક્કો અંગે કરાર જૂનાગઢ ગિરનાર ઉપર આપણું તીર્થો ઉપરાંત બીજા ધર્મનાં તીર્થો પણ છે. તેમાં માલિકી અને હકકોના ઝઘડા ચાલતા હતા અને કેટલીક વખતે ઉગ્ર રૂપ પકડી તોફાને પણ થયાં હતાં. આ ઝઘડાએને નિર્ણય સરકારી રાહે મેળવી શકાય તો સારું એમ મને લાગ્યું; અને જ્યારે સૌરાષ્ટ્ર સરકારની સ્થાપના થઈ એટલે આપણું મિલકતના માલિકી, કબજા, ભેગવટા અને હક્કોના નિર્ણયે સૌરાષ્ટ્ર સરકાર પાસે કરાવી લેવાનું મને યોગ્ય જણાયું અને શ્રી ઢેબરભાઈને મળી સૌરાષ્ટ્ર સરકાર પાસેથી જુલાઈ, ૧૯૪લ્માં એક કરાર કરાવી લીધો, અને આપણું માલિકીનાં દેરાસરે, કુડે, જમીને, રસ્તા તથા ઇતર હક્કો નક્કી કરાવી લીધા. આ અસલ કરાર પેઢીમાં સુરક્ષિત છે. માટેના હક્ક | ગિરનાર ઉપર યાત્રીઓ તરફથી થતી પૂજા વગેરેમાં બારેટેને હક્કો હતા, જેના લીધે થોડી અગવડો ઊભી થતી હતી. આ હક્કો છેડી દેવા તેમની સાથે વાટાઘાટો કરી તા. ૨૯-૧૧-૧૫૭ના રોજ તેમની સાથે કરાર કરી વાર્ષિક રૂ. ૪૨૦૦-૦૦ આપવાની શરતે તેમના હક્કો ખરીદી લીધા. આ પૈકી બે ભાગીદારેએ આ વાર્ષિક રકમની સામે એકસામટી ઉશ્ચક રકમ લઈ પોતાના હકકો કાયમના માટે વેચાણ આપી દીધા, એટલે હવે બાકી રહેલા ભાગીદારને વાર્ષિક રૂ. ૨૧૦૦-૦૦ આપવાનું ચાલુ રહ્યું છે, જે હક્કો કાયમને માટે ખરીદી લેવા વિચારણા ચાલી રહી છે. ઉપરના હક્કો વેચાણ લીધા ત્યારે આપણી ઊપજ રૂ. ૩૧૦૦-૦૦ (એકત્રીસ સે) જેટલી હતી, જ્યારે સં. ૨૦૩૧ની સાલમાં તે રૂ. ૧૩૦૦૦-૦૦ જેટલી થઈ છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42