________________
કરીએ અડધા માસના પગાર લેખે વધુમાં વધુ પંદર પગાર જેટલી રકમ ગ્રેજ્યુઈટી તરીકે આપવાનું ધોરણ છે.
આ ઉપરાંત દરેક કક્ષાના કર્મચારીની ગ્રેડ પણ બાંધવામાં આવી છે.
કર્મચારીઓ માટે પ્રોવિડંટ ફંડ જુલાઈ, ૧૯૭૦માં શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ સવા છ ટકાના દરે પગારમાં કપાત કરી, તેટલી બીજી રકમ પેઢીમાંથી ઉમેરવામાં આવતી હતી. સં. ૨૦૩૧ની સાલમાં તેમાં સુધારો કરી આઠ ટકા લેખે કપાત થાય છે અને તેટલી રકમ પેઢી જે તે કર્મચારીને આપે છે. નૂતન જિનાલય અને એની પ્રતિષ્ઠા
૧૯૬૪માં ગિરિરાજ ઉપર ઉત્થાપન કરેલ પ્રતિમાજીઓ સુવ્યવસ્થિત રીતે દાદાની ટૂંકમાં જ બિરાજમાન કરવામાં આવશે એમ નક્કી કરવામાં આવેલું, જે અનુસાર દાદાની ટૂંકમાં એક નૂતન જિનાલય બાંધવામાં આવ્યું અને આ ઉત્થાપન કરેલાં પ્રતિમાજી પિકીની મોટાભાગની પ્રતિમાઓ આ નૂતન જિનાલયમાં તા. ૭-૨-૭૬ના રોજ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે, તે તો આપ સર્વને સુવિદિત છે.
આ પ્રતિમાજીઓની સંખ્યા ૫૦૪ જેટલી હતી અને ૬ ઈંચથી માંડીને ૨૪ ઈંચ સુધીની પંલેઠીના માપની પ્રતિમાજીઓ હતી. આ બધી પ્રતિમાજીઓની ઉછામણી કરીને પ્રતિષ્ઠાનો આદેશ આપવાનું વ્યવહારુ ન જણાતાં, ૭ પ્રતિમાજીએ ઉછામણી માટે રાખી, બાકીની નકરાથી બેસાડવાનું નક્કી કર્યું.
નૂતન જિનાલય બાંધવામાં અત્યાર સુધીમાં આશરે સાડા છ લાખ રૂપિયા જેટલો ખર્ચ થયે છે. થેડુ કામ અધૂરું છે અને કેતરકામ અને મૂર્તિકામ મળી એક લાખ રૂપિયા જેટલો બીજો ખર્ચ થવા સંભવ છે. . . . . . . .