Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 9
________________ ઓફિસને ત્યાં કેસો ચલાવ્યા. દરમિયાનમાં ડુંગર કામદાર મંડળના સભ્યોએ કામ બંધ કરવાની ધમકી આપી અને કેટલાક માણસો પેઢીના દરવાજા આગળ ભૂખ હડતાલ ઉપર ઊતર્યા. તેમને નિકાલ કરવા પાલીતાણ સંઘે પેઢીને અને મને તારો પણ કર્યા. આખું વાતાવરણ ઉશ્કેરણીજનક બની ગયેલું. છતાં પેઢી તરફથી જરાક પણ મચક આપવામાં આવી નહીં. છેવટે તેઓએ સામૂહિક હડતાલ ઉપર જવાનો નિર્ણય કર્યો. તેની સામે અમે બે નિર્ણય લીધા? (૧) જે લોકો હડતાલ ઉપર ઊતરે તેમને નોકરી પર લેવા કે નહીં તે પેઢીની મરજી ઉપર રહેશે એમ જાહેર કર્યું; (૨) કદાચ હડતાલ ઉપર જાય તો સેવા-પૂજા અટકે નહીં તેનો પ્રબંધ કર્યો. પરિણામે મંડળ થાકી ગયું અને છેવટે કઈ પણ જાતની શરત વગર સને ૧૯૭૦માં એ મંડળનું વિસર્જન થયું. દરમિયાનમાં ૧૬૮માં ડુંગર ઉપર ભાર લઈ જતા મજૂરેએ તેમની માંગણી મુજબના દરે વધારી આપવા કહ્યું, અને કામ બંધ કર્યું. આના લીધે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે ડુંગર ઉપર પાણી ગરમ કરવા માટે લાકડાનો એક દિવસ ચાલે તેટલો જ જ રહ્યો. આનો પણ મક્કમ સામનો કરી, બીજા ગામના માણસને સાથ લઈ આ સવાલને ફતેહમંદીથી પાર પાડ્યો. ચાની દુકાન બંધ રહી ગિરિરાજ ઉપર, રામપળના દરવાજા બહાર, એક ચાની દુકાન બાંધવા માટે ગુજરાત સરકારે સને ૧૯૬૮માં પરવાનગી આપી હતી અને એ માટે જમીન પણ વેચાણ આપી હતી. આપણને આ વાતની ખબર પડતાં ગિરિરાજની પવિત્રતા અને મહત્તા તથા આપણા હક્કો અંગે સરકાર સમક્ષ રજૂઆત કરતાં સરકારે એમને હુકમ પાછો ખેંચી લીધું હતું. સરકારની સમક્ષ આ વાતની રજૂઆત કરવામાં કાઠિયાવાડના પિલીટિકલ એજન્ટ શ્રી પિલે, સને ૧૮૭૬માં, મુંબઈ સરકારને મેકલેલ પોતાના અહેવાલમાંના શબ્દ અને મુંબઈ સરકારે

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42