Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 4
________________ શેઠ આણંદજી કલ્યોગજની પેઢીના પ્રાદેશિક પ્રતિનિધિ સાહેબ, સજા સંગ્રહ કે. આજે હું શેર કરવાની પેઢીમાંથી નિવૃત્ત થાઉં છું, એટલે આપને થોડો વખત લઉં તો ક્ષમા કરશે. - હું તા. ૨૨-૧૧-૨૫ના રોજ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં જોડાયે. આજે એ વાતને પચાસ વર્ષ ઉપર થયાં. તે દરમ્યાન કેટલાક મહત્વના પ્રસંગો બન્યા, તે આપની ધ્યાન ઉપર લાવું તે તે અસ્થાને નહિ ગણાય. શ્રી શત્રુંજય તીર્થ રાપાની રકમ બાબત સને ૧૮૮૬માં પાલીતાણું રાજ્ય સાથે ૪૦ વર્ષને કરાર થયે હતો, તે મુજબ તીર્થ અને યાત્રિકોના જાનમાલની સાચવણીના રખેપાના બદલામાં પાલીતાણું રાજ્યને રૂ. ૧૫૦૦૦-૦૦ દર વર્ષે આપવાનું નકકી થયું હતું. તે મુજબ ૪૦ વર્ષ તા. ૩૧-૩-૧૯૨૬ના રેજ પૂરાં થતાં હતાં. દરબારે યાત્રિક દીઠ રૂ. ૨-૦૦ પ્રમાણે છૂટક જાત્રાવેરો વસૂલ કરવા બ્રિટીશ સરકાર પાસે માંગણી કરી. આ અંગેનું કામ પોલિટિકલ એજન્ટ મિ. સી. સી. ટસન પાસે ચાલ્યું. તેમણે બનેની હકીકત સાંભળી તા. ૧૨-૭-૧૯૨૬ના રોજ ચુકાદે આપ્યો અને તેમાં પાલીતાણા દરબારને વાર્ષિક રૂ. ૧૦૦૦૦૦-૦૦ દસ વર્ષ સુધી આપવાનું ઠરાવ્યું. અને દસ વર્ષ બાદ યાત્રિક દીઠ રૂ. ૨-૦૦ (બે રૂપિયા) પ્રમાણે મુંડકાવેરે લેવા પાલીતાણું રાજ્યને સત્તા આપી. આ ચુકાદો આપણને માન્ય ન હોવાથી તા. ૨૭–૭–૧૨ના રેજ અમદાવાદમાં સકળ સંઘના સ્થાનિક પ્રતિનિધિઓ તથા દેશના બીજા સંભાવિત ગૃહસ્થોની એક મીટિંગ બોલાવવામાં આવી, અને તેમાં ઠરાવવામાં આવ્યું કે જ્યાં સુધી આપણને આ રખેપાના સવાલ તેમ જ પવિત્ર શત્રુંજયની બીજી ચાલતી તકરારના સંબંધમાં

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42