Book Title: Anandji Kalyanji Pedhi 50 Varshna Karyavahini Ruprekha Author(s): Anandji Kalyanji Pedhi Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 5
________________ પૂરતા અને સતાષકારક ન્યાય ન મળે ત્યાં સુધી કાઈ પણ જૈને પાલીતાણા યાત્રાએ જવું નહિ. આ આદેશ ભાવિક જૈને માટે ઘણા કઠિન હતા. છતાં પણ હિન્દુસ્તાનના એકેએક જૈને તે માથે ચઢાવ્યા, અને એક પણ યાત્રી યાત્રાર્થે ગયા નહિ. આ લડત સન ૧૯૨૮ના મે માસની આખર સુધી ચાલુ રહી. આ એક ગૌરવ લેવા જેવી વાત કહેવાય. દરમ્યાનમાં આ બાબતમાં પેાલિટિકલ એજન્ટ તેમ જ છેક વાઈસરાય સુધી આપણે લડત ચાલુ રાખી અને તે વખતના વાઈસરોય લોર્ડ રીડીંગ પાસે ડેપ્યુટેશનમાં જઈ આપણા કેસ રજૂ કર્યાં. પરંતુ લોર્ડ રીડીંગની બદલી થઈ અને તેમની જગ્યાએ લૈંડ ઇરવીન આવ્યા. એટલે તેમની પાસે પણ આપણી વસ્તુસ્થિતિ રજૂ કરી. તેમની દરમ્યાનગીરીથી પાલીતાણા દરબાર સાથે તા. ૨૬-૫-૧૯૨૮ના રાજ સમજૂતી થઈ, જેમાં પાલીતાણા દરબારને, ૩૫ વર્ષ સુધી, દર વર્ષના રૂ. ૬૦૦૦૦-૦૦ આપવાનું નક્કી થયું, અને આ કરારની રુઈ એ પહેલુ પેમેન્ટ તા. ૧-૬-૧૯૨૯ના રાજ આપવા નક્કી થયું. આ રીતે દરખરે ૧-૪-ર૬ થી ૩૧-૫-૨૮ સુધીનુ' ઉત્પન્ન પણ ગુમાવ્યુ’. આ રૂ. ૬૦૦૦૦-૦૦ની રકમ ભરવા માટે સારું એવુ ક્રૂડ ઊભું કરવુ કે જેના વ્યાજમાંથી આ રકમ આપી શકાય, એમ અમે વિચાયું. મને જણાવતાં આનંદ થાય છે કે અમે જ્યારે ફંડ ઉઘરાવવાની ટહેલ નાંખી તેા, ફક્ત ત્રણ દિવસમાં જ, અમદાવાદમાંથી છ લાખ જેવી માતબર રકમનાં વચના મેળવી શકવા અમે ખીજુ બધું કામ છેાડી સવારથી સાંજ સુધી જૈન ભાઈઓના નિવાસસ્થાને જઈ મળવાનું રાખ્યું હતુ અને જૈન ભાઈ એએ પણ એટલા જ ઉમળકાથી સારી એવી રકમ નેાંધાવી હતી. ત્યારબાદ દોઢેક લાખ મુખઈમાંથી ઉઘરાવી લીધા. આ રીતે ભેગી થયેલ રકમના વ્યાજમાંથી રૂ. ૬૦૦૦૦-૦૦ વર્ષ દિવસે પાલીતાણા દરમારને આપવાનું સુગમ થયું.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42