________________
રાજાના અમે વંશજો છીએ. ગંગા તીરે ભરતેશ્વર મહારાજે ભરાવેલી નયનાનંદ ઉપજાવતી શ્રી ઋષભ ભગવાનની સુવર્ણ મૂર્તિને અહેનિશ પૂજીએ છીએ. થોડા કાળથી ત્યાં કૈચકર્ણ નામને રાક્ષસ આવી અમને ઉપદ્રવ કરે છે. એને આપે વાર ઘટે છે. નળરાજાને પરાક્રમ કરવાને ઉમંગ થઈ રહ્યા હતા તેવામાં આ ધર્મકાર્ય આવી પડવાથી ઘણે આનંદ થયો. તાપસેને દીલાસે દઈને વળાવ્યા અને પિતે સૈન્ય લઇને કાંચકર્ણ ઉપર ચઢી, તેની સાથે તુમુલ યુદ્ધ કરી તેને નાશ કરી પિતાની નગરીમાં પાછો આવ્યો ત્યારે ત્યાં જયજયકાર થઈ રહ્યો.
એક સમય નળરાજા વનક્રીડા કરવા પધાર્યો ત્યાં એક પંથી દીઠે. પૂણ્યક રાજાનાં દર્શન કરૂં ધારી પંથી રાજા પાસે આવ્યા. રાજાએ વિવેકથી એની મુસાફરીને અંગે જેએલાં કૅતુકને સંબંધે પૂછતાં પથીએ કહ્યું કે મહારાજ, મૂલ્ય ન થઈ શકે એવા નર, સ્ત્રી અને રત્ન જ્યાં નીપજે છે એવા વિદર્ભ દેશમાં હું જઈ ચઢ્યા હતા. ત્યાંની રાજધાનીનું નામ કુંડિનપૂર અને રાજાનું નામ ભીમ છે. પુષ્પમતી રાણી પતિની છે. તેને દમયંતી નામે દુહિતા છે. હું એક વડની છાયામાં બેઠા હતા એટલામાં મેં તૂરીના શબ્દ સાંભળ્યા. જોઉં છું તે પાલખીમાં બેસીને સહસ્ત્ર દાસીઓથી વિંટાયલી કુંવરી હું બેઠો હતો તે તરફ આવતી હતી. પુરૂષ માટે હું ત્યાંથી ખસી ગયે પણ મને તેણે દીઠે અને પરદેશી પંથી જાણ દાસી મોકલી પિતાની પાસે તેડા. યાત્રાની હકીકત પૂછી અને મને કહ્યું હે બંધવ! નિષધ રાજાને વર નળ નામે રાજા પૃથ્વિ ઉપર દ્રિ રૂપે જ અવતર્યો છે. એણે પિતાની અદભૂત કીર્તિ બધા જગતમાં ફેલાવી છે. એ કામદેવ જેવો રૂપવાન છે. એણે ક્રેચકર્ણ નામના નિશાચરને હણે છે. માગધોને મેં એનાં વખાણ સાંભળીને મારું મન એની સ્નેહજાળમાં પડ્યું છે. તે એ રાજાને દીઠો છે ? મેં કહ્યું બહેન ! નળના દર્શનનો લાભ મને મળે નથી. હું એજ દિશામાં જ હેવાથી હવે જરૂર એનાં દર્શન કરીશ. આ સાંભળીને એ કન્યાને હર્ષ થયું. મારું સ્વાગત કર્યું, અને ભાતું અપાવ્યું અને કહ્યું કે જ્યારે નળને મળે ત્યારે મને ભૂલી ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org